Gujarat News: MLA ધવલસિંહે કર્યા પૂર્વ કલેક્ટર નરેન્દ્ર મીણા પર 5 કરોડની કટકીના આરોપ
Gujarat News: બાયડના અપક્ષ ધારાસભ્યએ આજે પૂર્વ કલેક્ટર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પૂર્વ કલેક્ટર નરેન્દ્ર મીણા પર કટકી કર્યાના આરોપ…
ADVERTISEMENT
Gujarat News: બાયડના અપક્ષ ધારાસભ્યએ આજે પૂર્વ કલેક્ટર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પૂર્વ કલેક્ટર નરેન્દ્ર મીણા પર કટકી કર્યાના આરોપ લગાવ્યા છે. તેમણે ગેરરીતી અને 10 કરોડના કામમાં 3થી 4 કરોડના કામમાં ગેરરીતિ થયાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે તેઓ આ અંગે વિજીલન્સમાં રજૂઆત કરવાનો છું અને જિલ્લામાં ચાલી રહેલી અન્ય ગેરરીતિઓ મામલે હું તપાસ કરી રહ્યો છું.
ધારાસભ્ય ધવલસિંહે કહ્યું કે, પૂર્વ કલેક્ટર નરેન્દ્ર મીણાની અધ્યક્ષતામાં ગેરરીતિ થઈ છે. ખાણ ખનીજ વિભાગની ગ્રાન્ટનો સદઉપયોગ થયો નથી. 10 કરોડની ગ્રાન્ટમાં 3થી 4 કરોડના કામ થયા બાકીના રૂપિયામાં ગેરરીતિ થઈ છે. ભ્રષ્ટાચારના મુખ્ય સુત્રધાર પૂર્વ અધિકારીઓ છે. હું આ મામલે વિજીલન્સમાં રજૂઆત કરવાનો છું. આ ઉપરાંત ચાલી રહેલી અન્ય ગેરરીતિઓ મામલે પણ હું તપાસ કરી રહ્યો છું.
Gujarati BSF News: ગુજરાત BSFના નવા IG તરીકે દિપક ડામોરની નિમણૂક
સ્માર્ટ ક્લાસના નામે સ્માર્ટ કટકીના લાગ્યા આરોપ
તેમણે કહ્યું કે આરઓ પ્લાન્ટ, રમતના સાધનો, સીસીટીવી કેમેરા નાખવામાં પણ કૌભાંડ થયું છે. 75 હજારના આરઓ પ્લાન્ટની ખરીદી વધુ રકમ પર કરવામાં આવી છે. સીસીટીવી બ્રાન્ડમાં કોટેશન લીધા છે. દરેક શાળામાં 2.5 લાખની ગ્રાન્ટ ફાળવાઈ છે પણ કિંમત માત્ર 1.5 લાખ રૂપિયા જ છે સમાર્ટ ક્લાસ, અન્ય સુવિધાઓ પાછળ અઢી લાખ જેટલો ખર્ચ થાય છે પણ સ્માર્ટ ક્લાસ બનાવવામાં 5 લાખ ફાળવાયા છે. સમાર્ટ ક્લાસના નામે અન્ય કોઈ વ્યક્તિ કે એજન્સીને ફાયદો કરાવાયો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે.
ADVERTISEMENT
તેમણે એવું પણ કહ્યું કે, માત્ર કલેક્ટરની જ સંડોવણી હોય તેવું પણ કહી શકાય નહીં જે કલેક્ટર હોય તેની સામે કાર્યવાહી થઈ શકે છે. વધારાના કામો કોના ફાયદા માટે કરાયા છે. ખરીદાયેલી ચીજો માત્ર 4 કરોડ રૂપિયામાં થાય છે જો યોગ્ય તપાસ નહીં થાય તો કોર્ટમાં જવાની પણ તૈયારી ધારાસભ્ય ધવલસિંહે દર્શાવી છે.
ADVERTISEMENT