Gujarat Rain LIVE Updates: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
ADVERTISEMENT
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 12:33 PM • 16 Jul 2024પોરબંદરમાં વરસાદનું આગમન
પોરબંદર જીલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. જીલ્લાના માધવપુર ઘેડ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સવારના સમયે ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. બરડા પંથકના અનેક ગામો સહિત વિસાવાડા, કેશવ અને મોઢવાડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. તો રાણાકંડોરણામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
- 12:31 PM • 16 Jul 2024નર્મદા ડેમની સપાટી 120 મીટરે પહોંચી
નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 52 સે.મી. નો વધારો થયો છે. હાલમાં ડેમની સપાટી 120.31 મીટર છે. જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ ડેમમાં પાણીની આવક 45,129 ક્યુસેક છે અને કેનાલ હેડ પાવરહાઉસમાંથી કેનાલમાં જાવક – 9731 ક્યુસેક તથા નદીમાં જાવક – 609 ક્યુસેક છે.
- 09:58 AM • 16 Jul 2024ગુજરાત પર એકસાથે ચાર સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે દાસના જણાવ્યા મુજબ, હાલમાં ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. એર સાઈક્લોનિક સર્ક્યુલેશન ઓફ શોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે.
- 09:56 AM • 16 Jul 2024નેત્રંત નજીક ધાણીખૂંટ ડેમનું સૌંદર્ય ખીલી ઉઠ્યું
ભરૂચના નેત્રંગમાં ભારે વરસાદ બાદ ધાણીખૂંટ ડેમનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. ડેમમાંથી પાણી વહેતું થતા ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.
- 09:52 AM • 16 Jul 2024દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 21 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા, છોટા ઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
- 09:50 AM • 16 Jul 2024ઉમરપાડામાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો
ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસું જામી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યનાા 214 તાલુકામાં મેઘમહેર થઈ છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 14 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરુડેશ્વરમાં સાડા પાંચ ઈંચ, નાંદોદમાં 5 ઈંચ, તિલકવાડામાં 4 ઈંચ, નવસારીના ચીખલીમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT