लाइव

8 December Live News Updates: મહુઆ મોઈત્રાનું સાંસદ પદ રદ, ગુજરાત કોંગ્રેસે 10 જિલ્લાના પ્રમુખો જાહેર કર્યા

ADVERTISEMENT

Gujarat latest live news and Breaking News 08 December 2023 political events weather updates daily breaking news top headlines
Gujarat latest live news and Breaking News 08 December 2023 political events weather updates daily breaking news top headlines
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 03:16 PM • 08 Dec 2023
    મહુઆ મોઈત્રાનું સાંસદ પદ રદ
    TMC સાંસદ મહુઆ મોઈત્રાનું સાંસદ પદ રદ કરી દેવામાં આવ્યું છે. સંસદના શિયાળુ સત્રમાં શુક્રવારે પાંચમા દિવસે કેશ-ફોર-ક્વેરી આરોપોમાં લોકસભામાં એથિક્સ કમિટીએ રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ પર ચર્ચા બાદ કમિટીની રિપોર્ટ મંજૂર કરતા મહુઆ મોઇત્રાને સાંસદ પદેથી બરતરફ કરાયા છે.
  • 02:39 PM • 08 Dec 2023
    ગુજરાત કોંગ્રેસે 10 જિલ્લાના પ્રમુખના નામ જાહેર કર્યા
    લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં નવી ટીમ શક્તિસિંહ ગોહિલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પૂર્વ ધારાસભ્યો સહિતના નેતાઓને 10 જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમ શક્તિસિંહ ગોહિલમાં કોણ-કોણ? પ્રતાપ દૂધાત અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાભી ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિનુ સોલંકી આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પઢીયાર વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલ નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશ પટેલ ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
  • 01:18 PM • 08 Dec 2023
    TMC સાંસદ મહુઆ મોઇત્રાનું સાંસદ પદ જોખમમાં
    કેશ ફોર ક્વેરી કેસમાં ફસાયેલા TMC સાંસદ મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ જોખમમાં છે. લોકસભાની એથિક્સ કમિટીએ શુક્રવારે સંસદમાં મહુઆ વિરુદ્ધ રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મહુઆ પર લાગેલા આરોપો ગંભીર છે. સમિતિએ મહુઆનું સંસદ સભ્યપદ રદ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત ભારત સરકારને પણ સંપૂર્ણ કાનૂની તપાસની ભલામણ કરવામાં આવી છે.
  • 12:51 PM • 08 Dec 2023
    મોરબીમાં દલિત યુવકને મારનાર રાણીબાને જેલમાં જ રહેવું પડશે
    મોરબીમાં દલિત યુવકને માર મારીને જૂતા ચટાડનાર રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સહિત 6 આરોપીઓના જામીન અરજી નામંજૂર થઈ છે. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, રાજ પટેલ, ઓમ પટેલ, પરીક્ષિત ભગલાણી, પ્રીત વડસોલા અને ક્રિસ મેરજાએ સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેને કોર્ટે નામંજુર કરી છે.
  • ADVERTISEMENT

  • 11:05 AM • 08 Dec 2023
    રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો
    રાજકોટમાં વંદેભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ગુરુવારે રાત્રે 9 વાગ્યા આસપાસ રાજકોટના બિલેશ્વર સ્ટેશને પથ્થરમારો થયો હતો. જેમાં કોચના કાચને નુકસાન થયું હતું. સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
  • 10:31 AM • 08 Dec 2023
    RBIએ રેપો રેટ 6.5 ટકાએ યથાવત રાખ્યો
    RBIએ ફરી એકવાર રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. MPCની બેઠક બાદ આરબીઆઈ ગવર્નરે કહ્યું કે, વૈશ્વિક અનિશ્ચિતતાના વાતાવરણમાં પણ ભારતીય અર્થવ્યવસ્થાએ મજબૂતી બતાવી છે. બેંકોની બેલેન્સ શીટમાં મજબૂતી જોવા મળી છે. કેન્દ્રીય બેંકની MPCએ રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. RBI ગવર્નરે FY24માં GDP વૃદ્ધિ 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.
  • ADVERTISEMENT

  • 09:43 AM • 08 Dec 2023
    કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો
    કચ્છના રાપર નજીક આજે સવારે 9 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. 4.2 ની તીવ્રતાનો ભૂકંપનો અંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી 19 કીમી દૂર કંથકોટ નજીક નોંધાયું હતું.
  • 08:59 AM • 08 Dec 2023
    તેલંગાણાના પૂર્વ CM KCR લપસી જતા ઈજાગ્રસ્ત
    તેલંગાણાના પૂર્વ સીએમ કે. ચંદ્રશેખર (KCR) ગુરુવારે રાત્રે લપસીને પડી ગયા. જે બાદ KCRને હૈદરાબાદની યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં કેસીઆરની પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. પક્ષ સત્તાથી બહાર થયો હતો. તેલંગાણામાં કોંગ્રેસને જંગી બહુમતી મળી છે.
  • 07:45 AM • 08 Dec 2023
    હર્ષ સંઘવીએ એસ.ટી બસમાં મુસાફરી કરી
    વંદે ભારતની સફર કર્યા બાદ ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગુરુવારે રાત્રે રાજકોટ ST બસ સ્ટેન્ડ પર લોકો સાથે વાતચીત કરી હતી. સાથે બસ સ્ટેન્ડમાં તમામ સુવિધાઓ ચકાસ્યા બાદ તેઓ વોલ્વોમાં રાજકોટથી અમદાવાદ જવા રવાના થયા હતા.
  • 07:42 AM • 08 Dec 2023
    BSF અને પંજાબ પોલીસે પાકિસ્તાની ડ્રોન જપ્ત કર્યું
    BSFએ પંજાબ પોલીસ સાથે મળીને અમૃતસરના ધનોયે કલાન ગામની સીમમાંથી પાકિસ્તાની ડ્રોન કબજે કર્યું હતું. વિસ્તારની સર્ચ અભિયાન ચાલુ છે. પ્રાપ્ત થયેલ ડ્રોન ક્વાડકોપ્ટર છે.
  • 07:16 AM • 08 Dec 2023
    રાહુલ ગાંધી આજથી 4 દિવસના વિદેશ પ્રવાસે
    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી 14 ડિસેમ્બર સુધી વિદેશ પ્રવાસે જશે. આ દરમિયાન તેઓ મલેશિયા, સિંગાપોર અને વિયેતનામની મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી સિંગાપુર અને મલેશિયામાં ભારતીય પ્રવાસીઓને મળશે, જ્યારે ઈન્ડોનેશિયામાં તેઓ રાજદ્વારીઓને મળશે.
  • 01:42 AM • 08 Dec 2023
    બોલિવૂડ એક્ટર જુનિયર મહેમૂદનું નિધન
    કેન્સર સામે જંગ લડી રહેલા બોલિવૂડ એક્ટર જૂનિયર મહેમૂદનું 67 વર્ષની વયે નિધન થઈ ગયું. તેમને સ્ટેજ 4 કેન્સર હતું. તાજેતરમાં જ તેમના જૂના મિત્રો અને બોલિવૂડ સ્ટાર જિતેન્દ્ર અને સચિન પિલગાંવકર પણ તેમને મળવા માટે પહોંચ્યા હતા.
follow whatsapp

ADVERTISEMENT