કેનેડામાં ગુમ થયેલા અમદાવાદના હર્ષ પટેલનો મળ્યો મૃતદેહ

ADVERTISEMENT

કેનેડામાં અભ્યાસ કરવા ગયેલા હર્ષ પટેલ નામના અમદાવાદી યુવાનનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે.
કેનેડામાં અભ્યાસ કરવા ગયેલા હર્ષ પટેલ નામના અમદાવાદી યુવાનનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે.
social share
google news

અમદાવાદઃ કેનેડામાં અભ્યાસ કરવા ગયેલા હર્ષ પટેલ નામના અમદાવાદી યુવાનનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. 2 દિવસથી હર્ષ ગુમ હતો, તેના કોઈ સમાચાર મળી રહ્યા ન હતા ત્યાં અચાનક તેની લાશ મળ્યાની વિગતો સામે આવતા પરિવાર માટે આ ઘટના ખુબ આઘાતજનક બની છે.

પાસપોર્ટ-ક્રેડિટકાર્ડ મિસિંગ
હાલમાં જ અમેરિકા અને પછી કેનેડામાં ગુજરાતી યુવાન સાથે દુર્ઘટના બની હોવાના અહેવાલ સામે આવ્યા છે. મૂળ અમદાવાદનો રહેવાસી હર્ષ પટેલ કેનેડામાં અભ્યાસ કરવા ગયો હતો. હર્ષ છેલ્લા બે દિવસથી ગુમ હતો. ઘણી શોધખોળ પછી ટોરેન્ટોમાંથી તેની લાશ મલી આવી છે. જોકે તે કયા કારણસર મૃત્યુ પામ્યો છે તેની વિગતો હજુ પ્રાપ્ત થઈ નથી. હર્ષનો પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ સહિતના દસ્તાવેજો પણ મળી આવતા નથી. પોલીસે આ મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ડમ્પીંગ સાઈટ વિવાદ: ચુકાદાના અમલીકરણમાં ડીસા પાલિકા નિષ્ક્રિય, ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર

અમેરિકામાં બે ગુજરાતી યુવાનો ડૂબ્યા
ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગુજરાતના બે યુવાનો જે અભ્યાસ કરવા ગયા હતા તે બંને લેકમાં ડૂબી ગયાની ઘટના સામે આવી હતી. જોકે બંનેની શોધખોળ ચાલુ છે છતાં હજુ (આ લખાય છે ત્યાં સુધી) તેમની કોઈ માહિતી સામે આવી નથી. આ બંને વિદ્યાર્થીઓ ઈન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. જેમાંથી એકનું નામ સિદ્ધાંત શાહ હતું જે અમદાવાદના જાણીતા બિલ્ડરનો પુત્ર હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT