लाइव

Gujarat News 26 March LIVE: પાકિસ્તાનમાં મોટો આત્મઘાતી હુમલો, 5 ચીની નાગરિકોના મોત

ADVERTISEMENT

26 March Live News
26 March Live News
social share
google news

Gujarat News 26 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 04:47 PM • 26 Mar 2024
    પાકિસ્તાનમાં મોટો આત્મઘાતી હુમલો

    Suicide attack in Pakistan: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં જોરદાર આત્મઘાતી હુમલો થયો છે. આ આતંકી હુમલામાં 5 ચીની નાગરિકોના મોત થયા છે. ખૈબર પોલીસના એક વરિષ્ઠ અધિકારી મોહમ્મદ અલી ગંડાપુરે કહ્યું, 'પાંચ ચીની નાગરિકો અને એક સ્થાનિક ડ્રાઈવર પણ આતંકવાદી હુમલામાં માર્યા ગયા.' અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર માર્યા ગયેલા ચીનીઓ વ્યવસાયે એન્જિનિયર હતા અને પાકિસ્તાનમાં ચાલી રહેલા પ્રોજેક્ટ માટે કામ કરતા હતા. ડૉન ન્યૂઝ અનુસાર, એક આતંકવાદીએ વિસ્ફોટકોથી ભરેલા વાહનને ચીની એન્જિનિયરોના કાફલા સાથે ટક્કર મારી હતી અને બીજા વાહનને ટક્કર મારી હતી. આ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે.
     

  • 12:19 PM • 26 Mar 2024
    ઝુલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને મોરબી કોર્ટમાં હાજર કરાયો

    મોરબી: ઝુલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને ટ્રાયલ માટે મોરબી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાંથી જયસુખ પટેલને જામીન આપવામાં આવ્યા હતા. જેમાં સાત દિવસની ટ્રાયલમાં હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આજે મોરબી કોર્ટમાં જયસુખ પટેલને હાજર કરવામાં આવ્યો હતો. મોરબી કોર્ટના આદેશ બાદ જયસુખ પટેલ જામીન મુક્ત થશે.

  • 10:19 AM • 26 Mar 2024
    યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર'નું પ્રમાણપત્ર અપાયું

    યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર' જાહેર કરતું પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કરીને આપી જાણકારી.

     

  • 09:35 AM • 26 Mar 2024
    ગુજરાતના રાજકારણમાં AIMIMની એન્ટ્રી

    ગુજરાતની બે સીટ ભરૂચ અને ગાંધીનગર પરથી અસસુદ્દીન ઓવૈસી પાર્ટી AIMIM બે ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. 

  • ADVERTISEMENT

  • 09:33 AM • 26 Mar 2024
    ચૈન્નઈમાં આજે CSK સાથે GTની ટક્કર

    IPLની 17મી સીઝનમાં જીત સાથે શરૂઆત કરનાર ગુજરાત ટાઈટન્સની આજે ચૈન્નઈમાં CSK સાથે ટક્કર થશે. શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડ એકબીજા સામે પોતપોતાની ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે.

  • 09:32 AM • 26 Mar 2024
    AAP આજે દિલ્હીમાં PM આવાસનો ઘેરાવ કરશે

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો આજે દિલ્હીમાં વડાપ્રધાનના આવાસનો ઘેરાવ કરશે.

follow whatsapp

ADVERTISEMENT