વડોદરામાં સરકારી નોકરી છતા ખેતરમાં ડૂપ્લીકેટ નોટો છાપતો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગોધરાઃ કાકણપુર પોલીસને મોટી સફળતા મળી છે. કાકણપુર ખાતે એક ખેતરમાંથી નકલી નોટો છાપતા શખ્સો ઝડપાઈ ગયા છે. પોલીસે આ કામના માસ્ટર માઈન્ડને પણ અમદાવાદથી ઝડપી પાડ્યો છે. તે વડોદરામાં ટાઉન પ્લાનિંગ કચેરીમાં અધિકારી હોવા છતા આ પ્રકારના કૃત્યનો મુખ્ય સૂત્રધાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પઠાણ ફિલ્મના રિલિઝ મામલે મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશ અધ્યક્ષનું નિવેદન, જાણો શું કહ્યું

આરોપીનું બ્લડ પ્રેશર વધી જતા હોસ્પિટલમાં દાખલ
ડુપ્લીકેટ નોટો છાપનારનો જે કેસ બન્યો હતો તે કાકણપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ખેતરમાં મકાનની અંદર ડુપ્લીકેટ નોટો છાપવામાં આવતી હતી. પોલીસને જાણ થતા પોલીસે છાપો મારી પ્રિન્ટર, ડુપ્લીકેટ નોટો અને બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. એનો મુખ્ય માસ્ટર માઈન્ડ હરેશ ગોવિંદભાઈ વણઝારા કે જેના ખેતર અને મકાનની અંદર આ નોટો છાપવાની કામગીરી થતી હતી તે મુખ્ય સૂત્રધારને 16 તારીખે અમદાવાદ દેવ કૃપા એપાર્ટમેન્ટ 204 નંબરના ઘરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. આ હરેશ વણઝારા સરકારી અધિકારી છે. ટાઉન પ્લાનિંગ વડોદરા કચેરીમાં તે કામગીરી કરે છે અને છેલ્લા બે મહિનાથી નાસ્તો ફરતો હતો. તેની પોલીસે અટકાયત કરી લીધી છે. પોલીસના કહેવા પ્રમાણે તેનું બીપી (બ્લડ પ્રેશર) વધારે હોવાને કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.
(વીથ ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT