ખેડાઃ દારુ છૂપાવવા ટ્રકને કરી મોડિફાઈ, જુઓ ક્યાં છૂપાવ્યો છે દારુ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.ખેડાઃ દારૂની હેરાફેરી કરતા તત્વો પોલીસથી બચવા માટે અવનવી યુક્તિ પ્રયુક્તિઓ અજમાવતા હોય છે.ત્યારે પોલીસ પણ આવી યુક્તિઓ સામે પોતાની સુજબુજથી આવા તત્વોના પ્લાનિંગ પર પાણી ફેરવી દેતા હોય છે. આવો જ એક દારૂની હેરાફેરી નો પર્દાફાશ ખેડા એલસીબી દ્વારા કરવામાં આવ્યો છે. કે જેમાં માતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં TATA Turbo ગાડીને મોડીફાઇ કરી તેમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. જેનો પર્દાફાશ કરી પોલીસે 14,16,440 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી ઝડપાયેલ એક ઈસમ તથા ભાગી ગયેલા આઠ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારીમાં જ્વેલર્સ અને મોબાઈલ શોપને ટાર્ગેટ કરી ચુનો ચોપડતો હેન્ડસમ ઠગ ઝડપાયો

પોલીસની રેડ પડી અને નાસભાગ થઈ
હાલમાં મોટી સંખ્યામાં દારૂની હીરાફેરી પર પોલીસ લગામ લગાવી રહી છે. અને એવામાં ઉતરાણનો તહેવાર નજીક આવતા મોટા પ્રમાણમાં જિલ્લામાં દારૂ આવતો હોવાની તથા હેરાફેરીની શક્યતાને લઈને પોલીસ સઘન પેટ્રોલિંગમાં લાગી ગઈ છે. પેટ્રોલિંગ દરમ્યાન ખેડા એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, માતર નજીક મોતીપુરા ઝાડા વિસ્તાર સીમ ખાતે કેટલાક લોકો ટર્બો ગાડી ને મોડીફાઈ કરી એના તળિયા નીચે દારૂ સંતાડેલો છે અને ભેગા મળી વિદેશી દારૂનું કટીંગ કરવાના છે. જેને લઈને પોલીસે સ્થળ પર છાપો મારતા સ્થળ પર નાસ ભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી હરિયાણાના વરૂણ સોમવીર રઘુવીર લોન્ચબને ઝડપી પાડ્યો હતો. જ્યારે આઠ લોકો ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી TATA Turbo ગાડીનો ઓરીજીનલ નંબર HR 39 E 6555 કબજે કરી છે. જોકે બુટલેગરોએ ગાડીનો નંબર પ્લેટ પણ બદલીને નકલી નંબર પ્લેટ નંબર GJ 03 BW 6233 લગાવી દીધી હતી. તેમાંથી પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની ૩ લાખ ૭૮ હજાર રૂપિયાની 2040 મોટી બોટલો જપ્ત કરી છે.

ADVERTISEMENT

પાટણના લોકદરબારમાં રેન્જ IG સહિતના અધિકારીઓની બોલતી બંધ કરે તેવો કિસ્સો આવ્યો સામે, જાણો શું થયું?

14 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આ સાથે એક મોબાઇલ ફોન, રોકડ રૂપિયા, TATA ટર્બો ટ્રક, ટાટા ટરબોને મોડીફાઇડ કરી લોખંડની બોર બનાવવાની રીંગ તથા ડીઝલ મશીન સહિતનો મુદ્દામાલ મળી કુલ 14,16,440 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે. પોલીસે ફરાર થઈ ગયેલા હરિયાણાની અનિલ કુમાર દહિયા, અમિતકુમાર ઉર્ફે કાલા દહિયા, મૂળ રાજસ્થાન અને હાલ અમદાવાદનો મહાવીરસિંહ ભાટી, જોગાસીંગ રાઠોડ, મહેશ ઉર્ફે ભૂરીયો જયસ્વાલ, મુકેશ ઉર્ફે ભુરીયો ડાભી, દિલીપભાઈ ઉર્ફે દીપો તળપદા ને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

GUJARAT ના નવા DGP તરીકે આ 5 ચહેરાની ચર્ચા, ભાટિયાને જ મળશે એક્સટેંશન

બોર બનાવવાની લોખંડની રિંગ લગાવી દીધી
આ ઈસમોની મોડેસ ઓપરેન્ડી પર નજર કરીએ તો, વિદેશી દારૂની સરળતાથી હેરાફેરી કરવા માટે આ ઈસમોએ ટાટા કંપનીના ટર્બાને મોડીફાઇડ કરી, બોર બનાવવાની લોખંડની રિંગ તથા ડીઝલ મશીન લગાવી હતું. સાથે જ પ્લાસ્ટિકની પાઇપો રાખી ટર્બાની અંદર ગુપ્ત ખાના બનાવ્યા હતા. જે ગુપ્ત ખાનામાં મોટી સંખ્યામાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. બહાર થી કોઈ જુએ તો ટ્રક બોર બનાવવા માટે કૂવો ખોદવા માટેની ટ્રક હોય એવી બનાવી હતી.જોકે એ બિન કર્યક્ષમ હતી. ઉપર થી કોઈને પણ ખ્યાલ ન આવે કે અંદર દારૂનો જથ્થો સંતાડેલો છે. અને માતર ખાતે આજ TATA Turbo ટ્રકમાંથી દારૂનું કટીંગ કરવાના હતા. જોકે પોલીસની‌ સતર્કતાના કારણે આ મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે.

    follow whatsapp

    ADVERTISEMENT