लाइव

Gujarat News 4 February LIVE: CR પાટીલે આમ આદમી પાર્ટીને લીધી આડે હાથ, ચોટીલામાં પ્રેમી-પ્રેમિકાએ કર્યો આપઘાત

ADVERTISEMENT

LIVE Updates
LIVE Updates
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 08:23 PM • 04 Feb 2023
    દાદરા નગર હવેલીમાં લોકસભા ચૂંટણી પહેલા શિવસેનામાં ભંગાણ
    ચૂંટણી આવતા પહેલાં સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી શિવસેનામાં ભંગાણ જોવા મળ્યું. શિવસેનાના ત્રણ પ્રદેશ યુવા અગ્રણીઓ મનસેમાં જોડાતા દાદરા નગર હવેલીનું રાજકરણ ગરમાયુ. મુંબઈમાં રાજ ઠાકરેની હાજરીમાં યુવા અગ્રણીઓએ મનસે પાર્ટીમાં પ્રવેશ કર્યો. દિગેશ જોશી, ઇમરાન શેખ અને હિતેશ મોરે સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ મનસેમાં જોડાયા. દાદરા નગર હવેલી ખાતે વર્તમાન સાંસદ કલાબેન ડેલકર ઉદ્વવ ઠાકરેની શિવસેના પાર્ટીના સાંસદ છે. લોકસભા ચૂંટણી પહેલા શિવસેનામાં ભંગાણથી રાજકીય માહોલ ગરમાયો હોવાની ચર્ચા.
  • 08:23 PM • 04 Feb 2023
    મહેસાણામાં કોંગ્રેસના બે આગેવાનો પર પાર્ટીની કાર્યવાહી
    મહેસાણા: લોકસભાની ચૂંટણી ટાણે જ મહેસાણાના બે કોંગી આગેવાનો સામે શિસ્તની કાર્યવાહી. મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્ય અને જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા હર્ષદભાઈ પટેલને હોદ્દા ઉપરથી દૂર કરાયા. જ્યારે વિજાપુરના આગેવાન તેમજ પ્રદેશના મહામંત્રી વિજય પટેલને ગેરશિસ્ત બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. કહેવાય છે કે બંને કોંગી આગેવાનો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય સી.જે. ચાવડા દ્વારા બોલાવવાથી બેઠકોમાં આ બંને કોંગી આગેવાનો હાજર રહેતા હોવાની કોંગ્રેસમાં ફરિયાદ ઉઠી હતી. બંને કોંગી આગેવાનો સામે પ્રદેશ કોંગ્રેસની શિસ્ત સમિતિએ કાર્યવાહી કરી. ગત વિધાનસભાની ચૂંટણી ટાણે વિજાપુર બેઠક ઉપર સીજે ચાવડાને જીતાડવા માટે આ બંને કોંગી આગેવાનોએ ભારે મહેનત કરી હતી.
  • 05:55 PM • 04 Feb 2023
    ચોટીલામાં પ્રેમી-પ્રેમિકાએ કર્યો આપઘાત
    સુરેન્દ્રનગર-ચોટીલાના હાઈવે પર આવેલા ઋતુરાજ ગેસ્ટહાઉસમાં પ્રેમી-પ્રેમિકાએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે. કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લઈ પ્રેમી યુગલે જીવન ટુકાવતા ખળભળાટ મચી ગયો છે. પાયલ બેન પરાલિયા અને રાહુલ મેટાલિયા નામના યુવકે આત્મહત્યા કરીને જીવન ટુકવ્યું છે. બંને ઋતુરાજ ગેસ્ટહાઉસમાં આવેલ રૂમ નંબર 106માં કપાસની દવા પી લઈ આત્મહત્યા કરી લીધો છે. હાલ પોલીસે પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી...
  • 04:29 PM • 04 Feb 2023
    સી.આર પાટીલના AAP પર પ્રહાર
    આણંદમાં એક કાર્યક્રમ દરમિયાન સી.આર.પાટીલે આમ આદમી પાર્ટી (AAP)ને આડે હાથ લેતા કહ્યુ કે, "ખબર છે ને એક મહાઠગ આવ્યા હતા. બધાને ઠગવાનો પ્રયત્ન કર્યો. પણ એમને ખબર નથી કે આ ગુજરાતની સ્વાભિમાની પ્રજા છે, એમને આવી કોઈ લોભ લાલચ આપીને લલચાવી નહીં શકાય. ગુજરાતની જનતાએ જડબાતોડ જવાબ આપ્યો અને 126 સીટો પર ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. કોંગ્રેસની 44 સીટ પર ડિપોઝિટ જપ્ત થઈ ગઈ.
  • ADVERTISEMENT

