लाइव
Gujarat News 8 February LIVE: પાકિસ્તાનમાં મોબાઈલ સેવા પર પ્રતિબંધ, ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની બેઠક
Gujarat News 7 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News 9 February LIVE
लाइव-ब्लॉग समाप्त हुया।
- 10:56 AM • 08 Feb 2023નડાબેટ ભારત-પાકિસ્તાન બોર્ડરે ઝીરો લાઈનનો રસ્તો બંધ કરાયોનડાબેટ ભારત-પાકિસ્તાન બોર્ડર ઝીરો લાઈનનો રસ્તો થોડા દિવસો માટે બંધ કરાયો. રસ્તાની રીનોવેશન કામગીરીને લઈ માર્ગ થોડા દિવસો માટે બંધ કરાયો છે. રસ્તાની રીનોવેશન કામગીરી દરમિયાન નડાબેટ સીમા દર્શનના પ્રવાસે જઈ રહેલા પ્રવાસીઓ 0 લાઈન સુધી પહોંચી નહીં શકે. નાડેશ્વરી માતાનું મંદિર તેમજ ટી જંક્શનના આકર્ષણઓ કાર્યરત રહેશે. બોર્ડર સિક્યુરિટી ફોર્સના સૂત્રોના જણાવ્યા અનુસાર રસ્તાનું રીનોવેશન થયા બાદ જ પ્રવાસીઓ 0 પોઇન્ટ પહોંચી શકશે.
- 10:27 AM • 08 Feb 2023ઓખા-બેટ દ્વારકા ફેરી બોટ સર્વિસ બંધ કરાઈઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બધ કરવામાં આવી. હવામાન વિભાગની સૂચના બાદ પવનની ગતિમાં વધારો થતાં ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી. ઓખા સ્થિત ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા થોડા સમય માટે ફેરી બોટ સર્વિસ બધ કરવામાં આવી છે, વાતવરણ હળવું થતાં ફરીથી શરૂ કરવામાં આવશે.
- 09:51 AM • 08 Feb 2023ગાંધીનગરમાં Psy ગ્રુપ પર ITના દરોડારાજ્યના પાટનગર ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. Psy ગ્રુપ ઉપર ઇન્કમટેક્સની તવાઈ છે. ગાંધીનગર સેક્ટર 8, 21 સહિતના એરીયાઓમાં ઇન્કમટેક્સ ટુકડીઓ ત્રાટકી છે. ગાંધીનગરમાં જ એક સાથે 27 જગ્યા ઉપર તપાસ ચાલી રહી છે. ઇન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના છે.
- 09:42 AM • 08 Feb 2023પાકિસ્તાનમાં મોબાઈલ સેવા અસ્થાયી રૂપે બંધમતદાન પહેલા અનેક આતંકી ગતિવિધિઓને કારણે પાકિસ્તાનમાં સુરક્ષાના માહોલમાં ગભરાટ જોવા મળ્યો હતો. બગડતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને અને સંભવિત સુરક્ષા જોખમોને ઘટાડવા માટે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. દેશભરમાં મોબાઈલ સેવા અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- 09:42 AM • 08 Feb 2023ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને આજે કોંગ્રેસની મોટી બેઠકગુજરાત લોકસભા ચૂંટણીમાં તૈયારી પર કોંગ્રેસની મોટી બેઠક યોજાવાની છે. આમ આદમી પાર્ટી સાથે સીટ શેરિંગ પર પણ ચર્ચા આ બેઠકમાં થવાની સંભાવના છે.
- 04:12 AM • 08 Feb 20249-10 ફેબ્રુઆરીના રોજ ભારત જોડો ન્યાય યાત્રા નહીં યોજાયકોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું કે, 9 અને 10 ફેબ્રુઆરીના રોજ ભારત જોડો ન્યાય યાત્રામાં આરામ રહેશે. રાહુલ ગાંધી સંસદમાં રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT