ગુજરાતમાં ઠેરઠેર ધુમ્મસની ચાદરઃ વહેલી સવારે વીઝિબ્લીટી લો થતા મુશ્કેલી
અમદાવાદ/પાટણઃ ગુજરાતમાં આજે સવારથી જ ઠેરઠેર ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે રાહદારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વિઝિબ્લીટી લો થઈ જતા રાહદારીઓને…
ADVERTISEMENT
અમદાવાદ/પાટણઃ ગુજરાતમાં આજે સવારથી જ ઠેરઠેર ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે રાહદારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વિઝિબ્લીટી લો થઈ જતા રાહદારીઓને વહેલી સવારે વાહન ચલાવતી વખતે સચેત રહી અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી. રાજ્યમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. જેમાં માવઠાની અસર તળે બનાસકાંઠા, અમદાવાદ, પાટણ સહિતના અનેક વિસ્તારોમાં ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું. અમદાવાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પણ ખાબક્યો છે. જેમાંથી લોકો ઠંડીથી થરથર ધ્રુજી રહ્યા છે. તો બીજી તરફ વરસાદ પણ મુશ્કેલીઓ વધારી રહ્યો છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષાને છેલ્લા પાંચ વર્ષથી સરકારી ધક્કા, જાણો કેવી સમસ્યાઓ થઈ
ધુમ્મસને કારણે વાહન ચલાવવામાં મુશ્કેલી
બનાસકાંઠા, અમદાવાદ, પાટણ વગેરે જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો સર્જાયો છે. તેવામાં ધુમ્મસ ભર્યું વાતાવારણ થતા આજે વહેલી સવારથીજ ખેડૂતો અને વાહન ચાલકો આ ધુમ્મસની આ નવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે . આ દ્ર્શ્યો સવારના 9 કલાકના છે. તેમ છતાં અહી ધુમ્મસ છવાયેલું છે અને ધોળે દિવસે વાહન ચાલકો ફરજિયાત લાઈટ ચાલુ રાખી ,રાત્રી હોય તેમ વાહનો ચલાવી રહ્યા છે , ગ્લોબલ વોર્મિંગની આ અસરથી ડીસા સહિત બનાસકાંઠામાં આવો નજારો જોવા મળી રહ્યો છે.
#Gujarat બનાસકાંઠામાં સવારે 9 કલાકે પણ ધુમ્મસનું વાતાવરણ, વિઝિબ્લીટી લો થતા રાહદારીઓને પડી મુશ્કેલીઓ, શિયાળામાં માવઠાને લઈને અચાનક છવાયું ધુમ્મસ#BreakingNews #WeatherUpdate pic.twitter.com/cWKmJuNQNd
— Gujarat Tak (@GujaratTak) January 30, 2023
ADVERTISEMENT
#Gujarat #Ahmedabad માં વહેલી સવારે ધુમ્મસનું વાતાવરણ, શિયાળામાં માવઠાને લઈને અચાનક છવાયું ધુમ્મસ, વિઝિબ્લીટી લો થતા રાહદારીઓને પડી મુશ્કેલીઓ#BreakingNews #WeatherUpdate pic.twitter.com/wb0CDm0K23
— Gujarat Tak (@GujaratTak) January 30, 2023
#Gujarat પાટણમાં વહેલી સવારે ધુમ્મસનું વાતાવરણ, શિયાળામાં માવઠાને લઈને અચાનક છવાયું ધુમ્મસ#BreakingNews #WeatherUpdate pic.twitter.com/I4AdCbxDKJ
— Gujarat Tak (@GujaratTak) January 30, 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
(ઈનપુટઃ ધનેશ પરમાર, બનાસકાંઠા, વિપિન પ્રજાપતિ, પાટણ)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT