लाइव

11 December Live News Updates: લોનની ભરપાઈ માટે વારંવાર નોટિસો મળતા અમરેલીના ખેડૂતનો આપઘાત, MPના મુખ્યમંત્રી અંગે આજે નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 08:04 AM • 11 Dec 2023
    અમરેલીમાં ખેડૂતનો આપઘાત
    અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા ગામના ખેડૂતે વારંવાર લોનની ભરપાઈ માટે બેંક દ્વારા મોકલવામાં આવતી નોટિસથી કંટાળીને આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. બાલાભાઈ ઓધવજીભાઈ નાડોદ્રા નામના ખેડૂત 3 વીઘા ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ખેતી માટે તેઓએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી લોન લીધી હતી. લોન ભરપાઈ નહી કરી શકતાં બેંક દ્વારા અવાર નવાર નોટિસ આવતી હતી. રૂપિયા 3 લાખ 59 હજાર બાકી લેણું ભરવાની ક્ષમતા ન હોવાથી તેઓએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
  • 08:04 AM • 11 Dec 2023
    શું MPમાં આવશે ફરી \'શિવ\'નું રાજ?
    Madhya Pradesh Election 2023: છત્તીસગઢમાં ઘણા દિવસો સુધી મંથન કર્યા બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ધારાસભ્ય દળની બેઠકમાં વિષ્ણુદેવ સાયના નામ પર સંમતિ વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહે વિષ્ણુદેવ સાંઈના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીના નામની જાહેરાત થયા બાદ વિષ્ણુદેવ સાય રાજ્યપાલને મળ્યા હતા. માનવામાં આવે છે કે શપથની તારીખ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. છત્તીસગઢમાં ભલે સીએમનું નામ જાહેર થઈ ચૂક્યું હોય, પરંતુ મધ્યપ્રદેશમાં હજુ પણ સસ્પેન્સ યથાવત છે. મધ્યપ્રદેશમાં કોના હાથમાં કમાન સોંપવામાં આવશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. શું શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી રહેશે કે પછી પાર્ટી નવા ચહેરાને અજમાવશે? આવી અટકળો ચાલુ છે. આ અટકળો અને ચર્ચાઓ વચ્ચે શિવરાજ સિંહ ચૌહાણ પોતાની તાકાત બતાવી રહ્યા છે.
  • 02:34 AM • 11 Dec 2023
    રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો
    Gujarat: રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો, સતત બીજા દિવસે 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું, નલિયામાં 9.2 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી વધુ ઠંડી, આગામી 3 દિવસ થશે ઠંડીમાં વધારો
follow whatsapp

ADVERTISEMENT