Gujarat News LIVE Updates: રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું નિધન, સુરતમાં વરસાદી માહોલ
Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 04:39 PM • 08 Jun 2024જગત પાવન સ્વામી પર દુષ્કર્મનો આરોપ
Vadodara News: વડતાલ સંપ્રદાયના વાડી સ્વામિનારાયણ મંદિરના જગત પાવન સ્વામી પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. પીડિત યુવતીએ વાડી પોલીસ મથકે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવી છે. વડતાલ સંપ્રદાયના વાડી સ્વામિનારાયણ મંદિરના જગત પાવન સ્વામી પર ફરિયાદ નોંધાવવા માટે વાડી પોલીસ સ્ટેશન પહોંચેલી ફરિયાદી યુવતીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, આ ઘટના વર્ષ 2016ની છે અને હું આજે ફરિયાદ નોંધાવવા માટે આવી છું. હું જગત પાવન સ્વામી સામે ફરિયાદ નોંધાવવા આવી છું, તેઓ 2016માં વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે કોઠારી સ્વામી હતી.
- 02:30 PM • 08 Jun 2024પુત્રના વિયોગમાં પિતાનું અવસાન
રાજકોટ અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્રના વિયોગમાં પિતાનું પણ મોત નિપજ્યું હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રાજકોટ અગ્નિકાંડામાં મૃત્યુ પામેલા વિશ્વરાજસિંહ જાડેજાના પિતા જશુભા જાડેજા બે દિવસથી દિકરાના નામનું રટણ કરી રહ્યા હતા. જશુભા જાડેજાનું પુત્રનાં વિયોગમાં નિધન થયું છે. પુત્ર બાદ પિતાનાં અવસાનથી પરિવારમાં ઘેરો શોક વ્યાપી જવા પામ્યો છે.
- 12:43 PM • 08 Jun 2024સુરતમાં તથ્યકાંડ જેવા અકસ્માતની ઘટના બની
Surat Accident News: સુરતમાં તથ્યકાંડ જેવા અકસ્માતની ઘટના બની છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં શુક્રવારે રાત્રે રોડ પર તેજ ગતિએ દોડી રહેલી કારે રોડની બાજુમાં પોતાના વાહનો સાથે બેઠેલા અનેક લોકોને ટક્કર મારી હતી. જેમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. સુરતના ઉત્તરણ પોલીસે આ અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરી છે.
- 12:42 PM • 08 Jun 2024અમરેલીમાં ઇન્ટર ડોકટરોના ધરણા
અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર ડોકટરો દ્વારા ધરણાં પ્રદર્શન યથાવત્ છે. ઇન્ટર ડૉક્ટરો છઠ્ઠા દિવસે પણ ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે. 2 ઈન્ટર ડોક્ટરોને કાળઝાળ તડકાને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એક હાથમાં છત્રીઓ અને બીજા હાથમાં પ્લે કાર્ડ સાથે ડોકટરો ધરણાં કરી રહ્યા છે. છ દિવસથી મેનેજમેન્ટ સામે ઓછા સ્ટાઈફંડ મુદ્દે ઇન્ટર ડોકટરો ધરણાં કરી રહ્યા છે.
- 10:00 AM • 08 Jun 2024છોટાઉદેપુર જિલ્લામાં પડ્યો વરસાદ
હવામાન વિભાગની આગહી મુજબ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે છોટાઉદેપુર જિલ્લા સહિતના વિસ્તારોમાં 7 જૂનથી 11 જૂન સુધી વરસાદ વરસી શકે છે. ત્યારે આ આગાહી સાચી પડતાં આજે સવારથી જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ક્વાંટ તાલુકામાં વરસાદ વરસ્યો હતો, છોટાઉદેપુર જિલ્લામાં આજે વરસાદ વરસતાં વાતવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
- 09:55 AM • 08 Jun 2024સુરતમાં પડ્યા વરસાદી ઝાપટા
હવામાન વિભાગની આગાહીને પગલે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના અલગ-અલગ વિસ્તારમાં આજે વહેલી સવારે વરસાદી ઝાંપટા પડ્યા હતા. શહેરના કતારગામ, ડભોલી, અડાજણ, રાંદેર, અઠવા ગેટ, રિંગરોડ, વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી છે.
- 09:53 AM • 08 Jun 2024રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું નિધન
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું આજે વહેલી સવારે હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં નિધન થયું છે. તેમણે સવારે 3.45 કલાકે અંતિમ શ્વાસ લીધા. રામોજી રાવને હાઈ બ્લડ પ્રેશર અને શ્વાસ ફૂલવાની સમસ્યા બાદ ગત 5 જૂનના રોજ સ્ટાર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જ્યાં તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આજે સવારે તેઓનું દુઃખદ અવસાન થયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT