પંચમહાલઃ દલિત વિદ્યાર્થીને પાઈપ વડે માર મારવા મામલે પોલીસ અને વિદ્યાર્થીઓએ શું કહ્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ પંચમહાલ જિલ્લાની જલારામ હોમિયોપેથિક કોલેજ હાલમાં વિવાદોમાં છે. આ વખતે કોલેજ એક દલિત વિદ્યાર્થીને માર મારવાના મુદ્દે વિવાદમાં આવી છે. મહીસાગર જિલ્લાનો વિદ્યાર્થી જે લુણાવાડામાં રહે છે તે જલારામ હોમિયોપેથિક કોલેજમાં ડોક્ટરીનો અભ્યાસ કરે છે. ડોક્ટરીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે તેનું નામ જૈમીન ચૌહાણ છે. આ વિદ્યાર્થીને કોલેજના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ વિજય પટેલ દ્વારા ઢોર મારવામાં આવ્યો છે તેવી વાત બહાર આવી છે. આ વિદ્યાર્થીને પીવીસીની પાઇપ વડે માર મારવામાં આવ્યો છે તેનો કુશૂર એટલો હતો કે તે પરીક્ષાની વાયવામાં ગેજેટ લીધા વગર આવ્યો હતો અને બીજા વિદ્યાર્થીની બુક લઈને તે બેઠો હતો. પરીક્ષાના પ્રેક્ટીકલમાં જનરલ નહીં લાવવાને કારણે જૈમીનને માર મારવામાં આવ્યો હતો.

ટ્રસ્ટી પંચમહાલનું મોટુ માથું
આ વાતની હકીકત શહેરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદના રૂપે નોંધવામાં આવી છે. જૈમીનની બે બહેનો છે તેના માતા પિતા પ્રાઇમરિ સ્કૂલમાં ટીચર છે. આ પરિવારે ન્યાયની માંગણી કરી છે. આપને જણાવી દઈએ કે જલારામ ઇન્સ્ટિટયૂટમાં ડોક્ટરીનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ હોમિયોપેથિક ડોક્ટરો પણ બને છે અને આ કોલેજના ટ્રસ્ટી વિજયભાઈ પટેલ પંચમહાલ જિલ્લામાં અનેક કોલેજોમાં વર્ગ ધરાવે છે સાથે સાથે વિજયભાઈ પટેલ બીજેપી પંચમહાલ જિલ્લાના તરીકે પણ કામગીરી કરે છે. તેઓનું શૈક્ષણિક ક્ષેત્રે એકાદું નામ છે. બીજેપીના કારણે તેઓ શિક્ષણ જગતમાં આગળ પડતું નામ ધરાવે છે, પરંતુ ક્યાંકને ક્યાંક સત્તાના નશામાં વિજયભાઈ પટેલ પોતાની કોલેજમાં દબદબો જમાવવામાં જૈમીન સાથે હાથાપાઈ પર ઉતરી આવ્યા તેઓને ચાર પાંચ ઝાપોટો મારી ક્લાસની બહાર કાઢીને અંગુઠા પકડાવ્યા અને ત્યારબાદ પીવીસી પાઇપ વડે તેને ગડપ ગદા પાટુનો માર્ગ વામાં આવ્યો છે બસ આ જ વાતને લઈને પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાંથી ડોક્ટરના અભ્યાસ માટે જલારામ ઇન્સ્ટિટ્યૂટમાં આ વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા માટે આવે છે. તેના જ કારણે ડોક્ટર વિજય પટેલ અને જલારામ ઇન્સ્ટિટ્યૂટ આજે ચર્ચાનો મુદ્દો સમગ્ર પંચમહાલ મહીસાગર ખાતે ટોક ઓફ ધ ટાઉન ચાલી રહ્યો છે, તેમજ બીજેપીના કાર્યકર્તાઓમાં પણ હવે શું થશે તેવી ચર્ચાઓ થઈ રહી છે.


વિદ્યાર્થીઓ કાંઈક જુદુ જ કહે છે
આ ઘટના સામે આવતા જ અમારા ગુજરાત તકના પત્રકાર શાર્દૂલ ગજ્જર દ્વારા અહીંના કેટલાક તબીબી વિદ્યાર્થીઓ સાથે વાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રેક્ટીકલ પરીક્ષા ચાલુ છે ત્યારે વિદ્યાર્થીએ વ્હાઈટનરનો ઉપયોગ કરીને પોતાનું નામ બીજાની જનરલ પર લખી દીધું હતું. જે મામલે સાહેબ તે વિદ્યાર્થીને બોલ્યા હતા. જોકે ફરિયાદમાં તેમને માર માર્યાની વાત કરી છે તે ખોટી છે, હા ઊંચા અવાજે બોલ્યા હતા પરંતુ માર માર્યો ન હતો. અન્ય એક વિદ્યાર્થીએ જ આ જ પ્રમાણે વાત કરી હતી. સાહેબ બોલ્યા હતા પરંતુ માર્યું નથી.

ADVERTISEMENT


પોલીસે કહ્યું
આ અંગે પોલીસ અધિકારી એસ બી કુંપાવત સાથે વાત કરતા તેમણે કહ્યું કે, શહેરા પોલીસ મથકે એટ્રોસિટી અંતર્ગત ગુનો દાખલ કરાયો છે. 17મીએ તેમની વાયવા એક્ઝામ હતી તેવા વિદ્યાર્થી જે પોતે પોતાની જનરલ ભૂલી ગયા હતા અને તેમણે બીજા આગલા વર્ષના વિદ્યાર્થીની જનરલ લઈને બેઠા હતા. જેમાં પ્રિન્સિપાલે કહ્યું કે તમે કેમ બીજાની જનરલ લીધી છે. ફરિયાદ પ્રમાણે બે ત્રણ લાફા માર્યા હતા, જાતિ વિષયક શબ્દો બોલ્યા હતા. તેમને ક્લાસની બહાર કાઢી અંગુઠા પકડાવ્યા હતા. શહેરામાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT