लाइव

Gujarat News 29 April LIVE Updates: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાજકોટમાં ધાનાણીના પ્રચારમાં ઉતરશે

ADVERTISEMENT

29 April Live News
29 April Live News
social share
google news

Gujarat News 29 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 12:11 PM • 29 Apr 2024
    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ધાનાણી માટે પ્રચારમાં ઉતરશે

    રાજકોટ - કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે રાજકોટ આવશે. રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનો પ્રચાર કરવા 3 મેના રોજ ખડગે રાજકોટ પહોંચશે. કાર્યક્રમમાં ક્ષત્રિય આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવશે.

  • 10:51 AM • 29 Apr 2024
    છોટા ઉદેપુરમાં રસ્તા પર દૂધ સંજીવનીના દૂધના પાઉચ મળ્યા

    નર્મદા: છોટાઉદેપુરમાં દૂધ સંજીવનીનાં દૂધના પાઉચ રોડની બાજુમાં જ પડી રહ્યાનો વિડિયો વાયરલ થયો. નસવાડી તાલુકાના દામણીયાઆંબા ગામે દૂધના પાઉચ રસ્તાની બાજુમાં ફેંકેલી હાલતમાં જોવા મળ્યા. બાળકોને અપાતા દૂધના પાઉચ ફૂલીને દડા જેવા થઈ ગયા. સરકાર આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે આ દૂધ સંજીવની યોજના ચલાવી રહી છે. આદિવાસી વિસ્તારમાં બાળકો કુપોષણ મુક્ત બને તે હેતુથી દૂધ સંજીવની યોજના અંતર્ગત આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં દૂધ આપવામાં આવે છે.

  • 09:42 AM • 29 Apr 2024
    ચોટીલા-લીંબડી હાઈવે પર અકસ્માત

    સુરેન્દ્રનગરના ચોટીલા-લીંબડી હાઈવે પર કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ખાડામાં ખાબકી હતી. અકસ્માતમાં 2 લોકોના મોત થઈ ગયા જ્યારે 3 લોકોને ઈજા પહોંચી હતી.

  • 09:40 AM • 29 Apr 2024
    રાહુલ ગાંધી આજે પાટણમાં સભા 

    ત્રીજા તબક્કાની ચૂંટણી પહેલા પ્રચાર માટે રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા પાટણના પ્રગતિ મેદાનમાં ચંદનજી ઠાકોર માટે પ્રચાર કરશે. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ-ધારાસભ્યો હાજર રહેશે.

follow whatsapp

ADVERTISEMENT