ગૃહ વિભાગમાં નોકરી અપાવવાનું કહી માણસામાં 41 લાખનું ફૂલેકું
ગાંધીનગરઃ માણસામાં સરકારી નોકરી આપવાના બહાને ઠગાઈ કરવાની ઘટના સામે આવી છે. ગૃહ વિભાગમાં નોકરી લગાવી આપવાના બહાને 41 લાખ રૂપિયાનું ફુલેકુ ફેરવાઈ ગયું છે.…
ADVERTISEMENT
ગાંધીનગરઃ માણસામાં સરકારી નોકરી આપવાના બહાને ઠગાઈ કરવાની ઘટના સામે આવી છે. ગૃહ વિભાગમાં નોકરી લગાવી આપવાના બહાને 41 લાખ રૂપિયાનું ફુલેકુ ફેરવાઈ ગયું છે. માણસાના ઠગાઈ કરનારા આ રાજેન્દ્ર રાવલ નામના શખ્સના મોટા અધિકારીઓ સાથે પણ ઘરોબો હોવાનું કહી તેના આધારે ગૃહ વિભાગમાં નોકરી લગાવી આપવાની લાલચ આપી હતી. રાજેન્દ્ર રાવલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
દિકરાને હતી નોકરીની જરૂરિયાત
ઠગાઈની આ ઘટના મામલે માણસા ખાતે રહેતા હસમુખ પટેલે ફરિયાદ નોંધાવી છે. હસમુખભાઈ પોતે વેપારી છે. તેમને સંતાનોમાં એક દિકરો અને એક દીકરી છે. રાજેન્દ્ર રાવલ નામનો આ સખ્સ પણ માણસા ખાતે જ રહે છે. આ રાજેન્દ્ર તેમની દુકાને પણ બેસવા આવતો. ત્રણેક વર્ષ પહેલા તેણે પોતાના સંબંધો અધિકારીઓ પાસે છે તેવું કહીને કેન્દ્ર સરકાર સરકારી નોકરીમાં ભરતી બહાર પાડશે, જગ્યા ભરવાની છે. ક્લાસ 2 અને ક્લાસ 3માં તેમજ ઓએનજીસીમાં ભરતી કરવાની વાત કરી હતી. કોઈ સગા સંબંધી હોય તો કહેજો એવું કહેતો અને વિશ્વાસમાં લીધા હતા.
દેશના સૌથી વૃદ્ધ અબજોપતિ કેશબ મહિન્દ્રાનું નિધન, 99 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
નોકરી ના લગાવી, રૂપિયા પાછા ના આપ્યા
આ તરફ હસમુખભાઈના પુત્રને નોકરીની જરીરિયાત હતી તેથી દિકરા આકાશ માટે તેમણે રાજેન્દ્ર સાથે વાત કરી ત્યારે તેણે તેમની પાસે ધીમે ધીમે કીરને 41 લાખ રૂપિયા પડાવ્યા હતા. આમ તેણે નોકરી આપવાની લાલચ આપી હતી અને બીજી બાજુ રૂપિયા પણ પાછા આપ્યા ન હતા. આખરે આ મામલામાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT