लाइव

Gujarat News 5 January LIVE: આવતીકાલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ આવી શકે છે દ્વારકા

ADVERTISEMENT

Gujarat latest live news and Breaking News 05 January 2024
Gujarat latest live news and Breaking News 05 January 2024
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 08:19 PM • 05 Jan 2023
    આવતીકાલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ આવી શકે છે દ્વારકા
    ભારતના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ આવતી કાલે સવારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવી શકે છે શ્રી ડી.વાય. ચંદ્રચૂડ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આવતી કાલે સવારે 10 થી 12 ની વચ્ચે કાળિયા ઠાકોરના દર્શન કરવા આવશે દ્વારકા સહિત સોમનાથ જ્યોતિર્લિંગ દર્શન બાદ રાજકોટ ખાતે નવી કોર્ટના લોકાર્પણ ના કાર્યક્રમમાં હાજરી આપવા આવી શકે છે
  • 07:38 PM • 05 Jan 2023
    T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર
    આગામી સમયમાં વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાનાર 2024 T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. ગ્રુપ Aમાં ભારતનો સામનો પાકિસ્તાન, અમેરિકા, કેનેડા અને આયર્લેન્ડ સામે થશે. ટૂર્નામેન્ટની શરૂઆતની મેચ યુએસએ અને કેનેડા વચ્ચે રમાશે.
  • 05:20 PM • 05 Jan 2023
    કારમાં સવાર 4 લોકોએ જીવ ગુમાવ્યા
    થરાદ-ડિસા હાઈવે પર ખોરડા ગામ પાસે એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. ટ્રક ચાલકે કારને અડફેટે લીધી હતી. જેને કારણે કારમાં સવાર 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. તમામ મૃતક વાવના ડાભલિયા વાસના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાને પગલે પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા સહિતના આગેવાનો સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા.
  • 10:21 AM • 05 Jan 2023
    કચ્છમાં 4.1ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
    કચ્છમાં આજે સવારે ફરી એકવાર ધરા ધ્રૂજી હતી. સવારે 9 વાગ્યાની આસપાસ 4.1ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂંકપનું કેન્દ્ર બિન્દુ ધોળાવિરાથી 59 કિ.મી. દૂર નોંધાયું હતું.
  • ADVERTISEMENT

  • 09:12 AM • 05 Jan 2023
    જુનાગઢના નકલી MLA ને 6 વર્ષની કેદ
    નકલી સોલવંશી સર્ટિફિકેટ બનાવી રોફ જમાવતા MLA ને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. જેની ઉપલેટા કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે ચુકાદો આપતાં ત્રણ-ત્રણ વર્ષની કેદ અને 20-20 હજારનો દંડ ફટકાર્યો હતો. મેંદરડાનો રહેવાસી આ પહેલાં પણ ગોંડલ અને ધોરાજીમાં સમૂહ લગ્નમાં છેતરપિંડી કરી ચૂક્યો છે.
  • 09:08 AM • 05 Jan 2023
    સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
    એકતાનગરમાં આગામી 9 જાન્યુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અકેતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. જેમાં 18 દેશના 34 અને ભારતના 17 મળી કુલ 51 પતંગબાજોના અવનવા કરતબો બતાવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી રેવાના તીરે વ્યૂ-પોઈન્ટ ખાતે આ પતંગ ઉત્સવ યોજાશે. નર્મદાના જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન અને અમલવારી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
  • ADVERTISEMENT

  • 07:32 AM • 05 Jan 2023
    DG-IG કોન્ફરન્સમાં PM MODI: PM DG-IG કોન્ફરન્સમાં હાજરી આપશે
    આજથી જયપુરમાં DG-IG કોન્ફરન્સ યોજાઈ રહી છે. આ કોન્ફરન્સમાં PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ભાગ લેશે. આ કોન્ફરન્સ 5 થી 7 જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં 28 રાજ્યોના પોલીસ ડીજી-આઈજી ભાગ લેશે. આ કોન્ફરન્સ જયપુરના ઝાલાના સ્થિત રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર (RIC) ખાતે યોજાશે. જ્યારે પીએમ મોદી રાજભવનમાં રોકાશે.
  • 02:02 PM • 05 Jan 2024
    Jammu Kashmir Shopian encounter: શોપિયાંમાં આતંકીઓનું એન્કાઉન્ટર શરૂ
    જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના ચોટીગામ વિસ્તારમાં આતંકીઓનું એન્કાઉન્ટર શરૂ થયું છે. શોપિયા પોલીસ, આર્મી અને CRPF આ ઓપરેશન ચલાવી રહ્યા છે.
follow whatsapp

ADVERTISEMENT