Ahmedabad: મેટ્રોમાં કોઈ વસ્તુ રહી ગઈ તો પાછી લેવા જોઈશે ઓળખનો પુરાવો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદની મેટ્રો ટ્રેનમાં જેમ જેમ મુસાફરોનું પ્રમાણ વધી રહ્યું છે તેમ તેમ પોતાની વસ્તુ ભુલી જવાનું પણ પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા છ મહિનામાં જ લગભગ મેટ્રો લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગને 43 મુસાફરોની વસ્તુઓ મળી છે. જેમાં રોકડા, મોબાઈલ, લેડીઝ પર્સ, જેન્ટ્સ વોલેટ, ઈયરપોડ્સ, બ્રેસલેટ જેવી ઘણી કિંમતી ચીજોનો પણ સમાવેશ થાય છે. હવે આવી કોઈ પણ ખોવાયેલી ચીજોને પાછી મેળવવી હોય તેવા સંજોગોમાં આઈડી ચેક કર્યા પછી જ મેટ્રો તંત્ર પાછું આપશે.

આમ આગળ વધશે યુવાનો? રાજ્યમાં સરકારી ટેક્નિકલ કોલેજોમાં છેલ્લા છ વર્ષમાં 50% પ્રોફેસરો ઘટ્યા

મેટ્રોની સફાઈ દરમિયાન મળે છે કિંમતી વસ્તુઓ…
અમદાવાદમાં મેટ્રો ટ્રેનના અવર જવરના બે છેલ્લા સ્ટોપ એટલે કે આ તરફથી થલતેજ અને બીજી તરફનું વસ્ત્રાલ આ બંને સ્ટોપ પર મોટાભાગે ઉતરવાની ઉતાવળમાં લોકો વસ્તુઓ ઘણી ભુલી જતા હોય છે. મેટ્રો આ પછી ડેપોમાં સાફ સફાઈ માટે જાય છે ત્યારે આવી ઘણી ચીજ વસ્તુઓ મળતી હોય છે. જે સ્ટાફ કંટ્રોલ રૂમને સોંપે છે. જોકે હવે જો મેટ્રોમાં તમે કોઈ વસ્તુ ભુલી ગયા છો તો પાછી મેળવવા માટે પોતાની ઓળખનો પુરાવો ફરજિયાત માટે આપવો પડશે. જોકે તેમાં પણ જો છ મહિનામાં વસ્તુ પર ક્લેમ કોઈ કરતું નથી તો તેનો નાશ કરી દેવાશે. આ બાજુ રોકડ કે સોનાની ચીજ પાછી માગવા આવતા લોકોને પહેલા વેરિફાય કરવામાં આવે છે. વિવિધ સવાલ જવાબ પછી સંતોષકારક નીવડે તો તેમને તેમની વસ્તુ પાછી આપી દેવાય છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT