लाइव

Gujarat Rain Live Updates: છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં મેઘમહેર, અમદાવાદ, અરવલ્લી, બોટાદમાં સવારથી વરસાદ

ADVERTISEMENT

Gujarat Rain
Gujarat Rain
social share
google news

Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 10:39 AM • 29 Jul 2024
    મહેસાણામાં પણ વરસાદી માહોલ

    મહેસાણા સહિત જિલ્લાભરમાં વરસાદ વરસ્યો છે. મહેસાણા - અમદાવાદ હાઇવે ઉપર વરસાદના કારણે પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. મહેસાણાના હિરાનગર, ગોપીનાળા અને ભમ્મરીયાનાળા વિસ્તારોમાં પાણી ભરાતા નાળું બંધ કરાયું હતું. લાંઘણજ ગામમાં બે ઇંચ વરસાદ વરસ્યો તો વિજાપુરમાં અતિશય વરસાદના કારણે રોડ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કડીમાં પણ સવારથી શરૂ થયેલા વરસાદના કારણે નીચાણવાળા ભાગોમાં તેમજ ગરનાળામાં પાણી ભરાયા હતા.

  • 10:21 AM • 29 Jul 2024
    અરવલ્લી જિલ્લામાં પણ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ

    અરવલ્લી જિલ્લામાં આજે યેલો એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. મોડાસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ચાર રસ્તા, હંગામી બસ સ્ટેશન,અને SBI બેન્ક આગળ પાણી ભરાયા હતા.

     

     

  • 10:04 AM • 29 Jul 2024
    બોટાદ શહેરમાં ધીમીધારે વરસાદ

    બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. બોટાદ શહેરનાં જ્યોતિગ્રામ સર્કલ, નાગલપર દરવાજા, પાળીયાદ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ સહિત વિસ્તારમાં ધીમીધારે વરસાદ તો ગઢડા શહેરમાં પણ સવારથી વરસાદ શરૂ થયો હતો. જિલ્લામાં સારો વરસાદ થાય તેવી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.

  • 10:03 AM • 29 Jul 2024
    અમદાવાદમાં વરસાદી માહોલ

    અમદાવાદ શહેરમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા હતા તો નોકરીએ જતા લોકોને હાલાકી પડી હતી.

  • ADVERTISEMENT

  • 09:59 AM • 29 Jul 2024
    છેલ્લા 24 કલાકમાં ક્યાં-ક્યાં વરસાદ?

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નડિયાદમાં 4.65 ઈંચ. ખેડાના વાસો, દહોદ તથા સંતરામપુરમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો મહુધામાં 2.87 ઈંચ, ઝાલોદમાં 2.71 ઈંચ વરસાદ નોંધાયો હતો.

follow whatsapp

ADVERTISEMENT