નવસારીઃ ખીચડી-ચણાની દાળ ખાધા પછી 18 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, તંત્ર દોડતું
નવસારીઃ નવસારી જિલ્લાની ચીખલી તાલુકામાં આવેલી એક વિદ્યાલયમાં આજે બપોરે ખીચડી અને ચણાની દાળ આરોગ્યા પછી 18 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું. તમામ વિદ્યાર્થિનીઓની…
ADVERTISEMENT
નવસારીઃ નવસારી જિલ્લાની ચીખલી તાલુકામાં આવેલી એક વિદ્યાલયમાં આજે બપોરે ખીચડી અને ચણાની દાળ આરોગ્યા પછી 18 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું. તમામ વિદ્યાર્થિનીઓની તબીયત અચાનક લથડવા લાગતા તેમને સારવાર માટે નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. વિદ્યાર્થિનીઓને ખોરાકની ગંભીર અસર થતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાથી એટલું જાણી શકાય છે કે બાળકોને ખાવા આપવામાં આવતી ચીજ વસ્તુઓની ક્વોલિટી કેટલી યોગ્ય હશે.
50 વિદ્યાર્થિનીઓ પૈકી 14ને ઝાડા-ઉલ્ટી
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા સમૃદ્ધિ વિદ્યાલયમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બની છે. સોમવારે બપોરે ખીચડી અને ચણાની દાળ ખાધા બાદ વિદ્યાર્થિનીઓને ઝાડા ઉલ્ટીની ફરિયાદ થવા લાગી હતી. વિદ્યાલયમાં રહેતી 50 વિદ્યાર્થિનીઓ પૈકી 18ને ઝાડા ઉલટી થતા તમામને નજીકની ટાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. 18માંથી 14 ની હાલત સુધારા ઉપર જણાતા ફરી છત્રાલય લઈ જવાઈ હતી. જ્યારે 4 જેટલી વિદ્યાર્થીની હજુ સારવાર હેઠળ છે.
ADVERTISEMENT
રાજકોટમાં વરઘોડામાં દારુની રેલમછેલમાં 10 સામે નામ જોગ FIR, ધરપકડ
(ઈનપુટઃ રોનક જાની, નવસારી)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT