કેવી રીતે લોખંડી સાંકળો દાહોદની મહિલાની જીંદગીનો એક ન છૂટનારો હિસ્સો બની !
શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ ગુજરાતમાં આવું ઘણી વખત બની ચુક્યું છે કે કોઈ વ્યક્તિ વર્ષો સુધી ઘરમાં જ પુરાયું હોય વર્ષો વર્ષ સુધી સુરજનો તડકો ના જોયો…
ADVERTISEMENT
શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ ગુજરાતમાં આવું ઘણી વખત બની ચુક્યું છે કે કોઈ વ્યક્તિ વર્ષો સુધી ઘરમાં જ પુરાયું હોય વર્ષો વર્ષ સુધી સુરજનો તડકો ના જોયો હોય. જોકે અહીં આપણે કોઈ કાલાપાની સજાની વાત નથી કરી રહ્યા. અહીં આપણે માણસના એવા સંજોગોની વાત કરી રહ્યા છે જે સંજોગોમાં આપ-અમે પોતાની જાતને કલ્પી પણ ન શકીએ એટલા વેદના ભર્યા સંજોગોમાં જીવતા ઘણા લોકો તમે જોયા જ હશે. હાલ આપણે આવા જ સંજોગોનો દિવસોના દિવસો સુધી સામનો કરી રહેલી એક મહિલાની વાત કરવા જઈ રહ્યા છીએ. દાહોદના બાવકા ખાતે 15 વર્ષથી માનસિક સંતુલન ગુમાવી બેઠેલી મહિલાને છેલ્લ 1825 દિવસો એટલે કે 5 વર્ષથી સાંકળ વડે બાંધીને કાઢી નાખ્યા છે. તેમને સાંકળ વડે કેમ બાંધી રાખ્યા હતા અને બંધાયેલા રાખેલા હોવાની જાણ સામાજિક કાર્યકરને થતા આજે શુક્રવારે તેમને કેવી રીતે છોડાવ્યા છે આવો જાણીએ.
મહીસાગર: 15 ગામોને ગ્રાન્ટ તો બીજા ગામોને કેમ નહીં? પૂર્વ DDOના નિર્ણયથી તર્ક-વિતર્ક
કિસ્મતના સિતારા અચાનક ફરી ગયા
દાહોદના બાવકા ખાતે રહેતા જગદીશભાઈ (નામ બદલ્યું)ની પુત્રી સાયન્સના અભ્યાસ બાદ નર્સિંગનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો. તેમના પર જાણે કિસ્મતના ચાર હાથ હોય તેમ તેને તુરંત સરકારી નોકરીનો ઓર્ડર પણ મળી ગયો. પણ જાણે તે ચાર હાથ ઘડી ભરના હોય તેમ ત્યારબાદ યુવતી ફરજ ઉપર હાજર થાય તેના આગલા જ દિવસે માનસિક સ્થિતિ બગડી ગઈ. તે આ કારણે નોકરી પર હાજર ન થઈ શકી અને પરિવારજનોએ સારવાર કરાવ્યા બાદ પણ સુધારો નહોતો આવ્યો. થોડો થોડો સુધારો આવ્યા બાદ ફરીથી સંતુલન જતું રહેતું હતું. આવી પરિસ્થિતિ વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી યુવતીની માતા પણ બીમારીના કારણે પથારીવશ થઈ ગયા હતા. યુવતીનું તોફાન વધતા પિતાને એકલા હાથે પત્ની અને પુત્રીની જાળવણી માથે આવી હતી પરંતુ બંનેને સાચવી શકવાનું અશક્ય બનતા ઘરની બાજુમાં જ એક ઝૂપડામાં યુવતીને થાંભલા સાથે સાંકળથી બાંધી દેવામાં આવી ત્યાં જ જમવાનું અને બધી ક્રિયા થતી હતી.
નર્ક જેવી જીંદગીમાં હવે ઉજાશ આવવાની શક્યતા
આવી નર્કાગાર પરિસ્થિતિમાં જીવતી મહિલા વિશે પાડોશીઓએ દાહોદની એક વ્યવસાયે શિક્ષિકા અને સમાજસેવાનું કાર્ય કરતી સંધ્યાબેન ભુરીયાનો સંપર્ક કરતા સામાજિક કાર્યકરે ઘરની મુલાકાત લઈ તેના પિતાને તેની સારવાર અને જાળવણી માટે આશ્રમમાં લઇ જવા માટે સંમત કર્યા હતા. જે પછી અરવલ્લી જિલ્લામાં બાયડ ખાતે આવેલા જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમના સંચાલકો સાથે સંકલન કર્યું હતું અને આશ્રમની ટીમ સાથે મળી આજે યુવતીને બંધન મુક્ત કરી હતી. બાદમાં તેને આશ્રમ ખાતે લઇ જવામાં આવી છે. મહિલાની સારવાર અને જાળવણી હવે આશ્રમ ખાતે થશે. આમ એક નર્ક જેવી જીંદગી જીવતી આ યુવતીના જીવનમાં આશ્રમ નવી ઉજાશ લઈ આવે તેવી આશા.
ADVERTISEMENT
ADVERTISEMENT