Gujarat News LIVE Updates: કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતાનું દિલ્હી AIIMSમાં નિધન
Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 11:57 AM • 15 May 2024કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતાનું નિધન
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું બુધવારે દિલ્હી AIIMSમાં નિધન થયું હતું. સવારે 9.28 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સિંધિયા પરિવારના રાજ માતા છેલ્લા કેટલાક દિવસોથી એઈમ્સમાં વેન્ટિલેટર પર હતા.
માધવી રાજે છેલ્લા ત્રણ મહિનાથી દિલ્હીની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ન્યુમોનિયા તેમજ સેપ્સિસથી પીડિત હતા. - 09:44 AM • 15 May 2024પોઈચા નર્મદા નદીમાં હજુ 6 લોકો ગુમ, 1 લાશ મળી
નર્મદા અપડેટ: પોઈચામાં નર્મદા નદીમાં સુરતના 7 લોકોને શોધવાનું શરૂ કરાયું છે. જેમાંથી 6 કિલોમીટર દૂર નર્મદા નદીમાંથી એક વ્યક્તિની લાશ મળી આવી છે. હજુ અન્ય 6 લોકોની શોધખોળ ચાલી રહી છે.
- 09:42 AM • 15 May 2024આજે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ
ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડી શકે છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ તથા દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT