CMOમાં કરી શકશો સીધી ફરિયાદ, આ રહ્યો વ્હોટ્સએપ નંબર

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ આમ તો અત્યાર સુધી સરકાર અને સ્થાનીક તંત્ર દ્વારા વિવિધ મામલાઓમાં ઘણા નંબર જાહેર કરવામાં આવ્યા છે, જોકે તેના પર જનતાનું કામ કેટલું થાય છે તે વધારે મહત્વનું છે. આજે સોમવારે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયમાં સીધી ફરિયાદ કરવી હોય તો તેના માટે એક નંબરની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વ્હોટસએપના માધ્યમથી પણ ફરિયાદ કરી શકાય તેવી વાત પણ તેમાં કરવામાં આવી છે. આ માધ્યમથી આપ અહીં સંપર્ક કરવા ઉપરાંત અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વ્હોસએપ નંબરનો ઉપયોગ પણ કરી શકશો.

બનાસકાંઠાઃ આ કૂતરાઓ કેવી રીતે બન્યા ‘કરોડપતિ’?, રસપ્રદ નવાબી ઈતિહાસ

+917030930344 છે વ્હોટ્સએપ નંબર
મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે વ્હોટસએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જે +917030930344 વ્હોટ્સએપ નંબર જાહેર કરાયો છે. જ્યાં જુદા જુદા વિભાગોની ફરિયાદો અથવા અમુક ફરિયાદ એવી હોય કે જે પ્રત્યક્ષ રીતે રૂબરુ કરવાની જરૂરિયાત હોતી નથી. તો તે અહીંથી ફરિયાદ કરીને સીએમઓના ધ્યાન પર લાવી શકાય છે. સીએમઓ આ ફરિયાદોનું નિરાકરણ લાવવા પ્રયત્નશીલ રહેશે. આ નંબર પર અલગ અલગ પ્રકારે ફરિયાદો કરી શકાયશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT