IPL 2024 RR Vs LSG Live: સંજુ સેમસને રમી શાનદાર ઈનિંગ, રાજસ્થાને લખનઉને આપ્યો 194 રનનો ટાર્ગેટ
IPL 2024 RR Vs LSG Live: IPL લાઇવ સ્કોર, RR vs LSG: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની ચોથી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે.
ADVERTISEMENT
IPL 2024 RR Vs LSG Live: IPL લાઇવ સ્કોર, RR vs LSG: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની ચોથી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 05:33 PM • 24 Mar 2024રાજસ્થાને 194 રનનો ટાર્ગેટ
રાજસ્થાને લખનઉને જીતવા માટે 194 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ બાદ બેટિંગ પસંદ કર્યા બાદ રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 193 રન બનાવ્યા હતા. કેપ્ટન સંજુ સેમસન 52 બોલમાં 82 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. આ સિવાય રિયાન પરાગે 29 બોલમાં 43 રન બનાવ્યા હતા. અંતે ધ્રુવ જુરેલ 20 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
- 04:51 PM • 24 Mar 2024રાજસ્થાન રોયલ્સે સ્કોર બે વિકેટે 119 રન બનાવ્યા
13 ઓવર પછી રાજસ્થાન રોયલ્સે સ્કોર બે વિકેટે 119 રન બનાવ્યા છે. સંજુ સેમસન 34 બોલમાં 51 રન બનાવીને રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે રિયાન પરાગ 23 બોલમાં 31 રન બનાવીને રમી રહ્યો છે. તેના બેટમાંથી બે સિક્સર નીકળી છે. બંને વચ્ચે 70 રનની ભાગીદારી થઈ છે.
- 04:42 PM • 24 Mar 2024રાજસ્થાન રોયલ્સે 100થી વધુ રન બનાવ્યા
RR vs LSG: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની ચોથી મેચમાં, રાજસ્થાન રોયલ્સ (RR)નો સામનો લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સાથે છે. મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા બે વિકેટના નુકસાન પર 100થી વધુ રન બનાવ્યા છે. રિયાન પરાગ અને સંજુ સેમસન ક્રિઝ પર છે.
- 04:39 PM • 24 Mar 2024બંને ટીમોની પ્લઈંગ-11
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, સંદીપ શર્મા, અવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ.
લખનઉ સુપર જાયન્ટ્સ: કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), દેવદત્ત પડિક્કલ, આયુષ બદોની, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, નવીન ઉલ હક, યશ ઠાકુર.
- 04:39 PM • 24 Mar 2024RR Vs LSG Live
IPL 2024 RR vs LSG Live Score Updates : રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની વચ્ચે આઈપીએલની ચોથી મેચ રમાઈ રહી છે. બંને ટીમોની વચ્ચે આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રાજસ્થાનની કેપ્ટનશીપ સંજૂ સેમસનના હાથોમાં છે, તો લખનઉની કમાન કેએલ રાહુલની પાસે છે. લખનઉની ટીમ ગત સિઝનમાં ત્રીજા નંબરે રહી હતી. રાજસ્થાનની ટીમ પ્લેઓફમાં જ પોતાનું સ્થાન બનાવી શકી હતી. તેને પાંચમા નંબરથી જ સંતોષ માનવો પડ્યો હતો. આ સિઝનમાં બંને ટીમોની નજર જીતની સાથે શરૂઆત કરવા પર છે. રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો છે.
