Gujarat News 31 March LIVE: GT vs SRH: ગુજરાતે હૈદરાબાદને 7 વિકેટ હરાવ્યું, મિલરે સિક્સર સાથે ખતમ કરી મેચ
Gujarat News 31 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News 31 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 07:02 PM • 31 Mar 2024ગુજરાતે હૈદરાબાદને હરાવ્યું
IPL 2024ની 12મી મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું છે. ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ડેવિડ મિલર વિનિંગ શૉટ ફટકાર્યો. તેમણે 20મી ઓવરમાં જયદેવ ઉનડકટના પહેલા બોલ પર લોન્ગ ઓફ પર સિક્સર ફટકારી હતી.
- 06:49 PM • 31 Mar 2024ગુજરાતને ત્રીજો ઝટકો
ગુજરાતને ત્રીજો ફટકો 138ના સ્કોર પર લાગ્યો. પેટ કમિન્સે સાઈ સુદર્શનને અભિષેક શર્માના હાથે કેચ કરાવ્યો. સુદર્શન 36 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 45 રન બનાવીને આઉટ થયા. હાલમાં ડેવિડ મિલર અને વિજય શંકર ક્રિઝ પર છે. 17 ઓવર બાદ ગુજરાતનો સ્કોર ત્રણ વિકેટે 147 રન છે. ગુજરાતને જીતવા માટે 18 બોલમાં 16 રનની જરૂર છે.
- 06:26 PM • 31 Mar 2024શુભમન પેવેલિયન પરત ફર્યા
નવ ઓવર પછી ગુજરાત ટાઇટન્સે એક વિકેટ ગુમાવીને 74 રન બનાવ્યા હતા. આ પછી સ્ટ્રૈટજી ટાઈમ આઉટ થયો અને ટાઈમ આઉટ બાદ પહેલા જ બોલ પર શુભમન ગિલ આઉટ થયા. ગુજરાતને હવે 89 રનની જરૂર છે. ગિલે 28 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 36 રનની ઈનિંગ રમી હતી.
- 06:24 PM • 31 Mar 2024ગુજરાતને પહેલો ઝટકો
ગુજરાતને પહેલો ફટકો પાંચમી ઓવરમાં 36 રનના સ્કોર પર લાગ્યો. શાહબાઝ અહેમદે રિદ્ધિમાન સાહાને પેટ કમિન્સના હાથે કેચ કરાવ્યો હતો. તેઓ 13 બોલમાં એક ફોર અને બે સિક્સરની મદદથી 25 રન બનાવીને આઉટ થયા હતા. હાલમાં શુભમન ગિલ અને ઈમ્પેક્ટ પ્લેયર સાઈ સુદર્શન ક્રિઝ પર છે. છ ઓવર પછી સ્કોર એક વિકેટે 52 રન છે. હાલમાં સાઈ સુદર્શન નવ રન બનાવીને અને શુભમન ગિલ 18 રન બનાવીને ક્રિઝ પર છે.
- 05:27 PM • 31 Mar 2024હૈદરાબાદે 162 રન બનાવ્યા
સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાત ટાઈટન્સને 163 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા. હૈદરાબાદની ટીમે 20મી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી. મોહિત શર્મા છેલ્લી ઓવર નાખવા આવ્યો હતા. તેમણે આ ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા હતા. બે વિકેટ પણ લીધી હતી. અબ્દુલ સમદ છેલ્લા બોલ પર રન આઉટ થયા હતા. મોહિત શર્માએ કુલ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે હૈદરાબાદ માટે સમદે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેમણે 14 બોલમાં 29 રનની ઇનિંગ રમી હતી. અભિષેકે પણ 20 બોલમાં 29 રનની ઈનિંગ રમી હતી.
- 04:44 PM • 31 Mar 2024હૈદરાબાદને ચોથો ઝટકો
સનરાઈઝર્સ હૈદરાબાદને 14મી ઓવરમાં 108 રનના સ્કોર પર ચોથો ઝટકો લાગ્યો. રાશિદ ખાને ખતરનાક દેખાતા હેનરિક ક્લાસેનને ક્લીન બોલ્ડ કર્યો. બોલ્ડ થયા બાદ ક્લાસેન ખૂબ જ નારાજ દેખાયો. તે 13 બોલમાં એક ફોર અને બે સિક્સરની મદદથી 24 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં શાહબાઝ અહેમદ અને માર્કરામ ક્રિઝ પર છે. 14 ઓવર પછી હૈદરાબાદનો સ્કોર ચાર વિકેટે 109 રન છે.
- 04:42 PM • 31 Mar 2024સેન-માર્કરામ ક્રિઝ પર
13 ઓવર પછી સનરાઇઝર્સ હૈદરાબાદે ત્રણ વિકેટ ગુમાવીને 104 રન બનાવી લીધા છે. હાલમાં, હેનરિક ક્લાસેન 10 બોલમાં 21 રન અને એઇડન માર્કરામ 17 બોલમાં 16 રન સાથે ક્રિઝ પર છે. અત્યાર સુધી બંને વચ્ચે 18 બોલમાં 30 રનની ભાગીદારી થઈ છે. મયંક અગ્રવાલ, ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા પેવેલિયન પરત ફર્યા છે.
- 04:42 PM • 31 Mar 2024સનરાઈઝર્સને ત્રીજો ફટકો
10 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદે ત્રણ વિકેટ ગુમાવીને 74 રન બનાવી લીધા છે. આ ઓવરના છેલ્લા બોલ પર મોહિત શર્માએ અભિષેક શર્માને શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે 20 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 29 રન બનાવી શક્યો હતો. હાલમાં હેનરિક ક્લાસેન અને એડન માર્કરામ ક્રિઝ પર છે.
- 04:15 PM • 31 Mar 2024મયંક અગ્રવાલ આઉટ
34 રને સનરાઈઝર્સને પહેલો ફટકો લાગ્યો છે. મયંક અગ્રવાલ આઉટ થયો છે. અઝમતુલ્લાએ મયંક અગ્રવાલને પેવેલિયન મોકલ્યો છે.
- 04:13 PM • 31 Mar 2024હૈદરાબાદે બેટિંગ કરવાનો નિર્ણય લીધો
અમદાવાદમાં ટૉસ જીતી હૈદરાબાદે બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત ટાઈટન્સની ટીમ બોલિંગ કરી રહી છે. હૈદરાબાદની શાનદાર શરુઆત થઈ ચુકી છે. ટ્રેવિસ અને મયંકની જોડીએ પહેલી 3 ઓવરમાં 27 રન બનાવી લીધા છે.
- 04:11 PM • 31 Mar 2024નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ
આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. આઈપીએલ 2024ની આ 12મી મેચ છે. આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં હૈદરાબાદ ચોથા સ્થાને તો ગુજરાત આઠમાં સ્થાને છે. ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલમાં 3 મેચ રમાય હતી. 2 વખત જીત ગુજરાતને મળી છે અને એક વખત હૈદરાબાદને જીત મળી છે.
બંને ટીમોની પ્લેઇંગ ઇલેવનગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન: શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, મોહિત શર્મા, વિજય શંકર, ડેવિડ મિલર, અઝમુતુલ્લા ઓમરઝાઇ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, દર્શન નલકાંડે, નૂર અહેમદ.
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન: મયંક અગ્રવાલ, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ, ઉનડકટ.
- 01:36 PM • 31 Mar 2024પરસોત્તમ રૂપાલાના ઘરની સુરક્ષા વધારાઈ
રાજકોટઃ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા સતત પરસોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરસોતમ રૂપાલા પર હુમલાની આશંકાને લઈને તેમના નિવાસ સ્થાને મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ખડકાયો છે. તેમના નિવાસ સ્થાને SP, PI, PSI સહિત મોટી સંખ્યામાં મહિલા પોલીસ પણ ખડકવામાં આવી છે રૂપાલાના નિવાસ સ્થાને વિરોધ કરવા માટે ક્ષત્રિય સમાજના લોકો પહોંચશે તો અટકાયતી પગલાની પણ તૈયારી રાખવામાં આવી છે.
- 01:31 PM • 31 Mar 2024વિક્રમ સોરાણીએ પોસ્ટર રાજકારણની શરૂઆત કરી
રાજકોટ: કોંગ્રેસમાં દાવેદારીમાં ચર્ચાતું નામ વિક્રમ સોરાણીના અચાનક સૂર બદલાયા છે. કોંગ્રેસમાં જોડાવાની વાતો વિક્રમ સોરાણીના સૂર બદલાયા છે. વિક્રમ સોરાણીએ પોસ્ટર રાજકારણની શરૂઆત કરી છે. 'પહેલા રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મારા સમાજને ટિકિટ આપો, પછી હું કોંગ્રેસમાં જોડાવ'ના પોસ્ટર વાયરલ થયા છે. વિક્રમ સોરાણીએ પોતાના સ્ટેટ્સમાં પણ પોસ્ટર રાખ્યા છે
- 09:43 AM • 31 Mar 2024લીંબડી-ચોટીલા નેશનલ હાઈવે પર અકસ્માતમાં 2ના મોત
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-ચોટીલા નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ બે લોકોના મોત થયા છે. લીંબડી ચોટીલા નેશનલ હાઈવે પર ગોસળ ગામના પાટીયા નજીક હાઈવે પર પડેલ મૃત પશુ સાથે ઈકો કાર અથડાતા સર્જાયો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ઈકો કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને 7 લોકો ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં ખસેડાયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને મૃતકો લીંબડીના હોવાનું સામે આવ્યું છે.
- 09:40 AM • 31 Mar 2024દ્વારકામાં આગમાં ચાર લોકો ભડથું
દ્વારકામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા એક જ પરિવારના ચાર લોકોના દુઃખદ અવસાન થયા છે. મૃતકોમાં 7 મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. વહેલી સવારે 3 અને 4 વાગ્યાની વચ્ચે ઘરમાં શોટ સર્કિટ થતાં આગ લાગી હતી. જોત જોતામાં આગની ચપેટમાં આખું ઘર આવી ગયું હતું. આગના ધુમાડાના કારણે ગૂંગણામણથી પાવનભાઈ કમલેશભાઈ ઉપાધ્યાય, તેમના પત્ની તથિ પાવનભાઈ ઉપાધ્યાય, પાવનભાઈની 7 માસની દીકરી ધ્યાના પાવનભાઈ ઉપાધ્યાય અને તેમના માતા ભામિનીબેન કમલેશભાઈ ઉપાધ્યાયનું મૃત્યુ થયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT