लाइव

Gujarat News 12 January LIVE: જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સેના પર આતંકી હુમલો

ADVERTISEMENT

gujarat-latest-live-news-and-breaking-news-12-january-2024-political-events-weather-updates-daily-breaking-news-top-headlines
gujarat-latest-live-news-and-breaking-news-12-january-2024-political-events-weather-updates-daily-breaking-news-top-headlines
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 08:01 PM • 12 Jan 2023
    જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સેના પર આતંકી હુમલો, વાહન પર કર્યું ફાયરિંગ
    જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ફરી એક વખત આતંકી હુમલો થયો છે. મળતી જાણકારી અનુસાર, આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
  • 04:52 PM • 12 Jan 2023
    દેશમાં સૌથી મનપસંદ સ્થળ ગુજરાત
    અમિત શાહે આજે વાઇબ્રન્ટ સમિટના સમાપન કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, મારા માટે ખુશીની વાત છે કે અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ સમિટના સમારોહમાં ઉપસ્થિત રહેવાની તક મળી છે. આજે સમગ્ર વિશ્વભરના ઉત્પાદકો અને રોકાણકારો માટે ભારત સૌથી પસંદ સ્થળ છે અને દેશમાં સૌથી મનપસંદ સ્થળ ગુજરાત છે.
  • 03:14 PM • 12 Jan 2023
    gujarattak
    રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ ખેતિબેંકે મોટો નિર્ણય લીધો છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ખેતીબેંકે રજા જાહેર કરી છે. ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ 17 જિલ્લા કચેરી અને 176 બ્રાન્ચમાં રજા જાહેર કરી છે. ખેતી બેંક રામ મંદિરની પ્રતિષ્ઠાને લઇ રજા જાહેર કરનારી પ્રથમ બેંક બની છે.
  • 02:22 PM • 12 Jan 2023
    પોલીસ સામે થઈ શકશે ફરિયાદ
    ગુજરાતમાં પોલીસ સામે ફરિયાદ કરવા માટે પણ હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. હવે કોઈપણ નાગરિક હેલ્પલાઈન નંબર 14449 પર ફોન કરીને પોલીસ સામે ફરિયાદ કરી શકશે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને '14449' નંબર અપાયો છે. આ હેલ્પલાઈન નંબર આગામી 15 દિવસમાં કાર્યરત થઈ જશે.
  • ADVERTISEMENT

  • 12:42 PM • 12 Jan 2023
    નાસિકમાં PM મોદીનો રોડ શો, CM શિંદે, ફડણવીસ સહિતના નેતાઓ હાજર
    આજે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રના પ્રવાસે છે. પીએમએ અહીં નાસિકમાં રોડ શો કર્યો હતો. જેમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને, નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા.
  • 11:46 AM • 12 Jan 2023
    અમદાવાદમાં ખુલ્લેઆમ 3 રાઉન્ડ ફાયરિંગ
    અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી ફાયરિંગનો બનાવ સામે આવતા પોલીસની ટીમ દોડતી થઈ છે. હાલ પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. તો આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે આર્મ્સ એક્સ હેઠળ ગુનો નોંધાયો હોવાનું પણ સામે આવ્યું છે.
  • ADVERTISEMENT

  • 09:37 AM • 12 Jan 2023
    આજથી 11 દિવસ વિશેષ અનુષ્ઠાનઃ PM
    Ram Mandir PM Modi News: અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા પીએમ મોદીનો ઓડિયો મેસેજ સામે આવ્યો છે. જેમાં પીએમ મોદીએ કહ્યું કે, રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આડે હવે માત્ર 11 દિવસ જ બાકી છે અને મારું સૌભાગ્ય છે કે હું આ પુષ્ણ અવસરનો સાક્ષી બનીશ. 22 જાન્યુઆરીની તમામ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભાવનાઓ શબ્દોમાં કહેવી મુશ્કેલ છે.
  • 07:04 AM • 12 Jan 2023
    અમિત શાહ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં થશે સામેલ
    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે ત્રણ દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિના સમાપન સત્રને સંબોધશે. અધિકારીઓએ આ માહિતી આપી છે. અમિત શાહ આજે બપોરે આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.
  • 02:29 PM • 12 Jan 2024
    સીટોની વહેંચણીને લઈને આજે AAP-કોંગ્રેસની મહત્વની બેઠક
    આગામી સામાન્ય ચૂંટણીમાં કેન્દ્ર સત્તારુઢ ભારતીય જનતા પાર્ટી (BJP) સામે સંયુક્ત રીતે લડવા માટે 28 વિપક્ષી પાર્ટીઓના 'ઈન્ડિયા' ગઠબંધનના ઘટક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સીટોની વહેચણી પર ચર્ચા કરવા માટે શુક્રવારે દિલ્હીમાં બેઠક કરશે. સૂત્રોએ આ જાણકારી આપી છે. AAPના સૂત્રએ જણાવ્યું કે આ ચર્ચા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિકના નિવાસ સ્થાને થશે.
follow whatsapp

ADVERTISEMENT