लाइव
Gujarat News 27 January LIVE: ઉપલેટામાં દીપડો દેખાતા વન વિભાગ દોડતું થયું, સાબર ડેરીનો પશુપાલકોના હિતમાં નિર્ણય
Gujarat News 27 January LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 07:51 PM • 27 Jan 2023રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દેખાયો દીપડોરાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં દીપડો દેખાતા વન વિભાગ દોડતું થયું. ઉપલેટા તાલુકાના તલગણા ગામમાં વાડી વિસ્તારની ઓરડીમાં દીપડો આવીને બેસી ગયો. ગામ વાસીઓ દ્વારા વિડિયો બનાવી ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી. ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.
- 07:51 PM • 27 Jan 2023સાબરડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારોસાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોને ખુશીના સમાચાર મળી રહ્યા છે. 2024 માં પહેલીવાર સાબર ડેરીએ દૂધના ખરીદ ભાવ વધારો કરતા પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. સાબર ડેરીએ દૂધ ખરીદ ભાવમાં કિલો ફેટે રૂપિયા 10નો વધારો આપ્યો છે. આ નિર્ણયથી 3.50 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે. નવો ભાવ 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. ભેંસના દૂધના જૂના ભાવ 840 હતો જે હવે વધીને 850 રૂપિયા થયો છે. 10 રૂપિયા ભાવ વધવાથી 6 કરોડ જેટલો દર મહિને પશુપાલકોને ફાયદો થશે.
- 05:13 PM • 27 Jan 2023પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબની જવાબદારીલોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ફેરફાર થયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ નવા ચૂંટણી પ્રભારી અને સહ ચૂંટણી પ્રભારીઓની નિમણૂંક કરી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે. તો પુર્ણેશ મોદી અને દુષ્યંત પટેલને દમણ અને દીવની જવાબદારી સોંપવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે આ મોટો ફેરફાર કર્યો છે.
- 05:13 PM • 27 Jan 2023ફૈઝલ પટેલ કે મુમતાઝ પટેલ લડી શકે છે ચૂંટણીભરૂચ લોકસભા 2024માં કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે ફૈઝલ પટેલ કે મુમતાઝ પટેલ લડે એવી શક્યતા. ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ.અહેમદ પટેલના દીકરા અને દીકરી છે. ભરૂચ લોકસભા સીટ પર સ્વ.અહેમદ પટેલ ચૂંટણી લડ્યા હતા એટલે હવે તેમના સંતાનોની ઉમેદવારી હોય એવી કોંગ્રેસની ઈચ્છા છે.
- 02:55 PM • 27 Jan 2023રાજકોટઃ વીજ શોક લાગતા શ્રમિકનું મોતરાજકોટ શહેરમાં નિર્માણાધીન મકાન પાસે રહેલ વીજ વાયર અડકી જતા બે જેટલા શ્રમિકોને વીજશોક લાગ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલી હોટલ ફોર્ચ્યુનની સામે આવેલા ગોકુલનગરમાં બે જેટલા શ્રમિકોને વીજશોક લાગ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે ઘટના સ્થળ પર જ 39 વર્ષીય મુકેશ પરમાર નામના શ્રમિક નું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે કે અન્ય શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
- 12:03 PM • 27 Jan 2023સોમનાથમાં મેગા ડિમોલેશનગીર સોમનાથમાં આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવેલા મકાનો અને ઝૂંપડાઓને તોડી પાડવામાં આવ્યા છે. 21 પાકા મકાનો સહિત 100 જેટલા ઝૂંપડા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડિમોલિશન કાર્યવાહી સમયે SOG, LCB તેમજ GRD મળી 500 પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે.
- 10:00 AM • 27 Jan 2023મરાઠા આંદોલન સમેટાયુંમહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન સમેટાઈ ગયું છે. રાજ્ય સરકારે મનોજ જરાંગે પાટીલની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે. તેના તમામ વટહુકમ આજે સવારે જ બહાર પાડવામાં આવ્યા છે. મરાઠા આંદોલનના સંઘર્ષને મોટી સફળતા મળી છે. મનોજ જરાંગેએ કહ્યું, 'મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે. અમારી માંગ સ્વીકારવામાં આવી છે. અમે સરકારનો પત્ર સ્વીકારીશું. હું શનિવારે એટલે કે આજે મુખ્યમંત્રીના હાથે જ્યુસ પીશ.
- 02:20 AM • 27 Jan 2024વિશ્વના સૌથી લાંબા ફૂલોના હારનો વર્લ્ડ રેકોર્ડ બનશેનર્મદાઃ ભગવાન નીલકંઠ વરણીને 1008 ફૂટની ફૂલોની માળા અર્પણ કરાશે. આવતીકાલે પોઈચા નીલકંઠ ધામ મંદિરના ઘુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી 1008 ફૂટની ફૂલ માળા અર્પિત કરવામાં આવશે. રાજસ્થાની જનમંચના પ્રમુખ કૈલાશ સોનીના નેતૃત્વમાં વિશ્વના સૌથી લાંબા ફૂલોના હારનો વર્લ્ડ રેકોર્ડ બનશે. ભગવાન નીલકંઠ વરણીના આ મંદિર પર પ્રથમવાર આટલી મોટી ફૂલોનો માળા ચઢશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT