लाइव

22 December Live News: વિવેક બિન્દ્રા સામે નોંધાઈ FIR, લોકસભા ચૂંટણી પહેલા ખેડા જીલ્લા કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર

ADVERTISEMENT

gujarat-latest-live-news-and-breaking-news-22-december-2023-political-events-weather-updates-daily-breaking-news-top-headlines
gujarat-latest-live-news-and-breaking-news-22-december-2023-political-events-weather-updates-daily-breaking-news-top-headlines
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 08:23 PM • 22 Dec 2023
    gujarattak
    gujarattak
  • 05:02 PM • 22 Dec 2023
    વિવેક બિન્દ્રા સામે નોંધાઈ FIR
    ખૂબ પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા સામે ઘરેલુ હિંસા બાબતે તેમની પત્ની દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે.વિવેક બિન્દ્રા માત્ર યુટ્યુબર નથી પણ એક મોટા બિઝનેસમેન પણ છે. 6 ડિસેમ્બર, 2023ના રોજ તેમના લગ્ન થયા અને 14 ડિસેમ્બરે તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો.વિવેક બિન્દ્રા પર પત્નીને માર મારવાનો આરોપ છે.
  • 04:26 PM • 22 Dec 2023
    કોરોનાના નવા વેરિઅન્ટથી 8 દર્દીઓ સક્રિય
    INSACOG એ સ્વાસ્થ્ય મંત્રાલયને એક રિપોર્ટ આપ્યો છે જેમાં આ અઠવાડિયે કોરોના સંક્રમિત દર્દીઓમાંથી 8 ના નમૂનાઓનું જીનોમ સિક્વન્સિંગ પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં તમામ લોકોમાં કોરોનાનું JN.1 વેરિઅન્ટ જોવા મળ્યું છે. હવે તમામ સંક્રમિત દર્દીઓમાં JN.1 પ્રકાર જોવા મળી રહ્યો છે.
  • 04:26 PM • 22 Dec 2023
    લોકસભા ચૂંટણી પહેલા ખેડા જીલ્લા કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર
    ખેડા જિલ્લા પ્રમુખ ચંદ્રશેખરસિંહ ડાભીએ પ્રમુખ પદ સંભાળતા જ જીલ્લાનુ સંગઠન વિખેરી નાખ્યુ આજે 143 સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવા મુદે કોંગ્રેસના હોદેદારો ધરણા પ્રદર્શન માટે ભેગા થયા હતા પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાદમા પ્રમુખે આખા સંગઠન વિખેરી નાખ્યુ લોકસભાની ચૂંટણીમાં પક્ષ માટે કામ કરી શકે તેવા કાર્યકરોને સંગઠનમા સમાવવામા આવશે ખેડા જીલ્લામા કોંગ્રેસ હાંસીયામા ધકેલાઈ ગઈ છે
  • ADVERTISEMENT

  • 01:08 PM • 22 Dec 2023
    અમદાવાદમાં કોરોનાના 6 નવા કેસ મળ્યા
    અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 6 કેસો નોંધાયા. જેમાં ચાર પુરુષ અને બે મહિલા છે. નવા કેસ નવરંગપુરા, બોડકદેવ અને થલતેજ વિસ્તારમાંથી નોંધાયા છે. જેમાં બે દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. પુણે અને સિંગાપોરથી પરત આવ્યા બાદ તેઓએ કોરોના ટેસ્ટ કરાવતા પોઝીટીવ આવ્યા હતા. હાલ તમામ દર્દીઓ હોમ આઇસોલેટ છે. અમદાવાદમાં કુલ 18 જેટલા કેસો એક્ટિવ છે.
  • 12:37 PM • 22 Dec 2023
    દ્વારકામાં માવઠું, કડાકા-ભડાકા સાથે વરસાદ
    દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટાબાદ કમોસમી વરસાદી જાપટા પડ્યા હતા. દ્વારકા જિલ્લાના 2 તાલુકામાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાથી રવિ પાકમાં ઘઉં, ચણા, જીરુ, શાકભાજી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
  • ADVERTISEMENT

  • 12:37 PM • 22 Dec 2023
    જંતર-મંતર પર INDIA ગઠબંધનનો પ્રોટેસ્ટ
    વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાના મામલે વિપક્ષ હવે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. ગુરુવારે વિપક્ષી સાંસદોએ સંસદથી વિજય ચોક સુધી કૂચ કરી હતી, આજે જંતર-મંતર ખાતે ઈન્ડિયા એલાયન્સના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, NCP નેતા શરદ પવાર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જંતર-મંતર પહોંચ્યા છે.
  • 12:00 PM • 22 Dec 2023
    હિંમતનગરમાં સ્થાનિક વેપારીઓએ નેશનલ હાઇવે પર કર્યો ચક્કાજામ
    સાબરકાંઠાના હિંમતનગર સહકારીજીન પાસે નેશનલ હાઇવે પર સ્થાનિક વેપારીઓએ નેશનલ હાઇવે પર ચક્કાજામ કર્યો છે. છેલ્લા લાંબા સમયથી નેશનલ હાઇવેનું કામ મંથર ગતિએ ચાલતા વેપારીઓ અને વાહન ચાલકો પરેશાન છે. આજે સ્થાનિક વેપારીઓએ હાઇવે પર વિરોધ નોંધાવ્યો હતો. ચાર વર્ષ જેટલા સમયથી અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવેનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે. હાઇવે પર કામ દરમિયાન સર્વિસ રોડ પણ યોગ્ય ન હોવાને લઈ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.
  • 10:11 AM • 22 Dec 2023
    પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ પર ITના દરોડા, અમદાવાદની ઓફિસમાં તપાસ
    આર આર કેબલ બાદ દેશની પ્રતિષ્ઠિત પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ પર ઇન્કમટેક્સની તવાઈ. ગુજરાત, મુંબઈ સહિત અનેક રાજ્યોમાં 30 થી 40 જગ્યા ઉપર દરોડા પડ્યા. ગુજરાતમાં હાલોલની ફેક્ટરી અને અમદાવાદની સેલ્સ ઓફિસમાં પણ સર્વેક્ષણ હાથ ધરાયું. દમણમાં પણ ઇન્કમટેક્સ વિભાગ ત્રાટક્યુ. કંપનીના ડાયરેક્ટરોને ત્યાં દરોડા પડ્યા.
  • 10:11 AM • 22 Dec 2023
    ધ્રાંગધ્રામાં લગ્નના જમણવારમાં ભોજન બાદ 30 લોકોને ફૂડ પોઈઝનિંગ
    સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા શહેરમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં ભોજન સમારંભ બાદ ફૂડ પોઇઝનિંગની ઘટના બની હતી. લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ 30 લોકોને થઈ ફૂડ પોઇઝનિંગની અસર થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અસરગ્રસ્તોમાં મોટાભાગના બાળકો છે. સાથે ભોજન આરોગ્યા બાદ હળવદ ગયેલા 8 લોકોને પણ અસર થતા સારવાર આપવામાં આવી છે. ફૂડ પોઇઝનિંગની અસરની જાણ થતા નગરપાલિકાના સદસ્યો, આગેવાનો સહિત હોસ્પિટલમાં પહોંચી સેવા કાર્યમાં જોડાયા હતા.
  • 07:15 AM • 22 Dec 2023
    મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કના જંગલમાં ચોથો ચિત્તો છોડાયો
    ગુરુવારે, અન્ય આફ્રિકન ચિત્તાને ઘેરામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લામાં કુનો નેશનલ પાર્ક (KNP)ના જંગલમાં છોડવામાં આવ્યો હતો. આ સાથે, જંગલમાં છોડવામાં આવેલા ચિત્તાઓની સંખ્યા વધીને ચાર થઈ ગઈ છે અને પ્રવાસીઓને અહીં લાવવામાં આવ્યા પછી એક વર્ષ કરતાં વધુ સમય પછી તેમની ઝલક જોવાનો મોકો મળશે.
  • 07:15 AM • 22 Dec 2023
    જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં 4 જવાન શહીદ
    જમ્મુ અને કાશ્મીરમાં સેનાના વાહન પર આતંકીઓએ કરેલા હુમલામાં વધુ એક જવાનનું મોત થયું હતું. રાજૌરી સેક્ટરના થાનામંડી વિસ્તારમાં બે સૈન્ય વાહનો પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ સૈનિકોની સંખ્યા હવે 4 થઈ ગઈ છે.
  • 07:15 AM • 22 Dec 2023
    ગલ્ફ ક્ષેત્રમાં ભારતે મિસાઈલ તૈનાત કરી
    ભારતીય નૌકાદળે તાજેતરની ચાંચિયાના હુમલાની ઘટનાને ધ્યાનમાં રાખીને એડનના ખાડી વિસ્તારમાં સ્વદેશી માર્ગદર્શિત મિસાઇલ વિનાશક તૈનાત કરી છે.
  • 07:15 AM • 22 Dec 2023
    નવજોતસિંહ સિદ્ધુને કોંગ્રેસથી બહાર કરવા માંગ
    જૂથવાદના કારણે કોંગ્રેસને 2022ની વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વચ્ચે કોંગ્રેસના નેતાઓના જૂથે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. આમાં તેમણે કહ્યું કે, પૂર્વ PCC ચીફ નવજોત સિંહ સિદ્ધુને પાર્ટીમાંથી બહાર ફેંકી દેવા માટે કહ્યું છે. વાસ્તવમાં, લખવીર સિંહ લાખા, દવિન્દર સિંહ ઘુબયા, ખુશબાઝ સિંહ જટાણા અને અમિત વિજ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "નવજોત સિંહ સિદ્ધુ એક ડાયનામાઈટ છે જે પાર્ટીમાં વિસ્ફોટ કરી શકે છે. અમે સિદ્ધુની અસમર્થતા અને સ્વ-કેન્દ્રિત લક્ષ્યોને કારણે 2022ની વિધાનસભા ચૂંટણી હારી ગયા. તેમને બહારનો રસ્તો બતાવવાનો સમય આવી ગયો છે.
  • 07:15 AM • 22 Dec 2023
    દ.આફ્રિકા સામે ભારતે 2-1થી સીરીઝ જીતી
    ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકામાં ઇતિહાસ રચ્યો છે. ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચમાં ભારતીય ટીમે 78 રને શાનદાર જીત મેળવી હતી. આ સાથે કેએલ રાહુલની કપ્તાનીવાળી ભારતીય ટીમે આફ્રિકાને તેના ઘરઆંગણે વનડે શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું.
  • 10:45 AM • 22 Dec 2023
    કેન્દ્ર સરકાર વિરુદ્ધ સુરતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
    સંસદમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે સુરત શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. શહેરના ઉધના દરવાજા પાસે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બપોરે 12.30 વાગ્યે આ પ્રદર્શન કરાશે.
follow whatsapp

ADVERTISEMENT