‘ભૂતકાળમાં જે પતંગો કાપવાના હતા તે પેચ લગાવીને કપાયા’- SOUમાં બોલ્યા મનસુખ વસાવા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદાઃ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડો દર્શના બેન દેશમુખ તેમજ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અને પ્રવાસન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ફુગ્ગા ઉડાવીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થતાની સાથે દુનિયાના 18 થી પણ વધારે દેશથી આવેલા પતંગબાજો તેમજ ભારતીય પતંગ બાજો એ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની અંદર અલગ અલગ પતંગ ઉડાવી છે. મોટી સંખ્યામાં પતંગબાજો અહીંયા આવ્યા છે અને તેઓ પતંગ ઉડાવી રહ્યા છે. જેનો નજારો ખુબ જ સુંદર અને અદભુત છે. મન મોહી લે તેવી પતંગો પતંગબાજો ઉડાવી રહ્યા છે. કોઈ ઢીંગલાના આકારની, તો કોઈ ઇગલ આકારની, તો કોઈ એક સાથે 10 થી વધારે પતંગો એક જ દોરીમાં ઉડાવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પ્રવાસીઓ માટે આ કાઈટ ફેસ્ટિવલનું નજરાણુ ખુબ મહત્વનું છે.

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની અકડના કારણે ભુખે મરવાનો વારો, ઘઉના 12 હજાર રૂપિયા

પતંગો સમયની સાથે કપાઈ ગયા- વસાવા
આ દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, આજે નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ગુજરાત ટુરિઝમ વિભાગ, ગુજરાત સરકાર અને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આંતર રાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પંતગોત્સવમાં 18 જેટલા વિદેશી પતંગ રસિયાઓ ઉપસ્થિત રહ્યા છે. ગુજરાતમાંથી પણ અને કેરળ સહિતના અન્ય રાજ્યોથી પણ પતંગ બાજો અહીં પધાર્યા છે. આ પતંગોત્સવ સમગ્ર દેશ અને દુનિયામાં એક આનંદ અને ઉત્સાહ અપાવનારો પ્રસંગ છે. આધ્યાત્મિક રીતે પણ હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં અગત્યનો તહેવાર છે. આદિવાસી વિસ્તારમાં શેરડીથી માંડી બોર, મામા ભાણિયાને આપવાનો આ તહેવાર છે. ઉત્તરાયણને બે ત્રણ દિવસ બાકી છે પરંતુ હવે ઠેરઠેર આ સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યા છે. અમારું માનવું છે કે પતંગ જે રીતે આકાશમાં ઊંચે ઉડે એ રીતે ગુજરાત અને દેશનો વિકાસ થાય. ભૂતકાળમાં જે પતંગો કાપવાના હતા તે પેચ લગાવીને કપાયા પણ હવે વિકાસના કામમાં અમારે વધારે ધ્યાન આપવાનું છે. પતંગો કપાવાના હતા તે સમયની સાથે કપાઈ ગયા હવે વિકાસમાં આપણે પતંગની માફક આગળ વધવાની મારી અપીલ છે.

CMOમાં કરી શકશો સીધી ફરિયાદ, આ રહ્યો વ્હોટ્સએપ નંબર

નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેને કહ્યું કે, આ પતંગોત્સવનું ધાર્મિક અને પરંપરાગત મહત્વ છે. પહેલા તે અમદાવાદમાં ઉજવાતો હતો જ્યારે હવે તે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પણ યોજાવા જઈ રહ્યો છે. ખરેખર તેનો આનંદ થાય છે. નયનરમ્ય વાતાવરણમાં અને માં નર્મદાના સાનિધ્યમાં ઉજવાઈ રહેલા પતંગોત્સવથી ગર્વ થાય છે. નર્મદા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડ્રીમ લેન્ડ છે, વિકાસની હરણફાળમાં નર્મદા જિલ્લો આકાશને આંબી જશે તેમાં શંકાને સ્થાન નથી.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)

    follow whatsapp

    ADVERTISEMENT