બનાસકાંઠાઃ ચાલુ ટ્રક પર ચઢી કિન્નરને રુપિયા માગતા મોતનો થયો સાક્ષાત્કાર, જુઓ ચમત્કારીક બચાવઃ Video

ADVERTISEMENT

છેલ્લા ઘણા સમયથી પોતાનું પેટિયું રળવા હાઈવે પર વાહનો રોકી રૂપિયા ઉઘરાવવાનું કામ ઘણા કિન્નરો દ્વારા કરવામાં આવી રહ્યું છે પરંતુ આ દરમિયાનમાં ઘણી વખત જોખમી ઘટનાઓ પણ બની જાય તેવી સંપૂર્ણ શક્યતાઓ રહેતી હોય છે.
છેલ્લા ઘણા સમયથી પોતાનું પેટિયું રળવા હાઈવે પર વાહનો રોકી રૂપિયા ઉઘરાવવાનું કામ ઘણા કિન્નરો દ્વારા કરવામાં આવી રહ્યું છે પરંતુ આ દરમિયાનમાં ઘણી વખત જોખમી ઘટનાઓ પણ બની જાય તેવી સંપૂર્ણ શક્યતાઓ રહેતી હોય છે.
social share
google news

ધનેશ પરમાર.બનાસકાંઠાઃ છેલ્લા ઘણા સમયથી પોતાનું પેટિયું રળવા હાઈવે પર વાહનો રોકી રૂપિયા ઉઘરાવવાનું કામ ઘણા કિન્નરો દ્વારા કરવામાં આવી રહ્યું છે પરંતુ આ દરમિયાનમાં ઘણી વખત જોખમી ઘટનાઓ પણ બની જાય તેવી સંપૂર્ણ શક્યતાઓ રહેતી હોય છે. આવું જ કાંઈક બનાસકાંઠામાં એક કિન્નર સાથે થયું છે. આ કિન્નરને ચાલુ ટ્રકમાં ચઢીને રૂપિયા માગવા જતા હાથ છટક્યો અને નીચે પટકાતા મોતના સાક્ષાત્કાર થઈ ગયા હતા. જોકે કિન્નરનો ઘટનામાં ચોંકાવનારી રીતે ચમત્કારીક બચાવ થયો છે.

ડ્રાઈવર સ્પીડ વધારતો ગયો અને કિન્નરનો જીવ ફફડ્યો
બનાસકાંઠાના પાંથવાડામાં હાઈવે પર ટ્રક રોકી ડ્રાઈવર પાસે એક કિન્નર રૂપિયા માગી રહ્યો હતો. દરમિયાન ટ્રક ડ્રાઈવરે ટ્રક હંકારી મુકી હતી પરંતુ કિન્નર રૂપિયા માગવા તુરંત ટ્રક પર ચઢી ગયો હતો. એટલે ડ્રાઈવરે ટ્રકની સ્પીડ વધારી દીધી તો કિન્નરનો પણ જીવ તાળવે ચોંટી ગયો હતો. જોકે ટ્રક ડ્રાઈવરે ટ્રક થોભાવી ન હતી અને સતત સ્પીડ વધારી રહ્યો હતો. દરમિયાનમાં અચાનક કિન્નરનો હાથ છટકે છે અને તે રોડ પર પટકાય છે તેવા દ્રશ્યો પણ પાછળથી આવતા વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કંડારી લીધા હતા. કિન્નર રીતસર ટ્રકના ટાયરની બીલકુલ આગળ પટકાય છે પરંતુ ત્યાં જ તેનો ચમત્કારીક રીતે બચાવ થાય છે. ટ્રકના ટાયર નીચે કચળાઈને તેના ક્ષણમાં રામ રમી જવાના હતા પરંતુ કિન્નરનો બચાવ થાય છે તેને લઈને ત્યાં હાજર અન્યોએ પણ હાંશકારો અનુભવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઘણી જગ્યાએ રૂપિયા ઉઘરાવવા કિન્નરો દ્વારા હાઈવે પર મોટી સંખ્યામાં વાહનો પાસેથી ઉઘરાણીઓ કરવામાં આવતી હોય છે. ત્યારે ઘણી વખત સીધી રીતે રૂપિયા ન પણ આપે તો તે વાહન ચાલકોને અપમાન કે અન્ય કોઈ રીતે પ્રતાડીત કરાયા હોવાનું પણ બન્યું છે. આ ઘટનામાં પણ ડ્રાઈવરનું કહેવું હતું કે રસ્તામાં આવી રીતે ઘણા કિન્નરો પરેશાન કરતા હોય છે. જોકે બીજી તરફ કિન્નરોને માંડ ક્યાંયથી પેટીયું પુરું પાડવાનો મળતો આ રસ્તો પણ હવે તેમના માટે જોખમી બની ગયો છે.

ઉછીના લીધેલા બેટથી ગુંજાવ્યું મેદાન, જાણો કોના બેટથી રિંકુ સિંહે ફટકાર્યા 5 છગ્ગા

લોકોનું ટોળું પણ ટ્રકની પાછળ દોડ્યું
બનાસકંઠાના પાંથાવાડા કન્યા વિદ્યાલય આગળ હાઈવે પર વ્યંઢળએ ટ્રક ડ્રાઈવર પાસે પૈસા માગતા હતા. જેને લઈને ડ્રાઈવરનો પિત્તો છટક્યો હતો અને તેણે ટ્રક ભગાડી મુકી હતી. જોકે ચાલુ ટ્રકે વ્યંઢળ ટ્રક આગળ લટકી જતાં ટ્રક ડ્રાઈવરે ગાડી ભગાડી મૂકી હતી. જેમાં વ્યંઢળ નીચે પટકાયો હતો. દાંતીવાડાના પાંથાવાડામાં એક અચરજ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો હતો. પાંથાવાડા કન્યાં વિધ્યાલય સામે હાઇવે પર સ્કૂલ હોવાથી રોડ વિભાગ દ્વારા બે મોટાં બંપ મૂકવામાં આવેલા હોવાથી આવતા-જતા વાહનો અહીં ધીમા પડતા હોવાથી વ્યંઢળો પણ પોતાનું પેટિયું રળવા માટે હાઈવે રોડ પર ચાલતાં ટ્રક અને કાર ગાડીઓ વાળાઓ પાસે પૈસા માંગતા હોય છે. આજે સવારે એક ટ્રક ડ્રાઇવર પાસે વ્યંઢળે પૈસા ન આપતા વ્યંઢળ ટ્રકના આગળના ભાગે લટકી જતા ટ્રક ડ્રાઈવરે ગાડી ભગાડી મૂકી હતી. ગભરાયેલા વ્યંઢળે ગાડી ઊભી રાખવા બુમાબુમ કરતાં રોડ પર ઉભેલા લોકો જોતાં ટ્રક ડ્રાઈવરને ગાડી ઊભી રાખવા કહેવા છતાં ડ્રાઈવરે ટ્રક ઊભી ન રાખતાં લોકોનું ટોળું ગાડી ઊભી રખાવવા બાઇક્સ લઈને પાછળ દોડ્યું હતું. લગભગ ત્રણ કીમી સુધી ગાડી ઊભી ન રાખતાં ચાલું ગાડીએ ભુસ્કો મારતા વ્યંઢળ પડ્યો હતો. સદનસીબે વ્યંઢળનો આબાદ બચાવ થયો હતો ત્યાર બાદ ટ્રક ડ્રાઈવર રોડ પર ગાડી મૂકી આજુબાજુના ખેતરોમાં ભાગી ગયો હતો. લોકોના ટોળા એ પણ જોઈ જતાં ટ્રક ડ્રાઈવરના પાછળ ખેતરમાં દોડી ડ્રાઇવરને પકડી પાંથાવાડા પોલીસને સોંપ્યો હતો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT