મોરબીઃ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને પટ્ટાવાળો દારુની બોટલ સાથે ઝડપાયા
મોરબીઃ મોરબીની વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં દારુની માહિતીને લઈને પોલીસે કરેલી રેડ હાલ ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે. એટલું જ નહીં પોલીસને આ કાર્યવાહી…
ADVERTISEMENT
મોરબીઃ મોરબીની વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં દારુની માહિતીને લઈને પોલીસે કરેલી રેડ હાલ ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે. એટલું જ નહીં પોલીસને આ કાર્યવાહી દરમિયાન ખુદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને પટાવાળાના પાસેથી દારુની બોટલ મળી આવી હોવાની વિગતો મળી રહી છે. પોલીસે રેડ દરમિયાન મળેલી દારુની બોટલને જપ્ત કરી લીધી છે અને હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
એક વીડિયો કોલ, સાંસદને ‘ઓફર’… એ આરોપો જેનાથી CM કેજરીવાલ સુધી પહોંચી દારુ કૌભાંડની તપાસ
દારુને મામલે સિવિલ હોસ્પિટલમાં પોલીસની રેડ!
મોરબીમાં પોલીસને વિગતો મળી હતી કે ખુદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ દારુનો જથ્થો પોતાની ઓફિસમાં રાખે છે. પોલીસે માહિતીને આધારે કાર્યવાહી શરૂ કરી ત્યાં તો સિવિલ હોસ્પિટલમાં દારુને લઈને પોલીસની રેડ પડી હોવાની વાત વહેતી થઈ ગઈ હતી. પોલીસે દારુની કાર્યવાહી માટે સિવિલ હોસ્પિટલમાં રેડ કરી છે તે બાબત પણ જોત જોતામાં ટોક ઓફ ધી ટાઉન બની ગઈ હતી. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટની ઓફિસમાં રેડની કાર્યવાહી કરવામાં આવી હતી. રેડ દરમિયાન સુપ્રિટેન્ડેન્ટની ઓફિસમાં તપાસ કરતા દારુની બોટલ મળી આવી હતી.
પોલીસને શું મળી માહિતી
પોલીસને વિગતો મળી હતી કે સિવિલ સુપ્રિટેન્ડેન્ટની ચેમ્બરમાં સુપ્રિટેન્ડેન્ટ અને પટ્ટાવાળા દારુ પીવે છે. પોલીસને વિગતો મળી હતી કે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. હરપાલસિંહ પરમાર અને પટ્ટાવાળો કૈલાસ રાઠોડ ઓફિસમાં જ દારુ પીવે છે. જેના કારણે પોલીસે ખરાઈ કરવા ઉચ્ચ અધિકારીઓની પરવાનગી અને માર્ગદર્શન સાથે રેડની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાનના કેટલાક વીડિયો પુરાવા પણ અહીં સામે આવ્યા છે જે વીડિયો અહીં દર્શાવ્યા છે. પોલીસે ડો. હરપાલસિંહ અને કૈલાસ રાઠોડની અટકાયત કરી લીધી છે સાથે જ દારુની બોટલ પણ જપ્ત કરી લીધી છે. હવે તેમણે દારુ પીધો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.
ADVERTISEMENT
(ઈનપુટઃ રાજેશ આંબલિયા, મોરબી)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT