लाइव
21 December Live News: અંકલેશ્વર GIDCમાં કંપનીમાં ભીષણ આગ, સાઉથ આફ્રિકા સામે સંજુ સેમસનની શાનદાર સદી
21 December Live News Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 09:31 PM • 21 Dec 2023gujarattakgujarattak
- 09:19 PM • 21 Dec 2023અંકલેશ્વર GIDCમાં કંપનીમાં ભીષણ આગઅંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એશિયનપેન્ટ થેલિક કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ અંકલેશ્વર નોટીફાઇડ એરિયા, નગર પાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા યુટિલિટી વિભાગના કૂલિંગ ટાવરમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું જીપીસીબી એ તપાસ શરૂ કરી
- 08:49 PM • 21 Dec 2023સાઉથ આફ્રિકા સામે સંજુ સેમસનની શાનદાર સદીSanju Samson Century : સંજુ સેમસને ભારતીય ટીમ માટે મુશ્કેલ સમયમાં શાનદાર ઈનિંગ રમી 114 બોલમાં 108 રન બનાવી સદી ફટકારી હતી.
- 07:14 PM • 21 Dec 2023પંજાબના કેબિનેટ મંત્રીને બે વર્ષની સજાપંજાબના કેબિનેટ મંત્રી અમન અરોરાને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કેબિનેટ મંત્રી સહિત 9 લોકોને સજા સંભળાવી છે
- 07:14 PM • 21 Dec 2023મનપા ખોટી રીતે દંડ વસૂલતી હોવાનો મામલોગોમતીપુર ફુવારા પાસે દુકાનદારને ખોટી રીતે દંડાયો હોવાના આક્ષેપ સોલીડ વેસ્ટ વિભાગની ટીમે રવિવારે સવારે સફાઈ દરમિયાન દુકાન કરી સીલ દુકાનદારે જાહેર કરેલા સીસીટીવીમાં બાજુનો કચરો એકત્રીત કરી ફોટા પાડી દંડ કર્યો હોવાનું જોઈ શકાઈ છે દિવાળી પર રૂપિયા ના આપ્યા હોવાના કારણે સીલ માર્યું હોવાનો દુકાનદારનો દાવો
- 07:14 PM • 21 Dec 2023લોકસભા બાદ હવે રાજ્યસભામી પણ ક્રિમિનલ કોડ બિલ પાસલોકસભામાં 97 વિપક્ષી સાંસદોની ગેરહાજરીમાં ગઇકાલે નવું ક્રિમિનલ કોડ બિલ પાસ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આજે રાજ્યસભામાંઠી પણ આ બિલને મંજૂરી મળી છે.
- 12:03 PM • 21 Dec 2023ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 40.77 લાખ હેક્ટરમાં થયું રવિ પાકોનું વાવેતરસમગ્ર રાજ્યમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ગુજરાતના ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા. રાજ્યમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 40.77 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ 10.73 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. તો કઠોળ પાકોમાં ચણાનું સૌથી વધુ 5.64 લાખ હેકટરમાં, તેલીબિયાં પાકોમાં સૌથી વધુ રાઈનું 2.64 લાખ હેકટરમાં વાવેતર થયું છે. સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લામાં સૌથી વધ 16.03 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે.
- 12:03 PM • 21 Dec 2023CM ભૂપેન્દ્ર પટેલ આજે અરવલ્લીની મુલાકાતેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અરવલ્લી જિલ્લાની મુલાકાતે છે. અહીં તેઓ મોડાસાની એન્જિનિયરિંગ કોલેજમાં સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ 264 કરોડના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.
- 12:03 PM • 21 Dec 2023સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ડાઉનએક્સ (અગાઉ ટ્વિટર) પ્લેટફોર્મની સર્વિસ ગુરુવારે અચાનક ડાઈન થઈ ગઈ છે. આ પછી દુનિયાભરના લોકોએ આ અંગે ફરિયાદ કરી છે. સોશિયલ સાઈટના આઉટેજને ટ્રેક કરતી વેબસાઈટ પર લગભગ 5000 યુઝર્સે આ વખતે રિપોર્ટ ફાઈલ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન થતાં યુઝર્સને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
- 11:01 AM • 21 Dec 2023પૂર્વ CM વિજય રૂપાણીએ મા અંબાના દર્શન કર્યાગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંબાજી મંદિરમાં પરીવાર સાથે દર્શન કર્યા હતા. 2024 ચૂંટણી ઉપર નિવેદન આપતા તેમણે કહ્યું- 2024 ચુંટણીમાં મને પંજાબ-ચંદીગઢની જવાબદારી આપી છે.ગુજરાતના સૌરાષ્ટ્રની પણ જવાબદારી આપી છે તે નીભાવીશ.
- 09:58 AM • 21 Dec 2023રાજ્યમાં હજુ પડશે હાડ થીજવતી ઠંડીગુજરાતમાં આગામી 24 કલાક ઠંડી સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે. જેના પરિણામે ઠંડીનું પ્રમાણ વધશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. 24 કલાક બાદ તાપમાનનો પારો 2થી 4 ડિગ્રી ઘટશે. બીજી તરફ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઈનસ ડિગ્રીમાં પહોંચી ગયો છે.
- 08:05 AM • 21 Dec 2023PM મોદી સાથે દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતPM મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હીમાં મુલાકાત થઈ હતી. મંગળવારે પીએમના નિવાસસ્થાને 3 કલાકથી વધુ સમય સુધી આ બેઠક ચાલી હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન પણ બેઠકમાં હાજર હતા. જેમાં ગુજરાતના મહત્વના પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી. આગામી ચૂંટણી પહેલા પીએમ ગુજરાતમાં અનેક મોટા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.
- 08:04 AM • 21 Dec 2023ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રીભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ કહેર મચાવવાનો શરુ કરી દીધો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ નોંધાવા લાગ્યા છે. ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંક 13 સુધી પહોંચ્યા છે, જેમાં અમદાવાદમાં 7 નવા કેસ નોંધાયા છે. જેને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.
- 07:02 AM • 21 Dec 2023કર્ણાટક અને ચંડીગઢમાં માસ્ક ફરજિયાત કરાયાકોરોનાના નવા પ્રકારને ધ્યાનમાં રાખીને ચંદીગઢ પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં ચંદીગઢમાં માસ્ક પરત ફર્યા છે. તે જ સમયે, ગાઝિયાબાદમાં બીજેપી કાઉન્સિલર અમિત ત્યાગી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. બુધવારે ભારતમાં JN.1 કોવિડ વેરિઅન્ટના 21 કેસ નોંધાયા હતા. કોવિડના વધતા કેસોને કારણે તણાવ પણ વધી રહ્યો છે. રાજસ્થાનના જેસલમેરમાં કોરોનાના 2 નવા દર્દીઓ મળી આવ્યા છે.
- 07:02 AM • 21 Dec 2023India vs South Africa 3rd ODI Match: સા.આફ્રિકા સામે આજે ઈતિહાસ રચવાની તકIndia vs South Africa 3rd ODI Match: આજે ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ જ ખાસ દિવસ છે. કેએલ રાહુલની કપ્તાનીમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે 3 મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ રમવાની છે. આ મેચ બંને ટીમો માટે કરો યા મરો છે. આ ત્રીજી મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4.30 વાગ્યાથી પાર્લમાં રમાશે. હાલમાં બંને ટીમો વચ્ચેની આ શ્રેણી 1-1થી બરાબર છે. આવી સ્થિતિમાં, જો ભારતીય ટીમ આ મેચ જીતી જાય છે, તો તે શ્રેણી 2-1થી કબજે કરી લેશે.
- 02:00 PM • 21 Dec 2023દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશેઆજે દિલ્હીમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT