लाइव

Gujarat News 12 March LIVE: હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપ્યું

ADVERTISEMENT

12 March Breaking News
12 March Breaking News
social share
google news

Gujarat News 12 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 11:51 AM • 12 Mar 2024
    હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપ્યું

    હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે.

  • 09:54 AM • 12 Mar 2024
    અમદાવાદના આ રસ્તાઓ આજે બપોર સુધી બંધ

    PMના કાર્યક્રમને લઈને આજે બપોરે 2 વાગ્યા સુધી સુભાષબ્રિજ સર્કલથી ગાંધીઆશ્રમ થઈને વાડજ સર્કલ સુધીનો રસ્તો બંને બાજુથી વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે. વાહન ચાલકો પ્રબોધરાવળ સર્કલથી રાણીપ ટી થઈને પલક ટીથી ડાબુ બાજુ વળીને વાડજ પોલીસ ચોકી થઈ વાડજ સર્કલ સુધી જઈ શકશે. 

  • 09:44 AM • 12 Mar 2024
    SOU ખાતે આદિવાસીઓને ભાડાપટ્ટાથી દુકાનો ફાળવાશે

    નર્મદા: લોકસભાની ચૂંટણી પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓ માટે સરકારની નવી યોજના. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના પાંચ ગામના ગ્રામજનોને ભાડા પટ્ટાથી દુકાનો ફાળવવાનો નિર્ણય કરાયો. SOU ખાતે 5 ગામના અસરગ્રસ્તોને 230 દુકાનો ભાડાપટ્ટે ફાળવવામાં આવશે.

  • 09:39 AM • 12 Mar 2024
    PM મોદી આજે ગુજરાત પ્રવાસે

    PM મોદી ગુજરાત પ્રવાસને લઈને અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. અહીંથી તેઓ સાબરમતી રેલ વિભાગા કાર્યક્રમમાં પહોંચીને અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપશે. આ બાદ તેઓ ગાંધી આશ્રમના રિનોવેશન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. PM ગુજરાતમાં 85 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. 

follow whatsapp

ADVERTISEMENT