लाइव

Gujarat News 10 April LIVE Updates: દિલ્હી સરકારમાં મંત્રી રાજકુમાર આનંદનું રાજીનામું, ભૂપેન્દ્રસિંહ સોલંકીની ભાજપમાં ઘરવાપસી

ADVERTISEMENT

live blog
લાઈવ ન્યૂઝ
social share
google news

Gujarat News 10 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 04:44 PM • 10 Apr 2024
    રાજકુમાર આનંદે છોડ્યો AAPનો સાથ

    દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ અટકી રહી નથી. જ્યાં એક તરફ તેમનું ટોચનું નેતૃત્વ જેલના સળિયા પાછળ છે, તો બીજી તરફ તેમના સાથીઓ પણ હાથ છોડવા લાગ્યા છે. પટેલ નગરના ધારાસભ્ય રાજકુમાર આનંદે મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હોવાનું સામે આવ્યું છે. રાજીનામું આપતા તેમણે પાર્ટી પર ભ્રષ્ટાચારને લઈને સવાલો ઉઠાવ્યા છે.
     

  • 04:41 PM • 10 Apr 2024
    ભૂપેન્દ્રસિંહ સોલંકીએ કરી ઘરવાપસી

    લોકસભાની ચૂંટણી 2024ને લઈ રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ક્યાંક વિરોધ તો કયાંક પ્રચાર રેલીઓ તો વળી કયાંક પક્ષ પલટાનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ ભાજપે ગુજરાતની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે તો બીજી તરફ કોંગ્રેસની ચાર બેઠકો પર ઉમેદવારોને લઈ કોકડું હજુ સુધી ગુચવાયેલું છે. જો કે, આ બધી રાજકીય ચહલ-પહલ વચ્ચે પંચમહાલ બેઠકના પૂર્વ સાંસદ અને પંચમહાલ ડેરીના પૂર્વ ચેરમેન ભૂપેન્દ્રસિંહ સોલંકીએ આજે કેસરિયા કર્યા છે. તેઓએ આજે ફરી ભાજપ ઘરવાપસી કરી છે.

  • 02:02 PM • 10 Apr 2024
    બાબા રામદેવની માફી SCએ ન સ્વીકારી

    પતંજલિની ભ્રામક જાહેરાત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. આ દરમિયાન બાબા રામદેવ અને બાલકૃષ્ણ કોર્ટમાં હાજર થયા હતા. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચ આ સુનાવણી કરી રહી છે. આ પહેલા 2 એપ્રિલે થયેલી સુનાવણીમાં પતંજલિ વતી માફી પત્ર રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ (SG) એ કહ્યું કે, અમે આ મામલે સૂચન કર્યું છે કે બિનશરતી માફી માંગવી જોઈએ. કોર્ટે સ્વામી રામદેવની બિનશરતી માફીનું એફિડેવિટ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો. જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું કે આ લોકોએ ત્રણ વખત અમારા આદેશોની અવગણના કરી છે. આ લોકોએ ભૂલ કરી છે અને તેનું પરિણામ ભોગવવું પડશે. 

  • 02:01 PM • 10 Apr 2024
    એપ્રિલના અંત સુધીમાં જાહેર કરાશે બોર્ડનું પરિણામ

    Board Exam Result Update: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે બોર્ડની પરીક્ષાના પરિણામને લઈને એક મોટી અપડેટ આવી છે. જે મુજબ ધો.10-12નું રિઝલ્ટ એપ્રિલના અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. નોંધનીય છે કે, મે મહિનામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેના કારણે પરિણામ આ વખતે વહેલા જાહેર કરવામાં આવશે. 
     

  • ADVERTISEMENT

  • 09:46 AM • 10 Apr 2024
    બસ ખીણમાં ખાબકતા 12 લોકોના મૃત્યુ

    છત્તીસગઢમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં બસ ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા બસ લાલ મુરુમ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 12 જેટલા લોકોના મૃત્યુ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બસમાં એક ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ સવાર હતા.  
     

  • 09:46 AM • 10 Apr 2024
    મહેસાણામાં નોંધાયો મ્યુકર માઈક્રોસિસનો કેસ

    ગુજરાતમાં ફરી મ્યુકરમાઈક્રોસિસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છું. મહેસાણામાં 55 વર્ષીય દશરથજી ઠાકોરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ તેઓની મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાય છે. જ્યાં તેમના માટે અલગથી આઈસોલેશન વોર્ડ ઉભો કરાયો છે. હાલ તબીબો દ્વારા તેમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, દશરથજી ઠાકોરને નાકમાં ફંગસની ફરિયાદ થતાં અમદાવાદની પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે 3 વખત સર્જરી કરાઇ હતી. છતાં પણ સારૂ ન થતાં તેઓ મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે બતાવવા માટે ગયા હતા. જ્યાં તેઓને મ્યુકર માઈક્રોસિસ હોવાનું સામે આવ્યું છે. 

follow whatsapp

ADVERTISEMENT