મહેસાણા: ઊંઝા ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ, ન.પાના પ્રમુખ બનવા ભારે ખેંચતાણ વચ્ચે 5 સભ્યો ભૂગર્ભમાં ઉતર્યા
Gujarat Politics: ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકામાં ભાજપ આવનારા અઢી વર્ષ માટે સત્તા ટકાવી રાખવા માટે તમામ પાવરનો ઉપયોગ કરી રહ્યું છે. તો બીજી બાજુ ભાજપ…
ADVERTISEMENT
Gujarat Politics: ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકામાં ભાજપ આવનારા અઢી વર્ષ માટે સત્તા ટકાવી રાખવા માટે તમામ પાવરનો ઉપયોગ કરી રહ્યું છે. તો બીજી બાજુ ભાજપ પાસેથી સત્તા ઝુંટવવા માટે કામદાર પેનલ મેદાનમાં આવી છે, અને પોતાના 15 સભ્યો સાથે અજ્ઞાત સ્થળે ચાલ્યા જતા ભાજપના સભ્યોમાં પ્રમુખ પદ માટે અંદરો અંદર ખેંચ તાણ શરૂ થઈ ગઈ છે.
ઊંઝા નગરપાલિકાના પ્રમુખ પદ માટે બે પેનલો સામ સામે
ઊંઝા નગરપાલિકામાં ભાજપ પાસે 19 સભ્યો હતા અને અપક્ષના બે સભ્યો પૈકી એકને સસ્પેન્ડ કરાતા થયેલી પેટા ચૂંટણીમાં ભાજપનો ઉમેદવાર જીત્યો હતો. આમ ભાજપના કુલ 20 સભ્યો છે. જ્યારે બીજી બાજુ કામદાર પેનલના 15 સભ્યો છે. આ સંજોગોમાં કામદાર પેનલને ભાજપ પાસેથી સત્તા આંચકવી હોય તો તેને ભાજપમાંથી જ પાંચ સભ્યો તોડવા જરૂરી બની જાય છે. જ્યારે બીજી બાજુ ભાજપ દ્વારા પ્રમુખ પદને લઈને આપવામાં આવનાર મેન્ડેટની સામે ભાજપના જ કેટલાક સભ્યો પડે તેમ હોય કામદાર પેનલ સાથે મળીને તેઓ સત્તા ઉપર આવવાની કોશિશ કરતા પણ જોવા મળી રહ્યા છે.
ભાજપના 5 સદસ્યો ગુમ
ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ પદ તેમજ સત્તા ટકાવી રાખવા માટે ભાજપ રાજકીય પેંતરા રચી રહ્યુ છે. ત્યારે જાણવા મળ્યા મુજબ ભાજપના પાંચ સદસ્યો હાલમાં ગુમ છે. જો તેઓ 13 તારીખે આયોજિત પાલિકાની મતદાન પ્રક્રિયામાં હાજર ન રહે, તો કામદાર પાર્ટી મેદાન મારી જઈ શકે છે.
ADVERTISEMENT
સત્તા ટકાવી રાખવા માટે ભાજપે શામ-દામ દંડની નીતિ અપનાવી હોવાનું પણ ચર્ચા થઈ રહી છે. ભાજપ સામે મજબૂતાઈ પૂર્વક મોરચો માંડીને બેઠેલા કામદાર પેનલના કેટલાક સભ્યોને ત્યાં પોલીસ તેમજ ફૂડ વિભાગની રેડની કામગીરી કરાઈ હોવાની પણ ચર્ચા છે. જેમાં કામદાર પેનલના મજબૂત નેતા ગણાતા મણીભાઈ ઘીવાળા ને ત્યાં પોલીસ, તેમજ ફૂડ વિભાગની રેડ કરાઈ હતી. તે જ રીતે ધમા મિલનના ખાસ મનાતા અને પિતરાઈ ભાઈ એવા ભરતભાઈ પટેલની ફેક્ટરી સહિતના સભ્યોના ધંધાના સ્થળે પોલીસે પહોંચી જઈ કરેલી કાર્યવાહીએ રાજકીય ગરમાવો સર્જ્યો છે.
(કામિની આચાર્ય)
ADVERTISEMENT
ADVERTISEMENT