Surat માં સ્ટંટ કરવા જતા બાળક જોરદાર પટકાયો, માતાપિતાને ચેતવતા CCTV આવ્યા સામે
સંજયસિંહ રાઠોડ.સુરતઃ નાનાં બાળકોના હાથમાં સાઇકલ, કિશોરોને ટુવ્હીલર, કાર કે અન્ય વાહન પણ આપતાં પહેલાં ચેતવા જેવો કિસ્સો સુરતથી સામે આવ્યો છે. અહિંના કાપોદ્રા વિસ્તારમાંથી…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ.સુરતઃ નાનાં બાળકોના હાથમાં સાઇકલ, કિશોરોને ટુવ્હીલર, કાર કે અન્ય વાહન પણ આપતાં પહેલાં ચેતવા જેવો કિસ્સો સુરતથી સામે આવ્યો છે. અહિંના કાપોદ્રા વિસ્તારમાંથી ખૂબ જ હચમચાવી ઘટના સામે આવી હતી. ત્રણ દિવસ પહેલાં સોસાયટીમાં પૂરઝડપે સાઇકલ ચલાવતી રહેલો 11 વર્ષીય બાળક ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાળક સ્પીડ બ્રેકર પર સ્ટંટ કરવા જતા એવી રીતે પટકાયું હતું કે તેને ગંભીર ઈજા થઈ શકતી હતી. જોકે સદનસીબે તેને સામાન્ય ઈજાઓ થઈ છે પરંતુ તે ઈજાઓ પણ તેના અને તેના પરિવાર માટે ચિંતાનો વિષય છે.
સાયકલ પરથી પટકાતા જ બેભાન
સુરતના કાપોદરા વિસ્તારમાં 11 વર્ષનું બાળક સાઇકલ લઈને દોડાવી રહ્યું હતું કે બાળકની સાઇકલનું વ્હીલ સ્પીડ બ્રેકર કુદાવતી વખતે અચાનક તૂટી ગયું હતું. જેથી બાળક ઉંધા માટે પટકાયો હતો. જેને લઇ બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળક બેભાન થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સદનસીબે ઘટનામાં બાળકનો જીવ બચી ગયો છે.
#Surat માં સ્પીડ બ્રેકર પર સ્ટંટ કરવા જતા બાળક રોડ પર જોરદાર પટકાયો, માતા-પિતાને ચેતવતા #CCTV આવ્યા સામે#GujaratTak #Gujarat pic.twitter.com/bmKsfDTpIp
— Gujarat Tak (@GujaratTak) March 13, 2023
ADVERTISEMENT
સાયકલ તૂટી ગઈ અને બાળક પટકાયું
સુરતના કાપોદ્રા કિરણ પાર્ક સોસાયટીમાં રહેતા અને રત્ન કલાકાર તરીકે કામ કરતા ભાવેશભાઈ હરસોરાનો 11 વર્ષીય પુત્ર વૈભવ કે, જે ધોરણ 5મા અભ્યાસ કરે છે. તે પોતાના ઘર પાસે સોસાયટીમાં જ સાઇકલ ચલાવી રહ્યો હતો. તે સોસાયટીમાં પૂરપાટ ઝડપે સાઇકલ ચલવી રહ્યો હતો. આ દરમિયાન સોસાયટીમાં રહેલા બમ્પર પરથી સાઇકલ કુદાવવા જતા ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો. બાળકની સાઇકલનું આગળનું વ્હીલ નીકળી જતા ઊંધા માથે પટકાયો હતો.
View this post on Instagram
ADVERTISEMENT
ADVERTISEMENT