लाइव

Gujarat News 25 March LIVE: 'કોંગ્રેસનો કલર જાખો પડ્યો, 4 જૂને દેશભરમાં ભાજપનો કેસરિયો ચમકશે', વિજય રૂપાણીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

ADVERTISEMENT

live news
લાઈવ ન્યૂઝ
social share
google news

Gujarat News 25 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 01:29 PM • 25 Mar 2024
    કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતની તીખી પ્રતિક્રિયા

    અમરેલી: કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદનને લઇને કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતની તીખી પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ કહ્યું કે, રૂપાલાજીની આદત જ છે એક સમાજમાં જઈને બીજા સમાજની નિંદા કરવાની, સરદાર સાહેબને ઉજળા રજવાડાઓએ કરી બતાવ્યા છે. ભગવાન શ્રીરામ પણ ક્ષત્રિય હતા, રુપાલાજીએ શ્રી રામનું પણ અપમાન કર્યું છે અને હિન્દુ ધર્મનું પણ અપમાન કર્યું છે. 

  • 10:58 AM • 25 Mar 2024
    કોંગ્રેસનો કલર જાખો પડી ગયોઃ વિજય રૂપાણી

    રાજકોટઃ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પરિવાર સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી, આ દરમિયાન વિજય રૂપાણીએ કોંગ્રેસ અને INDIA ગઠબંધન પર નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે, કોંગ્રેસનો કલર જાખો પડી ગયો છે, આ વખતે લોકોએ એક જ કલર નક્કી કર્યો છે,એ છે કેસરિયો કલર. કોંગ્રેસનો કલર સાવ સુકાઈ ગયો છે. 4 જૂને દેશભરમાં ભાજપનો કલર ચમકવાનો છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

  • 09:31 AM • 25 Mar 2024
    ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હોસ્પિટલ

    મહાકાલ મંદિરમાં આગની માહિતી મળતા કલેક્ટર નીરજ સિંહ અને એસપી પ્રદીપ શર્મા હોસ્પિટલ પહોંચ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે મંદિરમાં ગુલાલ ઉડાડતી વખતે અચાનક આગ લાગી હતી. જોકે રાહતની વાત એ છે કે, આગ સમયસર કાબુમાં આવી હતી.
     

     

  • 09:28 AM • 25 Mar 2024
    મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં આગ

    મધ્યપ્રદેશના મહાકાલ મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં પાંચ પૂજારી સહિત 13 લોકો દાઝી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આરતી દરમિયાન ગુલાલ ઉડાડ્યા બાદ આગ લાગી હતી. તમામ ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તમામ ખતરાની બહાર છે.

follow whatsapp

ADVERTISEMENT