लाइव

18 December Live News: ચૈતર વસાસાના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ, ફરી ડેડિયાપાડા કોર્ટમાં હાજર કરાયા

ADVERTISEMENT

gujarat-latest-live-news-and-breaking-news-19-december-2023-political-events-weather-updates-daily-breaking-news-top-headlines
gujarat-latest-live-news-and-breaking-news-19-december-2023-political-events-weather-updates-daily-breaking-news-top-headlines
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 01:25 PM • 18 Dec 2023
    ચૈતર વસાવાને રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં હાજર કરાયા
    AAP MLA ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે ડેડિયાપાડા કોર્ટમાં નર્મદા પોલીસ દ્વારા હાજર કરાયા હતા. ચૈતર વસાવા પાસેથી રિવોલ્વર કબ્જે કરવા 10 દિવસ રિમાન્ડની માગણી પોલીસે કરી હતી. જેમાં બન્ને પક્ષે ધારદાર દલીલ બાદ નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડના મંજૂર કરાયા હતા.
  • 10:30 AM • 18 Dec 2023
    બનાસકાંઠામાં દારૂ ભરેલા કન્ટેનર સાથે બે આરોપી ઝડપાયા
    બનાસકાંઠામાં પાંથાવાડા પોલીસે વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે બે આરોપી ઝડપી પાડ્યા છે. દારૂ ભરેલા કન્ટેનર સાથે ગુજરાતમાં પ્રવેશતા જ બોર્ડર પર આરોપી ઝડપાયા હતા. કન્ટેનરમાં ધાબળા, ગરમ કપડાં નીચે દારૂ સંતાડ્યો હતો. કન્ટેનરમાંથી દારૂ સહિત 29 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.
  • 10:30 AM • 18 Dec 2023
    રાજ્યમાં પક્ષી ગણતરી શરૂ કરવામાં આવી
    જામનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં સિક્કા, જોડીયા, જામજોધપુર, લાલપુર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી છે. આ માટે 20 જેટલા પક્ષી નિષ્ણાતો પક્ષી ગણતરીમાં જોડાયા છે. દરિયાકાંઠાના વિસ્તાર અને મોટા જળાશયોની આજુબાજુના વિસ્તારમાં પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી છે.
  • 08:39 AM • 18 Dec 2023
    અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો
    ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે. અમદાવાદમાં એક દિવસમાં તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો. શહેરમાં 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું. શહેરમાં 2 દિવસ વાદળછાયું વાતારવણ રહેશે.
  • ADVERTISEMENT

  • 07:37 AM • 18 Dec 2023
    રાજસ્થાનના સીકરમાં કાર અને બસ વચ્ચે અકસ્માત
    રાજસ્થાનના સીકરના શ્રીમાધોપુર વિસ્તારમાં કાર અને બસ વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. જેમાં 4 લોકોના મોત થયા છે.
  • 07:04 AM • 18 Dec 2023
    તમિલનાડુમાં ભારે વરસાદ, શાળાઓ બંધ
    તમિલનાડુમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિણામે 18 ડિસેમ્બરે તિરુનેલવેલી, થૂથુકુડી, કન્યાકુમારી અને તેનકાસી જિલ્લામાં તમામ શાળાઓ, કોલેજો, ખાનગી સંસ્થાઓ, બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે રજા જાહેર કરવામાં આવી છે.
  • ADVERTISEMENT

  • 01:34 AM • 18 Dec 2023
    અંડરવર્લ્ડ ડોન ડાઉદને ઝેર અપાયું
    અંડરવર્લ્ડ ડોન દાઉદને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે કે દાઉદને ઝેર આપવામાં આવતા તેની તબિયત લથડી છે. આથી તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
follow whatsapp

ADVERTISEMENT