ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા યુવક સાથે જવા વલસાડની યુવતીએ કરી જીદઃ પરિવારને 181એ કેવી કરી મદદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક જોશી.વલસાડઃ વલસાડ જિલ્લાના વાપી તાલુકાના નજીકના ગામમાંથી ભારતીબેન શાહ (નામ બદલ્યું છે)એ પોતાની ૧૯ વર્ષીય દીકરી દિવ્યા (નામ બદલ્યું છે) ને કોઈ અજાણ્યા પરપ્રાંતિય યુવકે ઈન્સ્ટાગ્રામ ઉપર પ્રેમજાળમાં ફસાવી એની સાથે જવા જીદ કરતા ૧૮૧ અભયમને કોલ કરી મદદ માંગી હતી. કોલ મળતા જ ૧૮૧ અભયમની ટીમ ભારતીબેને જણાવેલા સરનામે પહોંચી હતી. જ્યાં અરજદાર ભારતીબેનના જણાવ્યા અનુસાર, તેઓ આર્થિક રીતે સુખી સંપન્ન પરિવારના છે અને સંતાનમાં એક જ દીકરી છે. જે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. છ મહિના અગાઉ તેની ઈન્સ્ટાગ્રામ ઉપર એક યુવક સાથે મિત્રતા બંધાઈ હતી અને આ મિત્રએ બે મહિના બાદ તેને પ્રેમજાળમાં ફસાવી હતી.

અદાણી મામલામાં આખરે બોલ્યું SEBI, કહ્યું… બજાર જોડે કોઈ રમત…

પરિવારે દીકરીની જીદે યુવકને મળવા બોલાવ્યો પણ…
આ અંગે જાણ માતાપિતાને થતા દીકરી દિવ્યાને પૂછપરછ કરતા જણાવ્યું કે, યુવક રાકેશ ( નામ બદલ્યું છે) બીજા કોઈ રાજ્યમાંથી કામ ધંધા અર્થે ઘણા સમયથી દમણમાં એકલો રહે છે તથા હાલ કોઈ કામ ધંધો કરતો નથી. તેણે દિવ્યાના નામે તેના મિત્ર પાસેથી પણ ૫ થી ૧૦ હજાર રૂપિયા પડાવ્યા હતા. તેથી તેમણે દીકરીને આવા યુવકની જાળમાં ન ફસાય તે માટે સમજાવવાના ખૂબ પ્રયત્ન કર્યા પરંતુ દિવ્યા માની ન હતી. દિવ્યાએ પરિવારની વાત નહીં માનતા તેમણે રાકેશને મુલાકાત માટે બોલાવ્યો હતો પરંતુ તે આવ્યો ન હતો.

ભાવનગર શહેર કોંગ્રેસનો પેપરલીક મુદ્દે ઉગ્ર વિરોધઃ રેલી કાઢતા પોલીસ સાથે ઘર્ષણ

અભયમે દીકરીને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી
દિવ્યાએ યુવક સાથે જ જતી રહેવાની જીદ કરતા તેનું જીવન અંધકારમય ન બને તે માટે દીકરીને સમજાવવા ભારતીબેને ૧૮૧ અભયમની મદદ લીધી હતી. અભયમની ટીમે આ બાબતે દિવ્યાનું કાઉન્સેલિંગ કર્યું હતું અને તે કેવી રીતે રાકેશના સંપર્કમાં આવી તેમજ પોતે સીએ થવા માંગે છે તેમ જણાવ્યું હતું. ટીમ દ્વારા તેનું તેના શૈક્ષણિક કારકિર્દી અંગે કાઉન્સેલિંગ કરી દિવ્યા સારો અભ્યાસ કરી ઉચ્ચ ડીગ્રી મેળવી સારા હોદ્દા પર નોકરી મેળવે તે માટે તેને પ્રોત્સાહિત કરી હતી તેમજ અજાણી તથા અવિશ્વાસુ વ્યક્તિની વાતોમાં ફસાઈને પોતાની જિંદગી ખરાબ ન થાય સાથે માતા-પિતાના સ્વપ્નો પણ ન તૂટે તે માટે ૧૮૧ અભયમની ટીમે સમજાવતા દિવ્યાને પોતાની ભુલ સમજાઈ હતી અને હવે પછી તે રાકેશ સાથે કોઈ પણ જાતનો વ્યવહાર રાખશે નહીં તેમ જણાવ્યું હતું. તેથી માતા-પિતાએ હાશકારો લઈ ૧૮૧ ટીમનો આભાર માન્યો હતો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT