लाइव

Gujarat News 23 February LIVE: ઈંગ્લેન્ડની અડધી ટીમ લંચ સુધીમાં આઉટ, ગાંધીનગરમાં સરકારી કર્મીઓના ધરણાં

ADVERTISEMENT

23 February breaking news
23 February breaking news
social share
google news

Gujarat News 23 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 01:33 PM • 23 Feb 2024
    ચોટીલા-રાજકોટ હાઈવે પર ટેન્કર પલટતા દૂધની લૂંટ મચી

    સુરેન્દ્રનગર: ચોટીલા – રાજકોટ હાઈવે પર આવેલ ચાંણપા નજીક દૂધ ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ જતા દૂધની ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી. આસપાસના લોકો તેમજ મહીલાઓ ટેન્કરમાંથી દૂધ ભરવા માટે બોટલ, ડોલ, બેડા સહિતની વસ્તુઓ લઈને દૂધ ભરવા માટે ઉમટી પડ્યા હતા. રાજકોટ તરફથી આવી રહેલું દૂધનું ટેન્કર ચોટીલાથી આગળ ચાણપા ગામના પાટિયા પાસે ડિવાઈડર સાથે અથડાતાં પલટી ગયું હતું. પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરવામાં આવી છે.

  • 12:11 PM • 23 Feb 2024
    ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને ધરણા

    ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે બપોરે 12 થી 3 વાગ્યા સુધી ધરણા. પડતર પ્રશ્નો, સરકાર સાથે સમાધાન અંતર્ગત જૂની પેંશન યોજના, જીપીએફનો લાભ, સીપીએફમાં કર્મચારીઓના 10 ટકા ફાળા સામે સરકારનો 14 ટકા ફાળો, સાતમાં પગારપંચના બાકી લાભો આપવા, મોંઘવારી ભથ્થાનો લાભ સહીતના પડતર પ્રશ્નો પર કર્મચારીઓના ધરણાં છે. સરકારી કર્મચારીના વિવિધ મંડળોએ કર્મચારીઓના ધરણાંમાં જોડાયા છે.

  • 11:45 AM • 23 Feb 2024
    IND vs ENG Test: લંચ સુધીમાં ઈંગ્લેન્ડની અડધી ટીમ આઉટ

    IND vs ENG Test: લંચ સુધીમાં ઈંગ્લેન્ડની અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી. ડેબ્યૂ મેચમાં આકાશ દીપે શરૂઆતમાં 3 વિકેટ મેળવી છે તો અશ્વિન અને જાડેજાને પણ 1-1 વિકેટ મળી છે. ઈંગ્લેન્ડનો સ્કોર 112 રને 5 વિકેટ છે.

  • 09:51 AM • 23 Feb 2024
    વડોદરામાં કોમી છમકલું, મોડી રાત્રે પથ્થરમારાની ઘટના

    વડોદરાના નવાપુરા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના. યુવક દ્વારા ભગવાન રામ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાતા લોકોમાં રોષ હતો. યુવકને પકડવા માટે 150 જેટલા લોકો પોલીસ સ્ટેશન બહાર વિરોધ કરી રહ્યા હતા, ત્યારે કેટલાક લોકોનું ટોળું આવ્યું અને પોલીસ સ્ટેશન બહાર બેઠેલા લોકો પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

  • ADVERTISEMENT

  • 09:46 AM • 23 Feb 2024
    મહારાષ્ટ્રના પૂર્વ CM મનોહર જોશીનું નિધન

    મહારાષ્ટ્રના પૂર્વ CM અને શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીનું નિધન થયું છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેમને મુંબઈના હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 

  • 09:45 AM • 23 Feb 2024
    IND vs ENG Test: રાંચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો

    IND vs ENG 4th Test Day 1: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી મેચ આજથી રાંચીમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટ અને જેક ક્રાઉલી ક્રિઝ પર છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત માટે આકાશ દીપે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું છે. 

follow whatsapp

ADVERTISEMENT