અંબાલાલની આગાહી મુજબ માવઠું નથી પડ્યું, આ તો સુરેન્દ્રનગરમાં કાંઈક અલગ જ ઘટના બની

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરેન્દ્રનગરઃ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી સમયમાં 23થી 29 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આશંકા વ્યક્ત કરાઈ છે. તેમણે કહ્યું કે રાજ્યમાં કેટલાક સ્થળો પર કમોસમી વરસાદ પડી શકે છે. જોકે માવઠું પડવાની હવામાન ખાતા દ્વારા કોઈ જ શક્યતાઓ ન હોવાનું હવામાન વિભાગે કહ્યું છે. પણ અહીં આ તસવીર જોતા લાગે કે અંબાલાલ સાચા પડી ગયા છે પણ તેવું નથી, ખરેખરમાં અહીં તો આભ નહીં પણ જમીન ફાટી હોય તેવો ઘાટ ઘડાયો છે. જમીનમાંથી અચાનક 30 ફૂટ ઊંચા ઉછળતા પાણીએ હાલ બેહાલ કરી મુક્યા છે.

ઝેરી મૌલાના: સોમનાથ મંદિરમાં થતા હતા ખોટા કામ, યુવતીઓ ગુમ થઇ જતી હતી માટે ગઝનવીએ

ખેતરમાં જીરું, ઘઉં અને કપાસ સહિતના હતા પાક
સુરેન્દ્રનગરમાં આવેલા ચુડા તાલુકાના ચોકડી ગામ પાસે સૌથી યોજનાની પાણીની પાઈપલાઈન તૂટી ગઈ હતી. જેના કારણે અહીં ફોર્સથી જતા પાણી જમીનમાંથી ઊંચા ફૂવારા ઉછળ્યા હતા. વડોદથી નાગડકા તરફ જઈ રહેલી પાઈપલાઈનમાં અચાનક ભંગાણ થયું હતું. આ ભંગાણને કારણે જમીનથી અંદાજે ત્રીસેક ફૂટ પાણીના ફૂવારા ઉછળ્યા હતા અને લાખો લીટર પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. અહીં સુધી કે સીમના રસ્તાઓ પણ ધોવાઈ ગયા હતા. ખેતરોમાં જ્યાં પાણી ફરી વળ્યા ત્યાં જીરું, ઘઉં અને કપાસ સહિતના પાક હતા જેનું ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે. જોકે તંત્રને તેનાથી ફરક કેટલો પડે છે તેનો અંદાજ લગાવી શકાતો નથી પણ ચોક્કસ આ જમીન પર વાવણી કરતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. ખેડૂતો સહિત ગ્રામજનો અને આગેવાનોએ આ મામલે તંત્રના અધિકારીઓને જાણ કરી છે. હવે જોવું રહ્યું કે તંત્ર સમસ્યાનું નિરાકરણ અને ખેડૂતોનું વળતર ક્યાર સુધી લાવે છે.

ADVERTISEMENT

BREAKING- અમદાવાદઃ 3.24 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે સારંગપુરથી શખ્સ ઝડપાયો

(વીથ ઈનપુટઃ સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT