लाइव
25 December Live News: સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જ પર ગુજરાત ATS ના દરોડા
25 December Live News Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 08:13 PM • 25 Dec 2023gujarattakgujarattak
- 07:17 PM • 25 Dec 2023સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જ પર ગુજરાત ATS ના દરોડાદેશની સલામતીને જોખમમાં મુકનારાઓ સામે કાર્યવાહી સીમ બોક્સની મદદથી ઇન્ટરનેશનલ કોલને લોકલ (GSM) કોલમાં બદલતાં હતાં સીમ બોક્સ તથા 31 સીમ કાર્ડ સાથે બે આરોપીઓની ધરપકડ સૌરભ સરકાર અને પ્રેમ ઉર્ફે બોની બિપીનચંન્દ્ર ટોપીવાલાની ધરપકડ
- 07:13 PM • 25 Dec 2023રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 3 નવા ક્રિમિનલ લો બિલને આપી મંજૂરીરાજ્યસભા અને લોકસભામાં પસાર થયા બાદ 3 નવા ક્રિમિનલ લો બિલને આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી મળી ગઈ છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા બિલ કાયદો બની ગયો છે.
- 06:41 PM • 25 Dec 2023ગાંધીનગરમાં આજે નવા 3 કોરોના કેસો નોંધાયારાજ્યમાં કોરોના સતત વધી રહ્યો છે તો એવામાં ગાંધીનગરમાં આજે નવા 3 કોરોના કેસો નોંધાયા છે. નવા કેસોમાં એક સેક્ટર 29માં અને બાકીના બે કેસ પાલજમા નોંધાયા છે.ત્રણેય કોરોના દર્દીઓ દક્ષિણ ભારતથી પરત ફર્યા હતા.
- 04:28 PM • 25 Dec 2023શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અયોધ્યાને મળશે મોટી ભેટ, અમૃત ભારત ટ્રેનને પીએમ બતાવશે લીલી ઝંડીઅયોધ્યા શ્રી રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટનની તાડમર તૈયારીઓ ચાલી રહી છે. તો આ પહેલા એક મોટી ભેટ મળશે. 30 ડિસેમ્બરના રોજ PM મોદી 5 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ સાથે જ અયોધ્યાને અમૃત ભારત ટ્રેનને ભેટ મળશે.
- 03:41 PM • 25 Dec 2023દેશમાં અત્યાર સુધીમાં કોરોના JN1ના વેરિઅન્ટના 63 કેસસ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 656 કેસ નોંધાયા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા વધીને 3742 થઈ ગઈ છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, સબ-વેરિઅન્ટ JN.1ને કારણે કોરોનાના કેસોમાં વધારો થયો છે. સબ-વેરિઅન્ટ JN.1 ના દર્દીઓની સંખ્યા 63 પર પહોંચી ગઈ છે.સૌથી વધુ કેસ ગોવામાં 34, કર્ણાટક 8, કેરળ 6, તમિલનાડુ 4 અને તેલંગાણામાં 2 નોંધાયા છે.
- 03:41 PM • 25 Dec 2023મધ્યપ્રદેશમાં મોહન યાદવ સરકારમાં નવા 28 મંત્રીઓએ લીધા શપથમધ્યપ્રદેશમાં નવી સરકારમાં 18 કેબિનેટ, 6 સ્વતંત્ર પ્રભારી અને 4 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે. કૈલાશ વિજયવર્ગીય અને પ્રહલાદ સિંહ પટેલને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.
- 12:38 PM • 25 Dec 2023પોરબંદરમાં ગુજરાત AAPના ઉપપ્રમુખની અટકાયતગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ નાથા ઓડેદરાની અટકાયત કરાઇ છે. પોરબંદર એલસીબી તથા હાર્બર પોલીસ દ્વારા આ કાર્યવાહી કરાઈ હતી. નાથા ઓડેદરા દ્વારા પોલીસ છેલાણા ગેંગનું સરઘસ કાઢશે તેવો ઓડીયો વાયરલ કર્યો હતો. ત્યારે લોકોને ઉશ્કેરણી બદલ પોલીસે કલમ 151 હેઠળ અટકાયતી પગલા ભર્યા છે.
- 12:38 PM • 25 Dec 2023સુરેન્દ્રનગરમાં સિંચાઈનું પાણી બંધ કરાતા 20 ગામોના ખેડૂતોમાં રોષસુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના 20 ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવતા રોષ ભભૂક્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પંથકમાં સૌની યોજનાના વાલ્વ બંધ કરી ખેડૂતોને સિંચાઈનું પાણી બંધ કરાતા રોષ ફેલાયો છે. 20 ગામના ખેડૂતો વડધ્રા ખાતે એકત્રિત થઇ પાણી આપવાની માંગ સાથે સરકાર સામે બાયો ચડાવી છે. અચાનક પાણી બંધ કરવામાં આવતા 20 ગામના ખેડૂતોના જીરૂ વરિયાળી સહિતના ઉભા પાકો સુકાઈ રહ્યા છે. મુળી પંથકના 20 ગામોમાં ભાજપના નેતાઓ માટે ખેડૂતોએ પ્રવેશ બંધી કરી દીધા છે. 'પાણી આપો ત્યાર બાદ ગામમાં પ્રવેશ મળશે'ના નારા લગાવ્યા હતા.
- 10:02 AM • 25 Dec 2023રાષ્ટ્રપતિ, PM મોદી સહિત અનેક નેતાઓએ ‘હંમેશા અટલ’ પર વાજપેયીને શ્રદ્ધાંજલિ આપીઆજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 99મી જન્મજયંતિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક નેતાઓ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા માટે અટલ સમાધિ સ્થળ પર પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. PMએ કહ્યું કે, દેશના તમામ પરિવારના સભ્યો વતી હું પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. તેઓ જીવનભર રાષ્ટ્ર નિર્માણને વેગ આપવામાં વ્યસ્ત રહ્યા. ભારતમાતા પ્રત્યે તેમનું સમર્પણ અને સેવા અમરત્વમાં પણ પ્રેરણા સ્ત્રોત બની રહેશે.
- 07:33 AM • 25 Dec 2023નાલાલની રજાના કારણે SoU આજે પણ ખુલ્લું રહેશેઆજે સોમવારે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય કરાયો છે. સામાન્ય રીતે સોમવારે મેન્ટેનન્શ માટે SoU બંધ રાખવામાં આવે છે. પરંતુ નાતાલને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય કરાયો છે. રવિવારે એક જ દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 80,000 લોકોએ મુલાકાત કરી. શનિ અને રવિવારના દિવસોમાં 1.20 લાખ પ્રવાસીઓ આવ્યા હતા.
- 07:30 AM • 25 Dec 2023દેશમાં કોરોનાના 707 નવા કેસ સામે આવ્યાદેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 707 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ સક્રિય કેસની સંખ્યા વધીને 3,792 થઈ ગઈ છે. તો 24 કલાકમાં 333 દર્દી કોરોનામાંથી સાજા થયા છે. કેરળમાં 296 લોકો સ્વસ્થ થયા છે. કેરળ બાદ કર્ણાટકમાં કોરોનાની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. અહીં 24 કલાકમાં 104 નવા કેસ નોંધાયા છે અને 8 લોકો સ્વસ્થ થયા છે.
- 07:27 AM • 25 Dec 2023રાજસ્થાનમાં પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરીરાજસ્થાનના બાલોત્રા જિલ્લાના સમદરી રેલવે સ્ટેશન પાસે ટ્રેન પાટા પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. ટ્રેન પાટા પરથી ઉતરી જવાથી કોઈ મુસાફરોને ઈજા થઈ નથી. પરંતુ, ટ્રેન પાટા પરથી ઉતરવાના અવાજથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને તમામ મુસાફરો ટ્રેનમાંથી બહાર નીકળી ગયા હતા. માહિતી મળતાં જ સિવાના પોલીસ સ્ટેશન, રેલવે ચોકી અને રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ટ્રેન પાટા પરથી ઉતરી જવાની તપાસ શરૂ કરી. મળતી માહિતી મુજબ સાંજે સાત વાગ્યે ડેમુ ટ્રેન જોધપુરથી પાલનપુર જઈ રહી હતી. બાલોત્રાના સમદરી રેલવે સ્ટેશન પહોંચે તે પહેલા જ રેલવે ફાટક પાસે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે રેલ્વે ટ્રેક પર ગાય આવી ગઈ. તે જ જોઈને, લોકોપાઈલટે ઈમરજન્સી બ્રેક લગાવી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
- 07:27 AM • 25 Dec 2023ગાઝામાં 200થી વધુ લોકોના મોતઈઝરાયલ અને હમાસ વચ્ચે મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે. ગાઝામાં ઈઝરાયેલના હુમલા હજુ ચાલુ છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 200થી વધુ લોકોના મોત થયા છે. ગાઝામાં અત્યાર સુધી મૃત્યુઆંક 20 હજારને પાર થઈ ગયો છે.
- 01:30 PM • 25 Dec 2023આજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભઅમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલનારા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં મુલાકાતીઓના આવવાનો અંદાજ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે કાર્નિવલનું ઉદ્ઘાટન કરીને તેને ખુલ્લો મુકશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT