અમરેલીઃ રહેણાંકી મકાનમાં ત્રાટક્યો દીપડો, કર્યો શિકાર, CCTV

ADVERTISEMENT

અમરેલીઃ રહેણાંકી મકાનમાં ત્રાટક્યો દીપડો, કર્યો શિકાર, CCTV
અમરેલીઃ રહેણાંકી મકાનમાં ત્રાટક્યો દીપડો, કર્યો શિકાર, CCTV
social share
google news

અમરેલીઃ અમરેલીમાં ખુંખાર વન્ય પ્રાણીઓના વીડિયો ઘણી વખત સામે આવ્યા છે. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક દીપડો રહેણાંકી મકાનમાં ત્રાટક્યો છે. દીપડાએ અહીં એક વાછરડીનો શિકાર કર્યો હતો. અને શિકાર કરીને મારણ લઈને જતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. આ વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે.

પાયલોટ ફરી બળવો કરશે? ચૂંટણી, નિવેદનો અને રાજનીતિના સરવાળે, ચોંકાવનારી સ્થિતિ શક્ય

લોકો નિંદ્રામાં હતા ત્યારે દીપડાએ કર્યો શિકાર
અમરેલીમાં ખાંભા ગામ ખાતે રાત્રીના સમયે જ્યારે લોકો નિંદ્રામાં હતા ત્યારે એક રહેણાંકી મકાનમાં દીપડો ત્રાટક્યો હતો. શિકારની શોધમાં દીપડો અહીં સુધી આવી ચઢ્યો હોવાનું મનાઈ રહ્યું છે. આ દીપડાએ અહીં એક વાંછરડીનું મારણ કર્યું હતું. દીપડો વાછરડીને મારીને લઈ જતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. માનવામાં આવે છે કે મીતિયાળા અભ્યારણ નજીક આવેલા વિસ્તારમાંથી અવારનવાર અહીં સિંહ અને દીપડા આવી જતા હોય છે. ખાંભામાં રહેણાંકી વિસ્તારમાં દીપડાએ શિકાર કરતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT