અમદાવાદઃ 28 કરોડમાં વિદ્યાર્થીઓ સહિત ઘણાને છેતર્યા પછી પિતા પકડાઈ ગયા, પુત્ર ફરાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે, પણ અહીં એવું થઈ રહ્યું છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા અને ધૂતારા હોય ત્યાં સાયબર પોલીસ, સાયબર પોલીસ સતત લોકોને ચૂનો લગાડતા આવા ઘણા શખ્સોની પાછળ લાગેલી છે અને ઓનલાઈન ફ્રોડના વધતા કેસ વચ્ચે પોતાને પણ એટલા જ અપગ્રેડ કરવા લાગી છે. વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બહાને છેતરપિંડી કરતા પિતા પુત્ર સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે 28.78 કરોડની ફરિયાદ નોંધી પોલીસે પિતાની ધરપકડ કરી છે. જોકે આરોપી પુત્ર ફરાર છે. પોલીસે આરોપીના બેંક એકાઉન્ટની માહિતી મેળવી તેમના સુધી પહોંચી હતી.

સોફ્ટવેર ડેવલપમેન્ટમાં ઈન્વેસ્ટમેન્ટ પર 30 ટકા રિટર્ન
અમદાવાદ સાઇબર ક્રાઇમ પકડેલા આરોપીનું નામ ઠાકરશી આનંદભાઈ ખેની છે. જે મૂળ સુરતના વરાછા વિસ્તારનો રહેવાસી છે, પરંતુ આરોપી અને તેના દીકરાને અમદાવાદના એક વેપારીને સોફ્ટવેર ડેવલપમેન્ટના ઈન્વેસ્ટમેન્ટ પર 30 ટકાથી વધુનું પ્રોફિટ બતાવી છેતરપિંડી કરી હતી. ફરિયાદી પાસેથી આરોપીએ 28 કરોડ 87 લાખ 88 હજાર 720 રૂપિયાની છેતરપિંડી કરી હતી. આરોપીઓ યસ વર્લ્ડ પ્રોડ્યુસ પ્રાઇવેટ લિમિટેડ નામે કંપની ધરાવી અલગ અલગ સ્કીમ હેઠળ રોકાણ કરાવતા હતા. જેમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બહાને પણ છેતરપિંડી કરવામાં આવતી હતી.

અમદાવાદના ઉદ્યોગપતિ સાથે 2 કરોડની હનીટ્રેપ મામલે રાજસ્થાનથી શખશ ઝડપાયો

બેન્ક એકાઉન્ટ સહિતની વિગતોથી પોલીસ પહોંચી આરોપી સુધી
અમદાવાદ સાયબર ક્રાઈમ માં 28 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ ઠાકરસિભાઈ ખેની અને તેમના દિકરા સાવન ખેનીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં આરોપીએ વાપરેલા મોબાઈલ નંબર, બેન્ક એકાઉન્ટની વિગતો તથા આઈએમઈઆઈ નંબર અને આપી તેમાંથી સરનામુ મેળવી આરોપીની શોધખોળ કરતા ઠાકરશી ખેની સુરત ખાતેથી મળી આવ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદથી ઘરપકડ કરવામાં આવી હતી. જોકે તેનો પુત્ર હજી પણ ફરાર છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ADVERTISEMENT

અમદાવાદની જમીન ધસી રહી હોવાનો રિપોર્ટ! જાણો દર વર્ષે કેટલો તફાવત આવી રહ્યો છે..

2016થી સોફ્ટવેર કંપની ચલાવે છે આ શખ્સો
સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે આરોપી પિતા પુત્ર 2016થી સોફ્ટવેર કંપની ચલાવે છે અને કસ્ટમર પાસેથી બેંકમાં રૂપિયા જમા કરાવવા, સ્ટુડન્ટોને ટેબલેટ આપવા, રોકાણમાં વધુ નફો આપવા, વગેરે જેવી અલગ અલગ સ્કીમ બનાવી લોકો સાથે છેતરપિંડી કરે છે. જેથી પોલીસે આરોપીના મોબાઇલ અને કોમ્પ્યુટર જમા કરી આરોપીઓએ કેટલા રૂપિયા ક્યારે કોની પાસેથી મેળવ્યા તે અંગે તપાસ હાથ ધરી છે જેથી કરી આરોપી વિરુદ્ધ વધુ ફરિયાદો થઈ શકે.

    follow whatsapp

    ADVERTISEMENT