लाइव

Gujarat Rain Live Updates: સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, પાટણ આખું પાણી-પાણી

ADVERTISEMENT

Gujarat Rain Live Updates
ગુજરાતમાં વરસાદ
social share
google news

Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:16 PM • 30 Jul 2024
    આગાહી પ્રમાણે જુઓ ક્યાં કેટલો વરસાદ?

     

  • 05:01 PM • 30 Jul 2024
    અંબાલાલ પટેલની આગાહી

    હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું કે, આગામી 3 અને 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તો 11 અને 12 ઓગસ્ટે ગુજરાતભરમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત 16થી 22 ઓગસ્ટે ગુજરાતભરમાં વરસાદી માહોલ રહેશે. આ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડશે. જેના કારણે નદીઓમાં નવા નીર આવશે તો ડેમમાં પણ પાણીની આવક થશે. 

  • 03:00 PM • 30 Jul 2024
    Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

    રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. હવમાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવામાં અતિભારે વરસાદની આગાહી છે. આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ તો અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલો અલર્ટ અપાયું છે. તો અગામી 5 દિવસ માછીમારીને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

  • 01:16 PM • 30 Jul 2024
    પાટણના રસ્તાઓ પાણી-પાણી

    ઉત્તર ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલ સાંજથી મેઘરાજા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે પાટણમાં ભારે વરસાદથી ચારેકોર પાણી-પાણી થઈ ગયું છે. પાટણની બજારોમાં વરાસાદી પાણી ભરાઈ ગયા છે. તો બસ સ્ટેશનમાં પણ પાણી ઘુસી ગયા છે.  

  • ADVERTISEMENT

  • 01:14 PM • 30 Jul 2024
    Gujarat Rain: દ્વારકામાં ફરી ધમાકેદાર વરસાદ

    આજે વહેલી સવારથી જ દ્વારકામાં વરસાદની ફરી એક વખત ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને માર્ગો ભીના થયા હતા. આટલા વરસાદમાં પણ ભક્તોની શ્રદ્ધા અતૂટ રહી હતી. 56 સીડી પર વરસાદી પાણીનાં વહેતાં નીરમાં ભક્તો વરસાદી પાણીનો આનંદ લેતા નજરે પડ્યાં હતા.

  • 10:58 AM • 30 Jul 2024
    દાહોદમાં વરસાદના કારણે કોઝવે તૂટી ગયો

    દાહોદમાં વરસાદના કારણે કોઝવે તૂટી ગયો, મુંખોસલાથી હોળી પીપળાને જોડતો કોઝવે પ્રથમ વરસાદમાં જ તૂટી ગયો છે. જેના કારણે  લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ કોઝવે પ્રથમ વરસાદમાં જ ગાયબ થઈ ગયો છે. કોઝવે તૂટવાથી શાળાના બાળકો પર સીધી અસર થશે. કોઝવે તૂટવાને કારણે ચારથી પાંચ ગામોનો સંપર્ક તૂટી ગયો છે.

  • ADVERTISEMENT

  • 10:40 AM • 30 Jul 2024
    બનાસકાંઠામાં ખેડૂતો ખુશ-ખુશ

    હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. જ્યારે થરાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

  • 10:39 AM • 30 Jul 2024
    Gujarat Rain: વહેલી સવારથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ

    આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ વિશે વિગતવાર વાત કરીએ તો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ખંભાળિયામાં 1.97 ઈંચ, ખેડામાં 1.54 ઈંચ, પાટણમાં 1.6 ઈંચ વરસાદ નોધાયો છે. ભારે વરસાદને પગલે લાખણીની બજારમાં ભરાયા પાણી છે. ઘૂંટણ સમા પાણી ભરાતા રાહદારીઓ વાહનચાલકોની મુશ્કેલી વધી છે.

  • 10:35 AM • 30 Jul 2024
    અત્યાર સુધીમાં કેટલો નોંધાયો વરસાદ?

    રાજ્યમાં અત્યાર સુધીમાં આ સિઝનનો સરેરાશ 59.33 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે. જ્યાં સરેરાશ 76.45 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 74.43 ટકા વરસાદ નોંધાયો છે. 

  • 10:35 AM • 30 Jul 2024
    Gujarat Rain Update: આજે ક્યાં વિસ્તારોમાં છે આગાહી?

    હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના 3 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 9  જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે કચ્છ, દ્વારકા, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો મોરબી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી, વાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. 

  • 10:34 AM • 30 Jul 2024
    Gujarat Rain: 24 કલાકમાં 213 તાલુકાઓ પાણી-પાણી

    Gujarat Rain Update: ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયરઝોન અને ઑફશૉર ટ્રફ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યના કેટલાકા ભાગોમાં ભારે વરસાદ તો કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.

    24 કલાકના સમયગાળામાં રાજ્યના 213 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ઉત્તર ગુજરાતના મહેસાણામાં નોંધાયો છે. મહેસાણામાં 24 કલાકના સમયગાળામાં 186 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં 167 મીમી, વિસનગરમાં 163 મીમી, વિજાપુરમાં 138 મીમી, લુણાવાડામાં 134 મીમી વરસાદ નોંધાયો છે. 

follow whatsapp

ADVERTISEMENT