लाइव

Gujarat News 12 April LIVE Updates: ગુજરાતની પેટાચૂંટણીનું નોટિફિકેશન જાહેર થશે, ભૂજ-ભચાઉ હાઈવે પર અકસ્માતમાં 3નાં મોત

ADVERTISEMENT

12 April Live News
12 April Live News
social share
google news

Gujarat News 12 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 10:05 AM • 12 Apr 2024
    બોટાદમાં વિજય જીનીંગ ફેક્ટરીમાં આગની ઘટના

    બોટાદ: શહેરનાં પાળીયાદ રોડ પર આવેલ વિજય જીનીંગ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. ફેક્ટરીમાં મશીનરી વિભાગમાં વિકરાળ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં બોટાદ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યો હતો. આગ લાગતા ફેકટરીમાં મશીનરી મોટું નુકશાન થવાની સંભાવના છે. 

  • 10:01 AM • 12 Apr 2024
    ભૂજ-ભચાઉ હાઈવે પર અકસ્માતમાં 3નાં મોત

    ભૂજ-ભચાઉ હાઇવે પર અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત થયા છે. પધ્ધર નજીક કાર પુલની દિવાલમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

  • 09:59 AM • 12 Apr 2024
    ગુજરાતની પેટાચૂંટણીનું નોટિફિકેશન આજે જાહેર થશે

    ગુજરાતમાં ખાલી પડેલી 5 બેઠકો પર પેટાચૂંટણી માટે આજે નોટિફિકેશન બહાર પડશે. રાજ્યમાં 7મી મેના રોજ મતદાન થવાનું છે. જ્યારે ઉમેદવારી પત્ર ભરવાનું આજથી શરૂ થશે અને 19મી એપ્રિલે અંતિમ દિવસ હશે. આ બાદ ફોર્મ ચકાસણી 20 એપ્રિલે અને ફોર્મ પરત ખેંચવાની તારીખ 22 એપ્રિલ રહેશે.

follow whatsapp

ADVERTISEMENT