Gujarat News 23 March LIVE: દારૂ કૌભાંડ કેસમાં કે. કવિતાના રિમાન્ડ 3 દિવસ લંબાવ્યા, TMC નેતા મહુઆ મોઇત્રાના ઘરે CBIના દરોડા
Gujarat News 23 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News 23 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 11:58 AM • 23 Mar 2024સસ્પેન્ડેડ સાંસદ મહુઆ મોઈત્રાના ઘર પર CBI ના દરોડા
CBI ની ટીમે તૃણમૂલ કોંગ્રેસના નેતા અને સસ્પેન્ડેડ સાંસદ મહુઆ મોઈત્રાના ઘર પર દરોડા પાડ્યા છે. કોલકાતામાં તેના નિવાસસ્થાન અને અન્ય સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. સંસદમાં પૈસાના બદલામાં સવાલ પૂછવાના મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે.
- 11:06 AM • 23 Mar 2024રંજનબેન ભટ્ટે ચૂંટણી ના લડવાની ઇચ્છા દર્શાવી
- રંજનબેન ભટ્ટે ચૂંટણી ના લડવાની ઇચ્છા દર્શાવી ફેસબુક પર કરી પોસ્ટ
- વડોદરાના સાંસદ છે રંજન ભટ્ટ
- વડોદરા છેલ્લા કેટલાક સમયથી તેમના નામની જાહેરાત બાદ વિરોધનો સુર ઉઠયો હતો
- 09:33 AM • 23 Mar 2024મૉસ્કોમાં થયેલા આતંકી હુમલાની PM મોદીએ કરી નિંદા
રશિયાની રાજધાની મોસ્કોમાં શુક્રવારે મોટો આતંકી હુમલો થયો હતો. એક મોટા ખ્રિસ્તી મેળાવડાના સ્થળે આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ હુમલામાં 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે તો 100 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. જેને લઈ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આકરી ટીકા કરી છે. PM મોદીએ કહ્યું કે, મોસ્કોમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની અમે સખત નિંદા કરીએ છીએ. અમારા વિચારો અને પ્રાર્થના પીડિત પરિવારો સાથે છે. ભારત દુખની આ ઘડીમાં રશિયન ફેડરેશનની સરકાર અને લોકો સાથે એકતામાં ઊભું છે.
- 09:32 AM • 23 Mar 2024EDએ AAP ના નેતા ગુલાબ સિંહના ઘરે દરોડા પાડ્યા
આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ છ દિવસના ED રિમાન્ડ પર છે, એવામાં પાર્ટીના વધુ એક નેતા ગુલાબ સિંહના ઘરે દરોડા પાડ્યા છે.
ADVERTISEMENT