लाइव

Gujarat News 19 January LIVE: ભારતીય મહિલા હોકી ટીમનું ઓલિમ્પિકનું સ્વપ્ન તૂટ્યુ, જાપાન સામે ક્વોલિફાયર હારતા બહાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 07:39 PM • 19 Jan 2023
    ભારતીય મહિલા હોકી ટીમનું ઓલિમ્પિકનું સ્વપ્ન તૂટ્યુ, જાપાન સામે ક્વોલિફાયર હારતા બહાર
    FIH ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં જાપાન સામે હાર્યા બાદ ભારતીય મહિલા હોકી ટીમનું પેરિસ ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું છે. આ મેચમાં જાપાને 1 ગોલ કર્યો હતો. ભારતે મેચની છેલ્લી સેકન્ડ સુધી જાપાનના ખેલાડીઓને એક પણ ગોલ કરવા દીધો ન હતો અને મેચ 1-0થી જીતી લીધી હતી.આ સાથે જાપાને પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે.
  • 05:34 PM • 19 Jan 2023
    જૂનાગઢ ઉજવાશે રાજ્યક્ષાનો પ્રજાસત્તાક દિવસ
    ગુજરાતનો રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિવસ જૂનાગઢ ખાતે ઉજવવામાં આવશે. જિલ્લા કલેકટર દ્વારા આ કાર્યક્રમને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે 25 જાન્યુઆરીએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યકમ યોજાશે. 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી પોલીસ તાલીમ મહાવિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે દેશભક્તિના વિવિધ કાર્યક્રમો સાથે કરવામાં આવશે.
  • 05:34 PM • 19 Jan 2023
    લાલુ પ્રસાદના ઘરે પહોંચી EDની ટીમ
    બિહારના રાજકારણમાં ઉથલ પાથલની વચ્ચે ઈડીના અધિકારી લાલુ પ્રસાદ યાદવના ઘરે પહોંચ્યા છે. કહેવાય છે કે, તેમના હાથમાં અમુક કાગળ હતા, જે લાલુ પ્રસાદના ઘરની અંદર લઈને ગયા છે. કહેવાય છે કે, ઈડીની ટીમ રાબડી આવાસ પર ફરીથી સમન આપવા પહોંચી છે.
  • 04:06 PM • 19 Jan 2023
    હોસ્પિટલને પેપરલેસ બનાવવા માટેની કવાયત
    સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓની સુવિધાને ધ્યાને રાખીને પેપરલેસ સિસ્ટમ ઉભી કરવાની દિશામાં આગળ વધી છે. રૂપિયાના ખર્ચે ટોકન ડિસ્પેન્સર મશીન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. પેપરલેસ સિસ્ટમ શરૂ થયા બાદ દર્દીઓને આ તમામ પળોજણમાંથી હવે રાહત મળશે.
  • ADVERTISEMENT

  • 01:45 PM • 19 Jan 2023
    હાર્દિક પટેલને કોર્ટમાંથી મોટી રાહત
    Relief to MLA Hardik Patel: વિરમગામના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલ (MLA Hardik Patel)ને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સરથાણામાં એક રેલી દરમિયાન ઉગ્ર ભાષણ આપવા બદલ વર્ષ 2017માં દાખલ કરવામાં આવેલા કેસમાં સુરતની કોર્ટે ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે.
  • 01:45 PM • 19 Jan 2023
    રામલલાની પ્રથમ તસવીર સામે આવી
    અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની પ્રથમ તસવીર સામે આવી છે. હાલમાં, ભગવાનના આંખ પર પાટા બાંધેલ છે જે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ખોલવામાં આવશે. 22મી જાન્યુઆરીએ રામ લલ્લાનો અભિષેક કરવામાં આવશે, ત્યારબાદ આંખની પટ્ટી હટાવી દેવામાં આવશે. 23 જાન્યુઆરીથી સામાન્ય લોકો પણ મંદિરના દર્શન કરી શકશે.
  • ADVERTISEMENT

  • 01:45 PM • 19 Jan 2023
    પોલીસ કમિશનરે SITની રચના કરી
    હરણી બોટ દુર્ઘટનાની તપાસ માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી છે. 7 પોલીસ અધિકારીઓનો આ ટીમમાં સમાવેશ થાય છે. હરણી તળાવ દુર્ઘટના બાબતે દાખલ થયેલ ગુનાની તટસ્થ અને સચોટ તપાસ કરવા અધિક પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને સીટની રચના કરવામાં આવેલ છે અને ગુનાની તપાસ ACP ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે.
  • 09:32 AM • 19 Jan 2023
    મોતનો આંક 14એ પહોંચ્યો
    વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં મોટી કરુણાંતિકા બની છે. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14ના મોત થયા છે. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. દુર્ઘટનાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ 10 દિવસમા તપાસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ આ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ કરાયો છે.
  • 02:03 PM • 19 Jan 2024
    મેનેજર અને બોટ ડ્રાઇવરની ધરપકડ
    વડોદરામાં ક્ષમતા કરતા વધારે બાળકોને બોટમાં બેસાડાતાં આખરે બેદરકારીનો ભોગ માસુમ બાળકો બન્યા છે. વડોદરા પોલીસે પ્રાથમિક તપાસ બાદ મેનેજર અને બોટ ડ્રાઇવરની ધરપકડ કરી છે. તો સમગ્ર ઘટનામાં અન્ય આરોપીઓને પકડવા વડોદરા પોલીસે 9 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
follow whatsapp

ADVERTISEMENT