સુરતમાં પક્ષ પલ્ટો કરનારા નેતાઓ સાથે ખાસ વાતચિતમાં બહાર આવ્યું આ સત્ય!
સુરતઃ સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા જ્યારે વિપક્ષ તરીકે કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતા. અહીં સુધી કે સુરતમાં લોકોએ આમ આદમી પાર્ટીને કોર્પોરેશન…
ADVERTISEMENT
સુરતઃ સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા જ્યારે વિપક્ષ તરીકે કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતા. અહીં સુધી કે સુરતમાં લોકોએ આમ આદમી પાર્ટીને કોર્પોરેશન લેવલ પર મળેલી સફળતાથી ખુદ કેજરીવાલ પણ પાર્ટીના નેતાઓની પીઠ થાબડી ચુક્યા છે. અગાઉ 6 કોર્પોરેટર ગુલાંટ લગાવી ચુક્યા છે. જ્યાં આજે વધુ 4 કોર્પોરેટર ભાજપમાં ભળી ગયા છે. એક તરફ વિકાસના કામો ન થતા નેતાઓને પક્ષ પલ્ટો કરવામાં આવી રહ્યો હોવાનું પણ સામે આવે છે તો બીજી તરફ નેતાઓને મોટી રકમ ઓફર થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. Gujarat Tak દ્વારા આ નેતાઓ દ્વારા અચાનક કરવામાં આવેલા પક્ષ પલ્ટાની પાછળ શું કારણો છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના માટે અમારા સંવાદદાતા દ્વારા તમામ નેતાઓ સાથે વાત કરવામાં આવી હતી. જેમાં તેમણે વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો મુક્યા હતા. તો આપણે તે વીડિયો પણ જોઈશું જેમાં ચિત્ર ઘણી બધી રીતે સ્પષ્ટ થઈ રહ્યું છે.
AAPમાં હતા ત્યારે મેયર સહિતના અમારા કામ ન્હોતા કરતાઃ કોર્પોરેટર
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આ બાબત સામે આવી રહી છે કે, કેટલાક નેતા પક્ષ પલ્ટો કરે ત્યારે તે કહેતા આવ્યા છે કે પોતાના કામો ભાજપ સિવાયની પાર્ટીમાં હતા ત્યારે થતા ન્હોતા હવે પક્ષમાં આવ્યા પછી કામો થશે તેથી ભાજપમાં જોડાયા. તો અહીં સવાલ ઊભો થાય છે કે આ એક નિશ્ચિ સ્ટ્રેટેજી છે કે લોકોના કામોને વચ્ચે રાખી, અન્ય પક્ષોના નેતાઓના કામો ટલ્લે ચઢાવીને પક્ષ પલ્ટો કરવા મજબુર કરાઈ રહ્યા છે? હાલમાં પક્ષ પલ્ટો કરી ચુકેલા નેતાઓના અહીં ઈન્ટરવ્યૂ આપણે જોઈશું જેમાં કોર્પોરેટર નિરાલી પટેલ કહે છે કે, મારા વોર્ડ વિસ્તારમાં ઘણા કામો છે, જનતા કગળીને કહી ગઈ કે અમારા આ કામ થતા નથી. તેથી થયું કે વિપક્ષમાં રહી ખોટો વિરોધ કરવાનો અને સત્તા પક્ષ સાથે જોડાઈએ જેથી વિકાસના કામો કરી શકીએ. પ્રશ્ન છે કે, વિકાસના કામો કરવા માટે ભાજપનો સિક્કો જરૂરી છે કે શું?
50થી 75 લાખનો ભાવ કોર્પોરેટર્સને આપ્યાઃ ઈસુદાન
આપ ગુજરાતના પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે, 156 સીટ આવ્યા છતા ભાજપ ધરાઈ નથી, ભાજપ પાસે કરોડો રૂપિયા ભ્રષ્ટાચારના પડ્યા છે. દેશમાં આમ આદમી પાર્ટી પુરી થઈ જાય તેનું ષડયંત્ર રચ્યું છે. તેના કારણે અમારા પોચા મનના વ્યક્તિઓને સામ, દામ, દંડ, ભેદ એમ લાખો રૂપિયા આપીને, ધમકાવીને, ડરાવીને કોર્પોરેટરોને ભાજપમાં જોડ્યા છે. ગઈકાલે અમારા દસ કોર્પોરેટર ભાજપના ભ્રષ્ટાચારની ફરિયાદો કરવા ગાંધીનગર ગયા હતા, બીજા કોર્પોરેટરોને ગાંધીનગર સેટિંગ કરવા માટે બોલાવ્યા હતા. અમારા એક મહિલા નેતા માન્યા નહીં તો પ્રફુલ પાનસેરિયા શિક્ષણમંત્રીના ઘરે મિટિંગ કરવામાં આવી. તે શિક્ષણ મંત્રી સેટિંગો કરતા હતા. કરોડો, લાખો અપાય છે. 50 લાખથી 75 લાખ સુધીના કાળા નાણાનો પ્રયોગ થયો હોવાની શક્યતાઓ છે. ઘણાને ડરાવી ધમકાવીને આ કોર્પોરેટર્સને લઈ ગયા છે.
ADVERTISEMENT
પક્ષ પલટો કરી નાખનારા નેતા
સ્વાતી કયાડા, નિરાલી પટેલ, ધર્મેન્દ્ર બાવળિયા, અશોક ધામી, કિરણ ખોયાણી, ઘનશ્યામ મકવાણા, ઋતા ખેની, જ્યોતિ લાઠિયા, ભાવના સોલંકી અને વિપુલ મોવલિયા નામના નેતાઓએ હવે આમ આદમી પાર્ટીની ટોપી છોડી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.
ADVERTISEMENT