- 03:08 PM • 24 Mar 2024શક્તિસિંહના નિવેદન પર રાજુ ધ્રુવની પ્રતિક્રિયા
આજે રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના પરસોત્તમ રૂપાલા પર કરવામાં આવેલા નિવેદન પર સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે પલટ વાર કર્યો છે. તેઓએ કહ્યું કે, શક્તિસિંહ તમે પણ ભાવનગરથી છેક કચ્છ સુધી લડવા માટે ગયા હતા. તમારા રાહુલ ગાંધી અમેઠીથી છેક વાઇનાડ સુધી લડવા માટે ગયા હતા. અમારા પરસોત્તમભાઈ તો માત્ર અમરેલીથી રાજકોટ 100 કિલોમીટર દૂર લડવા માટે આવ્યા છે. મહત્વનું છે કે, શક્તિસિંહને મીડિયા દ્વારા એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું કોંગ્રેસને રાજકોટમાં કોઈ ઉમેદવાર નથી મળતો કારણ કે સામે મોટું માથું પરસોત્તમ રૂપાલા છે? જેના જવાબમાં તેઓએ કહ્યું કે, તેમણે ગોતી ગોતીને માથા મુક્યા હતા એ માથા કેમ ફેરવ્યા. પરસોત્તમભાઈ મારા મિત્ર છે, જો પરસોત્તમભાઈ મોટું માથું હતું તો તેમના વતન અમરેલી લડાવવા હતાને, ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાઈ જશે એટલે રાજકોટ મોકલ્યું.
- 12:38 PM • 24 Mar 2024આરકેએસ ભદૌરિયા ભાજપમાં જોડાયા
પૂર્વ એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ (નિવૃત્ત) આરકેએસ ભદૌરિયા ભાજપમાં જોડાયા છે. એર ચીફ માર્શલ (નિવૃત્ત) આરકેએસ ભદૌરિયાએ ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની હાજરીમાં પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. આગામી મહિનાથી લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થવાનું છે તેવા સમયે જ પૂર્વ વાયુસેના પ્રમુખ એવા સમયે ભાજપમાં જોડાયા છે.
- 12:32 PM • 24 Mar 2024કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજકોટ ખાતે પહોંચ્યા છે. જ્યાં તેઓએ રાજકોટનાં કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે બેઠક યોજી છે. રાજકોટ ખાતે યોજાયેલી બેઠકમાં સૌરાષ્ટ્રભરમાંથી પૂંજા વંશ,લલિત કગથરા સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા છે. રાજકોટ કોંગ્રેસના એક બીજાના વિરોધી નેતાઓ શક્તિસિંહના આગમનથી એક મંચ પર આવ્યા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ, હેમાંગ વસાવડા, હિતેશ વોરા સહિતના નેતાઓ બેઠકમાં હાજર છે. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂત ગેરહાજર છે. શક્તિસિંહની રાજકોટ મુલાકાત બાદ રાજકોટના કોંગ્રેસ ઉમેદવારનું કોકડું ઉકેલાય તેવી શક્યતા છે.
- 09:43 AM • 24 Mar 2024ખુલ્લી ગટરમાં પડી જતાં સાત વર્ષના બાળકનું મોત
ગાંધીનગરના ઝુંડાલ પાસે ખુલ્લી ગટરમાં પડી જતાં સાત વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગરના ઝુંડાલ પાસે રાજસ્થાન જવા માટે બસની રાહ જોતા દંપતીનું બાળક રમતા-રમતા ગટરમાં પડ્યું હતું. આ અંગેની જાણ કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, અનેક પ્રયાસો કરવા છતાં બાળક બચી શક્યું નહોતું. ફાયર બ્રિગેડની ટીમે મોડી રાત્રે બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
- 09:39 AM • 24 Mar 2024રામનાથમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, સારવાર દરમિયાન વધુ એક યુવકનું મોત
પંચમહાલના કાલોલના રામનાથમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં વધુ એક યુવકનું મોત નિપજ્યું છે. 22 વર્ષીય વિષ્ણુભાઈ ઓળનું વડોદરામાં સારવાર દરમિયાન મોત થયું છે. વિષ્ણુભાઈના આગામી 4 એપ્રિલના રોજ લગ્ન યોજાવાના હતા.ગોઝારી ઘટનામાં કુલ 22 લોકો દાજ્યા હતા, જેમાંથી 8 લોકોને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. વડોદરા ખાતે સારવાર લઈ રહેલા 8 લોકોમાંથી 2 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. જેના પગલે પરિવાર અને ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT