દાહોદઃ લીમખેડામાં મહિલા પાણી ભરવા કુવે ગઈ, દૃશ્ય જોઈ આંખો ફાટી ગઈઃ Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ ગોધરાના લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામમાં એક મહિલાને આજે વહેલી સવારે ઠંકડના માહોલમાં પરસેવો છૂટી જવા જેવો ઘાટ ઘડાયો હતો. થયું એવું કે આજે સવારે મહિલા પાણી ભરવા ગામમાં જ આવેલા એક કુવા પાસે ગઈ હતી. પાણી ભરતી વખતે તેને કુવામાં કાંઈક હોવાનો અંદાજ ગયો. કુવામાં જોતા તેને લાગ્યું કે નક્કી કોઈ જંગલી જનાવર હોવું જોઈએ, મહિલાએ ગામના લોકોને જાણ કરી અને ગામના લોકોએ ફોરેસ્ટ વિભાગને. જ્યારે ખબર પડી કે કુવામાં તો દીપડો છે, લગભગ સાંભળનારા દરેકની આંખો ફાટી ગઈ. જોકે દીપડાનું રેસ્ક્યૂ થાય તે પહેલા દીપડો મૃત્યુ પામી ચુક્યો હતો. આખરે તેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

પરિણીતાના મૃત્યુ બાદ પિયરિયાને જાણ વિના કરાઈ દફનવિધિ, હત્યા કરાયાનો પરિજનોનો આરોપ

લોકોની હાજરીમાં કરાયા અંતિમ સંસ્કાર
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ખીરખાઈ (દેવધા) ગામના જોખનાભાઇ ડાંગીનાં કુવામાંથી મૃત હાલતમાં દીપડાની લાશ મળી આવી. કુવામાંથી પાણી ભરતી વખતે મહિલાને કુવામાં કઈ હોવાની શંકા ગઈ હતી. જોકે કુતુહલ વશ જોતા તે કોઈ નિશ્ચિત જ જંગલી જનાવર હોવાનો અંદાજ ગયો હતો. તેને જાણ કરતા લોકો પણ દોડી આવી તપાસ કરતા જણાઈ આવ્યું કે આતો દીપડો છે. કુવામાં રાત્રીનાં સમયે દીપડો પડી જવાથી મૃત્યુ થયાનું કારણ જાણવા મળ્યું છે. ગામ લોકોએ જંગલ ખાતાના અધિકારીઓને જાણ કરીને દીપડાને બહાર કાઢી તેના મૃતદેહને ફોરેસ્ટ અધિકારી અને ગામના સરપંચ તેમજ ગામ લોકોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT