लाइव

Gujarat News 9 January LIVE: UAEના રાષ્ટ્રપતિનું અમદાવાદમાં આગમન, પીએમ મોદીના રોડ શોમાં લોકોની ભીડ ઉમટી

ADVERTISEMENT

gujarat-latest-live-news-and-breaking-news-9-january-2024-political-events-weather-updates-daily-breaking-news-top-headlines
gujarat-latest-live-news-and-breaking-news-9-january-2024-political-events-weather-updates-daily-breaking-news-top-headlines
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:57 PM • 09 Jan 2023
    UAEના રાષ્ટ્રપતિનું અમદાવાદમાં આગમન
    UAE ના રાષ્ટ્રપતિનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી અને સીએમએ કર્યું સ્વાગત, એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. હાલ પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો રોડ શો ચાલી રહ્યો છે.
  • 05:37 PM • 09 Jan 2023
    સંગીત સમ્રાટ ઉત્સાદ રાશિદ ખાનનું 55 વર્ષની ઉંમરે નિધન
    પીઢ સંગીતકાર રાશિદ ખાનનું લાંબી બિમારી બાદ નિધન થયુ છે. તેઓની ઉંમર 55 વર્ષ હતી.
  • 03:47 PM • 09 Jan 2023
    ટ્રેડ શોના આકર્ષણના કેન્દ્રો
    ગુજરાત ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ,જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ,પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ,ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન,એરક્રાફ્ટ અને આનુષંગિક ઉદ્યોગો,નવીનીકરણીય ઊર્જા, સેમિકન્ડક્ટર અને ઈએસડીએમ ફિનટેક, સાયબર સુરક્ષા, એઆઈ, મશિન લર્નિંગ સહિતના ઉદ્યોગો આ ટ્રેડ શોના આકર્ષણના કેન્દ્રો રહેશે.
  • 02:10 PM • 09 Jan 2023
    આજે વડાપ્રધાન UAE નાં રાષ્ટ્રપતિ સાથે રોડ શો કરશે
    વડાપ્રધાન મોદી અને UAE ના રાષ્ટ્રપતિના રોડ શો દરમિયાન ગરબાની રજૂઆત કરવામાં આવશે. ઈન્દિરા બ્રીજની પાસે સ્ટેજ બનાવવામાં આવ્યું છે.
  • ADVERTISEMENT

  • 02:08 PM • 09 Jan 2023
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાનનાં મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિ, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં ઇન્ટરનેશનલ અફેર્સનાં વાઇસ મિનિસ્ટર સાથે બેઠક યોજી
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જાપાનનાં મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિ, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં ઇન્ટરનેશનલ અફેર્સનાં વાઇસ મિનિસ્ટર શ્રીયુત હોસાકા શીન અને પ્રતિનિધિ મંડળે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવતીકાલથી પ્રારંભ થનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડીમાં સહભાગી થવા તેઓ તેમનાં બિઝનેસ ડેલીગેશન સાથે ગુજરાત આવેલાં છે. મુખ્યમંત્રીએ જાપાનમાં તાજેતરમાં આવેલાં ભૂકંપે જે સ્થિતી સર્જી છે તેમાંથી જાપાન ઝડપથી બેઠું થઈ રહ્યું છે તેની આ બેઠકની વાતચીત દરમિયાન સરાહના કરી હતી.
  • 11:42 AM • 09 Jan 2023
    મોહમ્મદ શમીનું અર્જુન એવોર્ડથી સન્માન
    ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિના હસ્તે શમીને આજે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
  • ADVERTISEMENT

  • 10:14 AM • 09 Jan 2023
    ગોધરાની રાજ્ય વેરા કચેરીના નિરીક્ષક ₹5,000 ની લાંચ લેતા ઝડપાયા
    રાજ્ય વેરા નિરીક્ષક પુષ્પક પંચાલ રૂ.5000 ની લાંચ લેતા ગોધરા ACBના હાથે ઝડપાયા. ફરિયાદીએ નવીન જીએસટી નંબર મેળવવા માટે કરેલી અરજીના ફિઝિકલ વેરિફિકેશન વખતે ₹5,000 ની લાંચ માંગી હતી. હાલમાં રૂ.5000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયેલા પુષ્પક પંચાલને ગોધરા એસીબી કચેરી ખાતે લાવી વધુ કાર્યવાહી હાથ ધરાઈ.
  • 07:15 AM • 09 Jan 2023
    રાજ્યમાં આજે ક્યાં વરસાદની આગાહી?
    હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે મંગળવારે પણ કેટલાક જિલ્લાઓમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ પડી શકે છે.
  • 12:28 PM • 09 Jan 2024
    PM મોદી આજે ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે
    વાઈબ્રન્ટ સમિટ પહેલા PM મોદી આજે બપોરે ગાંધીનગરમાં ટ્રેડ શૉનું ઉદ્ધાટન કરશે. 'ગ્લોબલ ટ્રેડ શો' માં વિઝિટીંગ તરીકે 100 દેશ, જ્યારે પાર્ટનર તરીકે 33 દેશો ભાગ લેશે. જે બાદ સાંજે યુએઇના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર હોટલ લીલા સુધી મેગા રોડ શો યોજશે. એરપોર્ટ પરથી ઈન્દિરા બ્રિજ સુધી બંને નેતાઓનો રોડ શો યોજાશે.
follow whatsapp

ADVERTISEMENT