  • 02:56 PM • 04 Feb 2023
    જયેશ રાદડિયાએ ઠાલવ્યો મનનો ઊભરો
    જામકંડોરણા ખાતે યોજાયેલા 351 દીકરીઓના સમૂહ લગ્નમાં જયેશ રાદડીયાના ધારદાર ભાષણે વિઠ્ઠલ રાદડિયાની યાદ અપાવી હતી. જયેશ રાદડીયાએ પોતાના લેઉવા પટેલ સમાજને ઠપકો આપતા કહ્યું કે, સમાજની વાત આવી છે ત્યારે મે મારું રાજકારણ એક બાજુ રાખ્યું છે, સમાજના નામે રાજકારણ કરતા હોય એને પણ કહ્યું છે કે સમાજના નામે રાજકારણ રહેવા દેજો. સમાજના વ્યક્તિ આગળ જતાં હોય તો એને સહકાર આપજો, સમાજનો કોઈ આગેવાન ઊભો થતો હોય, આગળ જતો હોય એને પાડી ના દે તો એ લેઉવા પટેલ સમાજ ન કહેવાય. તેમણે આગળ કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પછી હજુ સુધી બીજો સરદાર સમાજને નથી મળ્યો એ સમાજની કમનસીબી કહેવાય. મજબૂત આગેવાન હોય એને સ્વીકારજો, માયકાંગલા હોય એને સ્વીકારતા નહીં. સમય હવે એવો આવ્યો છે કે સમાજને એક રહેવું પડશે. સમાજની કમનસીબી છે કે આટલા વર્ષો બાદ પણ આવડા મોટા સમાજને એક રહેવાની હાકલ કરવી પડે.
  • 02:56 PM • 04 Feb 2023
    ચિરાગ પટેલના કેસરિયા
    ખંભાતના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ચિંરા પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે. પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી ચિરાગ પટેલને ભાજપમાં આવકાર્યા. જે બાદ સી.આર પાટીલે કહ્યું કે, ચિરાગે જોખમ લીધું છે, તેમને જીતાડવાની જવાબદારી કાર્યકરોની છે મોદીજીએ પ્રવચન કે સૂત્ર વગર ગરીબી હટાવી છે. ઇન્દિરા ગાંધીએ સૂત્ર આપ્યું હતું કે ગરીબી હટાવો.. પણ ગરીબી હટી ન હટી. મોદીજીએ દેશના ગરીબો માટે સંકલ્પ કર્યો છે. ચિરાગભાઈ સમજી ગયા એટલે બિન શરતી ભાજપમાં જોડાઈ ગયા.
  • ADVERTISEMENT

  • 01:50 PM • 04 Feb 2023
    નામીબિયાના રાષ્ટ્રપતિએ 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
    નામીબિયાના રાષ્ટ્રપતિ હેઝ ગિંગોબનું રવિવારે અવસાન થયું છે. નામીબિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે આ વાતની પુષ્ટિ કરી છે. રાષ્ટ્રપતિ હેઝ ગિંગોબે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કહેવામાં આવી રહ્યું છે કે થોડા દિવસ પહેલા જ તેમને ખબર પડી હતી કે તેઓ કેન્સરથી પીડિત છે. જોકે, હજુ સુધી કોઈએ નિધનનું કારણ જાહેર કર્યું નથી.
  • 12:56 PM • 04 Feb 2023
    આણંદમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું
    આણંદમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું. બોરસદમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પટીલના હસ્તે કોંગી કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. સ્થાનિક સરપંચો, વકીલો, ડેપ્યુટી સરપંચ, ગ્રામ્ય દૂધ મંડળીના ચેરમેનો સહિત અંદાજીત 2500 જેટલા લોકોએ કોંગ્રેસનો હાથ છોડી કેસરિયો ધારણ કર્યો છે. રાજેન્દ્રસિંહ પરમાર, અમિત ચાવડા સહિત ભરતસિંહ સોલંકીના નજીકના લોકો ભાજપમાં જોડાયા છે.
  • 10:52 AM • 04 Feb 2023
    ASIનો જીવ લેનાર બુટલેગર 15 પોલીસકર્મીઓના સંપર્કમાં
    કણભામાં એએસઆઈ પર વાહન ચડાવીને મારી નાખનાર બુટલેગર સાથે અમદાવાદ અને ગાંધીનગરના 15 પોલીસ કર્મીઓના સંપર્ક હોવાનુ સામે આવ્યું છે. બુટલેગર સાથે પોલીસના સંપર્કો હોવાની વિગતો જાહેર થતા જ ડીજીપી વિકાસ સહાયે અમદાવાદ અને ગાંધીનગર શહેર-જિલ્લાના 15 પોલીસ કર્મચારીઓની બદલી કરી નાખી છે.
  • 09:33 AM • 04 Feb 2023
    અમિત શાહ આજે પરિવાર સાથે અયોધ્યામાં
    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પરિવાર સાથે અયોધ્યા રામ મંદિરમાં રામલલાના દર્શન કરશે. 22 જાન્યુઆરીએ પીએમ મોદીના નેતૃત્વમાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વ યોજાયો હતો.
  • 12:24 PM • 04 Feb 2024
    પીએમ મોદી આસામના પ્રવાસે
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 4 ફેબ્રુઆરીએ આસામના પ્રવાસે છે. PM મોદી ગુવાહાટીમાં 11,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટના લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
follow whatsapp

ADVERTISEMENT